Top News Main

કેનેડાના ટોરોન્ટોમાં ભયંકર અકસ્માત, 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત

ટોરેન્ટો: (Toronto) કેનેડાના (Canada) ટોરોન્ટોમાં એક મોટો રોડ અકસ્માત (Road Accident) થયો છે. આ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના (Indian Student) મોત (Death) થયા છે, જ્યારે 2 જણા હોસ્પિટલમાં દાખલ છે. સ્થાનિક મીડિયા અનુસાર વાન અને ટ્રેક્ટર ટ્રેલરની ટક્કર બાદ આ અકસ્માત થયો હતો.

  • 13 માર્ચ, શનિવારના રોજ ટોરોન્ટો નજીક એક ઓટો અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું, બે અન્ય હોસ્પિટલમાં. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની ટીમ મદદ માટે પીડિતોના મિત્રોના સંપર્કમાં છે: અજય બિસારિયા, કેનેડામાં ભારતના હાઈ કમિશનર

કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ જણાવ્યું કે આ ઘટના 13 માર્ચે બની હતી. ટોરોન્ટો પાસે આ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ ટીમ મદદ માટે મૃત વિદ્યાર્થીઓના મિત્રોના સંપર્કમાં છે. અકસ્માતમાં હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમારનું મોત થયું છે. મૃતકની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે જણાવવામાં આવી રહી છે. તમામ મૃતક વિદ્યાર્થીઓ ગ્રેટર ટોરોન્ટો અને મોન્ટ્રીયલ વિસ્તારના હોવાનું કહેવાય છે. આ ભારતીય વિદ્યાર્થીઓ શનિવારે સવારે પેસેન્જર વેન દ્વારા હાઈવે 401 પર મુસાફરી કરી રહ્યા હતા.

આ દરમિયાન લગભગ 3.45 વાગ્યે તેની વાન ટ્રેક્ટર ટ્રેલર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. આ કેસમાં હજુ તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈની સામે કેસ નોંધવામાં આવ્યો નથી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ એક અકસ્માત હતો. અમે અત્યારે આના પર કામ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓ મોન્ટ્રીયલ અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે.

Most Popular

To Top