Gujarat

પંજાબ બાદ કેજરીવાલનું ફોકસ ગુજરાત પર, તિરંગા યાત્રામાં ઇસુદાને કહ્યું, ‘યે તો ટ્રેલર હે પિક્ચર અભી બાકી હે’

રાજકોટ: પંજાબની ચૂંટણીમાં શાનદાર જીત બાદ, અરવિંદ કેજરીવાલની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગઢ ગુજરાત પર છે અને તેમણે ચૂંટણી પરિણામોના એક દિવસ બાદ જ દિલ્હીથી ધારાસભ્યોની એક ટીમ ગુજરાત મોકલવાની તૈયારી કરી છે. આ વચ્ચે આપ પાર્ટીએ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. આ રેલીમાં ઈસુદાન ગઢવી સહિત અનેક મોટા નેતા જોડાયા હતા. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કહ્યું હતું કે, ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત છે, કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં છે, જેથી નરેશ પટેલ આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ બની શકે છે.

  • નરેશ પટેલ માટે આપ પાર્ટી એક માત્ર વિકલ્પ : ઇસુદાન
  • વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે
  • આમ આદમી પણ હેલિકોપ્ટર વાળાને હરાવી શકે: ઈસુદાન ગઢવી

નરેશ પટેલને આપનું ખુલ્લું આમંત્રણ
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલ જેવા સ્વચ્છ છબી ધરાવતા અને સાચા અર્થમાં લોકોની સેવા કરવા માટે તત્પર હોય તેવા લોકો માટે એકમાત્ર આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ છે. ખોડલધામ નરેશ આવવા ઈચ્છે તો અમે તેમને દિલથી આવકારીએ છીએ. આગામી ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી લોકોના હિત માટે આગળ આવશે. અને મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને મળતી ફ્રી વીજળી સહિતની સુવિધાઓ સામાન્ય લોકોને પણ મળે તેવા હેતુ સાથે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ ઝંપલાવશે.

ભાજપના 150થી વધુ કાર્યકરો ‘આપ’ માં જોડાશે
ઈસુદાને વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સહિત અન્ય પક્ષના ના 150થી વધુ કાર્યકરો ‘આપ’ માં જોડાશે. આ મામલે તેઓએ જણાવ્યું હતું કે, ,યે તો ટ્રેલર હે પિક્ચર અભી બાકી હે’ આગામી દિવસોમાં હજુ અનેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાશે. તિરંગા યાત્રા કાઢીને આમ આદમી પણ હેલિકોપ્ટર વાળાને હરાવી શકે તેવું જણાવ્યું હતું.

પંજાબ બાદ મોદીના ગઢ પર કેજરીવાલની નજર
પંજાબમાં ભગવંત માનના શપથ ગ્રહણનો કાર્યક્રમ હજુ પૂરો થયો નથી અને આ પહેલા જ અરવિંદ કેજરીવાલે ગુજરાત તરફ નજર ફેરવી લીધી છે. કોઈ પણ સમય બગાડ્યા વિના કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ચૂંટણી બ્યુગલ વગાડી દીધું છે અને પોતાના ધારાસભ્યોને ગુજરાતમાં મોકલવાની તૈયારીઓ કરી લીધી છે. આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાત આવવાના છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતની ચૂંટણીને લઈને કેટલા ગંભીર છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે. આમ આદમી પાર્ટીના ખાતામાં 92 સીટો આવી છે. AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન ધુરી બેઠક પરથી 58 હજારથી વધુ મતોથી જીત્યા છે.

Most Popular

To Top