ઠંડાઇ મુસ કેક
- સામગ્રી
- કેક માટે
- ૧-૧/૨ કપ મેંદો
- ૧ કપ દહીં
- ૧/૨ કપ તેલ
- ૧ ટીસ્પૂન વેનિલા એસેન્સ
- ૧/૨ કપ ખાંડ
- ૧/૪ ટીસ્પૂન એલચી પાઉડર
- ૧ ટીસ્પૂન બેકિંગ પાઉડર
- ૧/૪ ટીસ્પૂન બેકિંગ સોડા
- ઠંડાઇ મુસ માટે
- ૧/૪ કપ ફ્રેશ ક્રીમ
- ૧૦૦ ગ્રામ સમારેલી વ્હાઇટ ચોકલેટ
- ૧ કપ હેવી વ્હિપિંગ ક્રીમ
- ૨ ટેબલસ્પૂન ઠંડાઇ સિરપ
- ગાર્નિશિંગ માટે
- ૨ ટેબલસ્પૂન સમારેલી બદામ
- ૧ ટેબલસ્પૂન સમારેલા પિસ્તા
- ૧/૪ ટીસ્પૂન કેસર
- રીત
- ઓવનને ૧૮૦ં સે. તાપમાને પ્રીહીટ કરો.
- ૮’’ ના રાઉન્ડ કેક ટીનમાં બટર પેપર મૂકો અને સાઇડને ગ્રીસ કરો.
- એક બાઉલમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ચાળી મિકસ કરો.
- બીજા એક બાઉલમાં તેલ, ખાંડ, દહીં, વેનિલા એસેન્સ, અને એલચી પાઉડર લઇ ઇલેકિટ્રક બીટરથી મિકસ કરો.
- તેમાં ધીમે ધીમે લોટનું મિશ્રણ નાખી સ્પેચ્યુલાથી મિકસ કરો. વધારે પડતું મિકસ ન કરો.
- એને કેક ટીનમાં રેડી પ્રીહીટેડ ઓવનમાં ૧૮૦ં સે. તાપમાને ૨૫ મિનિટ બેક કરો. કેકને બહાર કાઢી દસ મિનિટ ઠંડી થવા દો. ત્યાર બાદ ડીમોલ્ડ કરી વાયર રેક પર ઠંડી થવા દો. એક બાઉલમાં સમારેલી વ્હાઇટ ચોકલેટ લો.
- એક નાના સોસપેનમાં ફ્રેશ ક્રીમ લઇ ધીમા તાપે ઉકાળો. ગરમ ક્રીમને વ્હાઇટ ચોકલેટ પર રેડી થોડી વાર રહેવા દો. પછી સ્પેચ્યુલાથી ચોકલેટ પીગળે ત્યાં સુધી હલાવો અને ઠંડું થવા દો.
- હેવી વ્હિપિંગ ક્રીમને બીટ કરો. ચોકલેટનું મિશ્રણ એકદમ ઠંડું પડે એટલે એમાં ઠંડાઇ સિરપ નાખી મિકસ કરો. ત્યાર બાદ તેમાં ધીરે ધીરે વ્હિપ્ડ ક્રીમ નાખી સ્પેચ્યુલાથી હળવેથી મિકસ કરો.
- ૮’’ ના રાઉન્ડ સ્પ્રિંગ કેક ટીનમાં કેક મૂકો. એના પર તૈયાર કરેલું મૂસ પાથરો. એને કેસર, બદામ – પિસ્તાથી ગાર્નિશ કરી ફ્રીઝમાં રાખો.
- મૂસ કેકને ફ્રીઝમાં ચારથી પાંચ કલાક ચીલ કરો.
- સર્વ કરતાં પહેલાં કેક ડીમોલ્ડ કરો.
ઠંડાઇ ટ્રાયફલ
- સામગ્રી
- ઠંડાઇ પેસ્ટ માટે
- ૨૦ નંગ બદામ
- ૧૫ નંગ કાજુ
- ૧૫ નંગ પિસ્તા
- ૧-૧/૨ ટીસ્પૂન મગજતરી
- ૧ ટેબલસ્પૂન ખસખસ
- ૧ ટેબલસ્પૂન વરિયાળી
- ૧ ટેબલસ્પૂન મરી
- ૪-૫ નંગ એલચી
- દૂધ માટે
- ૧/૨ લિટર દૂધ
- ૧/૨ ટીસ્પૂન જાયફળ પાઉડર
- ૧ ટીસ્પૂન એલચી પાઉડર
- ૨ ટેબલસ્પૂન ખાંડ
- અન્ય સામગ્રી
- ૨૦૦ ગ્રામમાવા કેક
- ૧/૨ કપ સમારેલાં ડ્રાયફ્રૂટ
- ૨ કપ વ્હિપ્ડ ક્રીમ
- ૨-૩ ટેબલસ્પૂન સ્ટ્રોબેરી સિરપ
- ૧ કપ મીઠી બુંદી
- રીત
- એક બાઉલમાં બદામ, કાજુ, પિસ્તા, મગજતરી, ખસખસ અને વરિયાળીને હૂંફાળા પાણીમાં બે – ત્રણ કલાક પલાળો. મિકસરમાં પલાળેલી સામગ્રી, મરી, એલચી લઇ ઝીણી પેસ્ટ વાટો.
- વ્હિપ્ડ ક્રીમમાં આ પેસ્ટ મિકસ કરી ફ્રીઝમાં રાખો.
- દૂધ ગરમ કરી તેમાં જાયફળ, એલચી પાઉડર, ખાંડ નાખી મિકસ કરો.
- આ દૂધમાં માવા કેક બે – ત્રણ મિનિટ બોળો.
- એક મસુન જારમાં નીચે સ્ટ્રોબેરી સિરપ રેડો. તેના પર માવા કેકનો ભૂકો કરી નાખો. તેના પર સમારેલાં નટ્સ નાખો. છેલ્લે ઠંડાઇ વ્હિપ્ડ ક્રીમનું લેયર કરો.
- મીઠી બુંદીથી ગાર્નિશ કરી ચીલ્ડ સર્વ કરો.
ઠંડાઇ સિરપ
સામગ્રી
પલાળવા માટે
૧/૪ કપ બદામ
૧/૪ કપ પિસ્તા
૧/૨ ટેબલસ્પૂન મરી
૧૦ નંગ એલચી
૨ ટેબલસ્પૂન વરિયાળી
૨ ટેબલસ્પૂન મગજતરી
ચપટી કેસર
અન્ય સામગ્રી
૨ ટેબલસ્પૂન ગુલકંદ
૧/૪ કપ પાણી
ચાસણી માટે
૧૦૦ ગ્રામ ખાંડ
૨૫૦ એમ.એલ પાણી
ચપટી કેસર
- રીત
- એક બાઉલમાં પલાળવા માટેની બધી સામગ્રી લઇ તેના પર ગરમ પાણી રેડી મિકસ કરો. ઢાંકણું ઢાંકી ચાર -પાંચ કલાક રહેવા દો. ચાર – પાંચ કલાક બાદ વધારાનું પાણી કાઢી લો. એ પાણી રહેવા દો.
- મિકસર જારમાં પલાળેલી વસ્તુઓ, ગુલકંદ અને બાકી રાખેલું પાણી લઇ ઝીણી પેસ્ટ વાટો. જરૂર પડે તો થોડું થોડું પાણી નાખો. વાટેલી પેસ્ટને બાજુ પર રાખો.
- એક મોટા પેનમાં ખાંડ અને પાણી અને ચપટી કેસર મિકસ કરી ઉકાળો. પાણી ઊકળે એટલે એમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી મિકસ કરો. હલાવતાં રહી મધ્યમ તાપે લગભગ ૨૦ મિનિટ થવા દો. ૨૦ મિનિટ બાદ મિશ્રણ જાડું થશે અને સ્પૂનની પાછળ લાગશે. ગેસ પરથી ઉતારી ઠંડું થવા દો. મિશ્રણ ઠંડું પડે એટલે ફરી એક વાર બ્લેન્ડ કરો.
- મિશ્રણને સ્વચ્છ બોટલમાં ભરી ફ્રીઝમાં રાખવાથી ૧૫ દિવસ રહે છે.
- ઠંડાઇ બનાવવા માટે સ્વાદાનુસાર ઠંડાઇ સિરપ લઇ ઠંડાઇ બનાવો.