Business

હેર સ્ટાઇલને આકર્ષક બનાવતી હેર એસેસરીઝ

વાળ ચહેરાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાડે છે. હેર સ્ટાઇલ વધુ આકર્ષક ત્યારે જ દેખાય છે જયારે આપણે એને કોઇ ને કોઇ હેર એકસેસરીઝથી વધારે આકર્ષક બનાવીએ. જયારે તમે તેમાં ફલાવર્સ કે બ્રોચ લગાડો ત્યારે હેરસ્ટાઇલ પૂરી થાય છે. ઇન્ડિયન હેર સ્ટાઇલ માટે સ્પેશ્યલ ઇન્ડિયન એથનિક હેર એકસેસરીઝ છે જે બહુ સુંદર હોય છે. તમે સાડી કે લહેંગા-ચોળી સાથે એ પહેરી શકો છો. તમારી હેર એકસેસરીઝ આઇ કેચી હોય તો એ તમને ફેશનેબલ દર્શાવે છે.
ફેન્સી હેર પીન
પ્લેન હેર પીનનો ઉપયોગ માત્ર હેર સ્ટાઇલ કરવા માટે થાય છે પરંતુ જયારે હેર સ્ટાઇલ પૂરી થઇ જાય છે ત્યારે ફેન્સી હેર પીન નાખી શકાય છે. એ કોઇ પણ પ્રકારના આઉટફિટ્‌સ સાથે શોભે છે. એમાં આર્ટિફિશ્યલ ફલાવર્સ, ક્રીસ્ટલ્સ કે કલર્ડ સ્ટોન હોય છે જે હેર સ્ટાઇલને સુંદર બનાવે છે. માર્કેટમાં ઘણી વેરાયટીઝમાં હેર પીન મળે છે. જે તમારા લુકને કોમ્પ્લિમેન્ટ કરવા સાથે નિખાર પણ આપે છે.

રિબન- બો કે સ્ક્રંચી
જો તમારા વાળા વાંકડિયા હોય તો તમે મોટા ભાગે વાળ બાંધીને રાખવાનું જ પસંદ કરતા હશો. વાળને ચહેરાથી દૂર રાખવા રિબન કે બો બાંધી તમે વાળને આકર્ષક બનાવી શકો. એ તમારા બેડ હેર ડેઝ માટે સ્પાર્ક આપવાનું કામ પણ કરશે.
ફલાવર્સ
સૌથી સામાન્ય એકસેરીઝમાંથી એક જે તમે ટ્રેડિશનલ લુક મેળવવા વાળમાં લગાડી શકો. ચમેલી, ગુલાબ, ઓર્કિડ જેવા કોઇ પણ આકર્ષક ફ્રેશ ફલાવર્સ વાળમાં નાખી શકાય. માર્કેટમાં આર્ટિફિશ્યલ ફલાવર્સ પણ મળે છે. એનો તમે વારંવાર ઉપયોગ કરી શકો છો.

બેનીઝ
ઘણાનાં વાળ રૂક્ષ અને તૂટે છે. તમે પોનીટેલ વાળી બેનીઝ લગાડી શકો. એ વાળને ઢાંકવામાં મદદ કરશે. બેનીઝ સ્ટાઇલિશ એકસેસરીઝમાંથી એક છે.
બેરેટ
જો તમે ખરાબ વાળ છુપાવવા માટે કોઇ વિકલ્પ શોધતા હો તો બેરેટ પસંદ કરી શકો. એ કેઝયુઅલ આઉટફિટ્‌સ સાથે પેર કરવાનું પણ ઘણું આસાન છે. સ્ટાઇલિશ અને એલિગન્ટ બનાવવાનું કામ કરે છે.

હેડ સ્કાર્ફ
જો તમારા વાળ ખરાબ દેખાતા હોય તો વાળને વાઇબ્રન્ટ સ્કાર્ફથી કવર કરી શકાય. આ ઉપરાંત હેર રેપ્સનો પણ ઉપયોગ કરી શકાય. એ કાપડમાંથી બનેલા પહોળા હેરબેન્ડસ છે જે વાળનો ઘણો ભાગ કવર કરે છે.
હેર ચેન
વાળને આકર્ષક બનાવવા માટે પેન્ડન્ટવાળી લેયર્ડ કે નોર્મલ ચેન નાખી શકાય. તમારા નેકલેસનો પણ હેર એકસેસરી તરીકે ઉપયોગ કરી શકાય. હેરસ્ટાઇલ સિમ્પલ હોય તો એને આકર્ષક બનાવવા આ સ્પેશ્યલ એકસેસરી કામ આવશે.

હેર બ્રોચ
હેર બન હેરસ્ટાઇલ કરો ત્યારે એના પર બ્રોચ નાખો. એનાથી બનને અટ્રેકિટવ લુક મળશે અને એ સુંદર લાગશે. એ લુકમાં શાઇની ટચ એડ કરશે. આ એક સૌથી સરળ એકસેસરી છે જે તમે જાતે પણ નાખી શકો છો.
બન નેટ
નેટ એક જૂની જ એકસેસરી છે પરંતુ ફરી એ ટ્રેન્ડમાં છે. તમે તમારા આઉટફિટ સાથે મેચીંગ નેટ પણ નાખી શકો.

Most Popular

To Top