Sports

વિશ્વના મહાન લેગ સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન

ઓસ્ટ્રેલ્યાના દિગ્ગજ ક્રિક્ટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હાર્ટ અટેકના (Heart Attack) કારણે નિઘન (Death) થયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શેન તેઓના વિલામાં ઢળી પડેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. મેડિકલ ટીમને જાણ કરવામાં આવતા તબીબી સ્ટાફ દ્વારા તેઓને ચકાસતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.

મળતી માહિતી મુજબ જાન્યુઆરી 2007માં શેન વોર્ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (International Cricket) સંન્યાન લીધો હતો. આ સાથે તેઓએ 1992થી 2007 સુધીના વર્ષોમાં 145 ટેસ્ટ મેચ તેમજ 194 વનડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતાં. આ ટેસ્ટ મેચોમાં તેઓએ પોતાની 25.41 ની બોલિંગ એવરેજથી 708 વિકેટો લીધી હતી. આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1319 વિકેટ લીધી હતી. શેન વોર્ને ભારત સામે 1992માં સિડની ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1001 વિકેટ લીધી હતી.

સમગ્ર ક્રિકેટ જગતમાં આ સમાચારથી સન્નાટો છવાય ગયો છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગ તેમજ પાકિસ્તાનના ખેલાડી શોએબ અખ્તરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપરથી પોતાનું દુખ વ્યકત કર્યુ છે. આ સાથે 12 કલાક અગાઉ જ શેને પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપરથી રોડ માર્શના અવસાન અંગેનું ટ્વિટ કરી પોતાનું દુખ વ્યકત કર્યુ હતું.

શેન વોર્ન વિશ્વના એકમાત્ર એવા ક્રિક્ટના ખેલાડી હતા કે જેમણે ટેસ્ટમાં ત્રણ હજાર કરતા વધારે રન બનાવ્યા હતા. પરંતુ તેઓએ પોતાની કારકિર્દીમાં ક્યારેય સદી ફટકારી ન હતી. આ ઉપરાંત તેઓ ઉપર સટ્ટાબાજી તેમજ પ્રતિબંધિત પદાર્થના સેવન કરવા બાબતે અનેક આરોપ લાગ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુઘ્ધ સમયે તેઓએ યુક્રેનની તરફેણમાં એક સંદેશ લખ્યો હતો. આ ઉપરાંત તેઓએ ટ્વિટ કરી તેઓએ રશિયાની યુક્રેન ઉપર કરવામાં આવેલ હુમલા તેમજ યુક્રેનની સામે થઈ રહેલી તમામ કાર્યવાહીને ખોટી, બિનજરૂરી તેમજ અયોગ્ય ગણાવી હતી.

Most Popular

To Top