SURAT

મીઠાઇના વેપારીના પિતાનું અવસાન થતા પરિવાર રાજસ્થાન ગયો અને જૂના કારીગરનાં મિત્રએ કર્યુ કંઈક આવું

સુરત : મીઠાઇના દુકાનદારને નોકરના ભરોસે ઘર (Home) છોડવાનું ભારે પડી ગયુ હતુ. મીઠાઇની દુકાનમાં કામ કરી ગયેલા જૂના નોકરે ઘરમાં રહેવા માટે મંજૂરી માંગી હતી અને તેની સાથે અન્ય મિત્રને (Friend) લઇને ઘરમાં રહેવા આવ્યો હતો. દરમિયાન મીઠાઇ દુકાનદારના ઘરમાં જૂના નોકર સાથે આવેલા નવા મહેમાને હાથ મારીને રોકડી કરી લીધી હતી. સરથાણામાં મીઠાઇની દુકાન ધરાવતા વેપારીના પિતાનું અવસાન (Death) થતા તેઓ અંતિમક્રિયા કરવા માટે રાજસ્થાન (Rajasthan) ગયા હતા. તે દરમિયાન તકનો લાભ લઇને ઘરે બે દિવસ માટે રહેવા આવેલા જૂના કારીગરની સાથે આવેલા મિત્રએ 4 લાખ રોકડા તેમજ દાગીના મળી 5.98 લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ મામલો પોલીસ (Police) મથકમાં દાખલ થયો છે

પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજસ્થાનના બાલેસર તાલુકાના ઉતાંબર ગામના વતની અને સુરતમાં સરથાણા શ્યામધામ ચાર રસ્તા નજીક સરસ્વતી વિહાર સોસાયટીમાં રહેતા ઓમસિંગ જસુસિંગ રાજપુરોહિત વરાછામાં શ્રીરામદેવ ડેરી એન્ડ મીઠાઇ નામની દુકાન ધરાવે છે. તેઓને ત્યાં કામ કરતા કારીગર અશોક ચૌધરીએ તેમને ફોન કરીને કહ્યું હતું કે, મારે આવતીકાલે પેટ્રોલપંપ ઉપર નોકરીએ ચઢવાનું છે, મને એક રાત્રી રોકાણ કરવા દો. ઓમસિંગએ અશોક ચૌધરીને રહેવાની હા પાડી હતી. આ દરમિયાન અશોક ચૌધરી તેની સાથે રાજુ બિસ્નોઇ નામના યુવકને પણ સાથે રહેવા લાવ્યો હતો. પાંચ દિવસ બાદ જ્યારે ઓમસિંગ સુરત આવ્યા હતા, તેઓએ એક વેપારીને પેમેન્ટ આપવા માટે પત્ની પાસેથી રોકડા રૂપિયા મંગાવ્યા હતા, પરંતુ તપાસ કરતા તિજોરીમાં રોકડા રૂપિયા મળ્યા ન હતા, આ ઉપરાંત અન્ય બે લાખની કિંમતના દાગીના પણ મળી આવ્યા ન હતા. આ દરમિયાન ઓમસિંગએ કારીગર અશોક ચૌધરીની પુછપરછ કરતા તેણે કહ્યું કે, તમારી ગેરહાજરીમાં રાજુ બિસ્નોઇ ઉપર આવ-જા કરતો હતો. આ બાબતે સરથાણા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે રાજુ બિસ્નોઇની સામે ચોરીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

માલિકે ના પાડી છતાં પણ રાજુ અને અશોક બંને બે-ત્રણ દિવસ વધુ રોકાયા હતા
જ્યારે ઓમસિંગ તેમના પિતાના મૃતદેહને લઇને રાજસ્થાન ગયા તેના બીજા દિવસે અન્ય કારીગર સેતાનસિંગએ ઓમસિંગને કહ્યું કે, અશોક ચૌધરી અને રાજુ બિસ્નોઇ હજુ બે-ત્રણ દિવસ રોકાવા માંગે છે. ઓમસિંગએ સેતાનને ના પાડીને બંને યુવકોને ઘરેથી ચાલ્યા જવા માટે કહ્યું હતું. પરંતુ અશોક ચૌધરી અને રાજુ બિસ્નોઇ માન્યા ન હતા. આ દરમિયાન સેતાનસિંગ દુકાન સંભાળવા માટે જતો હતો ત્યારે રાજુ બિસ્નોએ ઘરમાંથી હાથ-ફેરો કર્યો હોવાનું પણ પોલીસને જણાવાયું હતું. પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top