National

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું, સાથે કેપ્ટન મિતાલી રાજે રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ભારતીય (Indian) મહિલા (Women) ટીમે વનડે ક્રિકેટની (Cricket) પ્રથમ મેચમાં (Match) પાકિસ્તાની (Pakistan) મહિલા ટીમને 107 રનથી હરાવી દીધું છે. ઈન્ડિયાની ટીમે 245 રન બનાવ્યાં હતાં. પાકિસ્તાનની ટીમ 43 ઓવરમાં 137 રન કરીને મેચ હારી ગઈ હતી. ભારતની રાજેશ્વરી ગાયકવાડે 4 વિકેટ લીઘી હતી. આ સાથે ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજે ડેબી હોકલી અને ચાર્લોટ એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે. તેણે ICC વર્લ્ડકપની કુલ 6 મેચમો ભાગ લીઘો છે. જયારે ડેબી હોકલી અને ચાર્લોટ એડવર્ડ્સ 5 મેચ રમી ચૂકી છે.

આજે રમાયેલી મેચમાં ભારતની શરૂઆત ખાસ ન હતી કારણકે 4 રન થતાંની સાથે જ એક વિકેટ પડી ગઈ હતી. આ પરિસ્થિતનો સામનો મધ્યમક્રમની બેટરોએ કર્યો હતો. પૂજા વસ્ત્રાકર તેમજ સ્નેહ રાણાએ અડધી સદી ફટકારી હતી. ટીમે 50 ઓવરમાં 244 રન ફટકારર્યા હતાં. બીજી તરફ પાકિસ્તાની ટીમ શરૂઆતથી જ દબાવમાં જોવા મળી હતી. 244 રન સામે પાકિસ્તાની ટીમ માત્ર 137 રન બનાવી શકી હતી. પાકિસ્તાનની ટીમ 137 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

મેચની શરૂઆતમાં ટોસ ઈન્ડિયન ટીમે જીતી હતી જેથી તેઓએ પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. 4 રનના સ્કોર પર ભારતે પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી દિપ્તી શર્મા અને સ્મૃતિ મંધાના વચ્ચે બીજી વિકેટ માટે 92 રનની શાનદાર પાર્ટનરશિપ જોવા મળી હતી. આ પાર્ટનરશિપે ભારતીય ટીમને એક સારો આઘાર આપ્યો હતો. દીપ્તિ શર્મા 40 રને આઉટ થઈ જતા ભારતે બેક ટુ બેક વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ સ્નેહ રાણાએ 53 રન અને પુજાવસ્ત્રકર 67 રન બનાવી 97 બોલમાં 122 રનની પાર્ટનરશિપ રમી હતી. તેઓની જોડીએ ભારતીય ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.

મેચનું અન્ય એક આકર્ષણ રહ્યું હતું મિતાલી રાજનો રેકોર્ડ. ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે વર્લ્ડ કપની પહેલી મેચ રમતાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. મિતાલી રાજ સૌથી વધુ ICC મહિલા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમનારી વિશ્વની પહેલી મહિલા ક્રિકેટર બની છે. તે અત્યારસુધી કુલ 6 ICC મહિલા વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂકી છે. આ ઘટનાને કારણે ભારતીય મહિલા ટીમ અને ભારતીય દર્શકોમાં રવિવારનો દિવસ બેવડી ખુશીનો દિવસ રહ્યો હતો.

Most Popular

To Top