યુક્રેનમાં રશિયાની ઘુસણખોરી સદીની દુર્લભ ઘટનાઓમાંની એક તરીકે ઈતિહાસમાં નોંધાશે, જે વિશ્વને તો અસર કરશે, સાથે ધીમે ધીમે વિશ્વના નક્શાને બદલી નાખશે.યુરોપમાં બુદ્ધિજીવીઓ એવું માનતાં હતાં કે કળથી યુરોપમાં દરેક સમાધાન મળી જાય છે તેમની ભ્રમણા તૂટી જશે,તેમની નજરો સામે એક યુરોપમાં બળથી સરહદો બદલી જશે! યુક્રેનિયનોની ધારણામાં અદ્ભુત પરિવર્તનનું પ્રતિબિંબ છે જે એક અઠવાડિયામાં થયું છે.યુક્રેનને લોકો સારી રીતે જાણતા ન્હોતા કારણ કે તેનો આરંભ અને આકાર ૧૯૯૧ પછી ઘડાયો. સૌથી વધુ અસર રશિયા પર પડશે,પુટીન શા માટે યુક્રેનની પાછળ પડ્યાં? તે યુક્રેનને વૈચારિક દુશ્મન તરીકે જોતાં આવ્યાં છે. થોડા દિવસો પહેલાં જ પુટીને રશિયન ટેલિવિઝનમાં સ્પષ્ટ સંદેશ આપ્યો હતો યુક્રીનને સર્વભૌમ રહેવાનો અધિકાર નથી,સર્વભૌમત્વ ફક્ત રશિયા છે! મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે એક વર્ષથી પુટીન દાવ પર દાવ ગોઠવી રહ્યાં હતાં પણ દુનિયાનાં નેતાઓએ તેની ગંભીરતા સ્વીકારી નહીં.આ યુદ્ધ ભૂગોળની સીમા ઉલ્લંઘન સાથે થયું છે પણ તેનાં છાંટા આખી દુનિયાને દઝાડશે. પુટીનની વ્યથા અજાણી નથી.તે ડ્રેસ્ડનમાં કેજીબીના અધિકારી હતાં.તે દરમ્યાન બર્લિનની દીવાલ તૂટી અને પૂર્વ જર્મની પર સોવિયત વર્ચસ્વનો અંત થયો.
યુરોપિયન યુનિયન કદી તેની લશ્કરી સંડોવણી અથવા તેની વિદેશ નીતિ માટે પણ જાણીતું નથી,તે હવે યુક્રેનને ફાઇટર જેટ સપ્લાય કરી રહ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડ પણ રશિયન સંપત્તિઓ ફ્રીઝ કરી રહ્યું છે. અમેરિકાએ રશિયા પર એટલું ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું છો, પ્રેસિડેન્ટ ઓબામા અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ તેને દુશ્મન તરીકે જોવા માટે અનિચ્છા દર્શાવી હતી.હવે પરિસ્થિતિ નવી દૃષ્ટિએ જોવાની અમેરિકાને ફરજ પાડશે! અમેરિકન વિદેશ નીતિમાં ચોક્કસ બદલાવ આવશે. તેમણે રશિયા તરફથી લશ્કરી અને પરમાણુ ખતરાના સંકેત જોઈ લીધા છે. વાણિજ્ય આ યુગનું પ્રાથમિક લક્ષ્ય આખી દુનિયાનું છે.યુક્રેનની પણ અનાજ,ટેક ઉદ્યોગ અને મેડિકલ શિક્ષણ સંસ્થાઓ સારું સ્થાન ધરાવતી હતી. ચીનની કૂટનીતિ સ્પષ્ટ નથી પણ તે ભાઈ અને દોસ્ત જેટલો સમાંતર ફરક રાખી રશિયાની પડખે જ રહેશે. અહીં દોસ્તોના દોસ્ત તેનાથી અલગ પડી જશે,વિકલ્પોની શોધ શરૂ થઈ ચૂકી છે.વેનેઝુએલા,ઈરાન,મલેસિયા જેવા દેશો છેડા બદલશે પરિણામે એશિયામાં ભારત સહિત ઘણા દેશોમાં વ્યાપાર માર્ગ પરિવર્તિત થશે.
સૌથી મૂંઝવતી સમસ્યા ક્રૂડની છે.રશિયાની કે પુટીનની મહત્ત્વાકાંક્ષાને બ્રેક મારવા ક્રૂડ ઉત્પાદક દેશોને ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવો પડે તો તિરાડ મોટી થશે,કોલસો ,વીજળી અને ગેસ માટે વિકલ્પો માટે નવા રસ્તાઓ શોધવા પડશે,આ એક સાંકડી પણ ગૂંચવાયેલી સમસ્યા આખી દુનિયા માટે ફુગાવો વધારશે,કોઈ પણ યુદ્ધ પછી આર્થિક દશા-અવદશાના છાંટા ઊડયા વગર રહેતાં નથી.કેટલાક દેશોની આર્થિક ગતિ ધીમી પડશે તો પાટા પર ઊતરી ગયેલા દેશો અધોગતિ તરફ ધકેલાશે. વૈશ્વિક વ્યાપારમાં સાયલન્ટ યુદ્ધ પણ અસર દેખાડ્યા વગર રહેતું નથી.આ ધડાકા તો જગજાહેર થયા,એક યા બીજી રીતે બધા દેશો તેમાં સંકળાયાં,કોઈ બાદ નથી.અફર રહીને પણ કૂટનીતિનો ભોગ બન્યા વગર છૂટકો જ નથી.
રશિયા કે પુટીન જંપી જશે એવી ધારણા ખોટી પડશે,તેને ઘરઆંગણે વિરોધ સહન કરવો પડે તો પણ તેની સત્તા સલામત છે,દેશમાં તેનાં ઘોર વિરોધીઓ ટીકા કરશે પણ યુદ્ધમાં તેનું સમર્થન જ કરશે,આ એક મુદ્દો પુટીનને બળવાન બનાવે છે. રશિયા અને ઈરાન નજીક આવે એવી પણ શક્યતા છે.આમ થાય તો તેલ ઉત્પાદક સહિત તમામ દેશોને યુદ્ધને યોગ્ય સમયે પારખી ન લેવાની કિંમત ચુકવવી પડશે.મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ જ યુદ્ધ પછી દેખાય છે. ગ્લોબલ માર્કેટિંગમાં રેન્કિંગ બદલાઈ રહ્યાં છે તે સંકેત છે,યુદ્ધની આડઅસર દેખાવાનાં લક્ષણ છે. યુક્રેન અને રશિયા તો રણક્ષેત્રમાં હતાં અને તે ખુવારી દુનિયાએ જોઈ પણ અસલ વિશ્વયુધ્ધ તો જરૂરતોનું હવે થશે.જે દેશો એવું ધારતાં હતાં કે યુક્રેન પર આક્રમણ કરશે તો રશિયાને આંતરરાષ્ટ્રિય સ્તર પર પહોંચી વળીશું તેમની ઈચ્છા પૂરી નહીં થાય.પુટીનને પાઠ ભણાવવા પહેલાં યુદ્ધને કારણે જે કફોડી સ્થિતિ ઊભી થઈ છે પહેલાં તેની સાથે ઝૂઝવું પડશે.
વિશ્વનાં અર્થશાસ્ત્રીઓ હજી મહામારીના આંકડા સરખા કરે તે પહેલાં ખરેખરની મારામારીએ તેમની સામે મોટા આંકડા મૂકી દીધા છે.કોઈને નાની તો કોઈને મોટી થપાટ જરૂર લાગશે! ઘા રૂઝાય તે પહેલાં હવે દોસ્ત અને દુશ્મનના સાચા ચહેરા સામે આવશે,યુક્રેનને હંફાવવાની કિંમત પણ ચૂકવવી પડશે તો યુક્રેનને માંચડે ચડાવનાર દેશોને પણ રાજદ્વારી સંબંધો ફરીથી સાંધવા પડશે! તેલ,સપ્લાય,મેટલ તો અટવાઈ જ ગયા છે.નવા પડકારો પણ છે.વિશ્વભરમાં ઉત્પાદનોમાં માળખાકીય સગવડો માટે જ તકલીફો દેખાય છે. વૈશ્વિક સપ્લાય ચેઇનની કંપનીઓ માટે વધુ વિક્ષેપો, વિલંબ અને ઊંચા ભાવોનું નડતર! ઘણા ઉદ્યોગો પરિસ્થિતિ વધુ ખરાબ થવાની તૈયારી કરી રહ્યા છે.જે દેશોમાં લોકતાંત્રિક વ્યવસ્થા છે,જેમને આવતાં બે વર્ષોમાં ફરી લોકો સામે જવું પડશે અને યુદ્ધમાં તેમની ભૂમિકા વિશે કહેવું પડશે તેમની પરીક્ષા આવતા અઠવાડિયે જ શરૂ થઈ જશે,કોણે શું મેળવ્યું તેનો તાગ મેળવવા કરતાં શું ગુમાવ્યું તે તાગનો કાગ હવે થશે! -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
યુક્રેનમાં રશિયાની ઘુસણખોરી સદીની દુર્લભ ઘટનાઓમાંની એક તરીકે ઈતિહાસમાં નોંધાશે, જે વિશ્વને તો અસર કરશે, સાથે ધીમે ધીમે વિશ્વના નક્શાને બદલી નાખશે.યુરોપમાં બુદ્ધિજીવીઓ એવું માનતાં હતાં કે કળથી યુરોપમાં દરેક સમાધાન મળી જાય છે તેમની ભ્રમણા તૂટી જશે,તેમની નજરો સામે એક યુરોપમાં બળથી સરહદો બદલી જશે! યુક્રેનિયનોની ધારણામાં અદ્ભુત પરિવર્તનનું પ્રતિબિંબ છે જે એક અઠવાડિયામાં થયું છે.યુક્રેનને લોકો સારી રીતે જાણતા ન્હોતા કારણ કે તેનો આરંભ અને આકાર ૧૯૯૧ પછી ઘડાયો. સૌથી વધુ અસર રશિયા પર પડશે,પુટીન શા માટે યુક્રેનની પાછળ પડ્યાં? તે યુક્રેનને વૈચારિક દુશ્મન તરીકે જોતાં આવ્યાં છે. થોડા દિવસો પહેલાં જ પુટીને રશિયન ટેલિવિઝનમાં સ્પષ્ટ સંદેશ આપ્યો હતો યુક્રીનને સર્વભૌમ રહેવાનો અધિકાર નથી,સર્વભૌમત્વ ફક્ત રશિયા છે! મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે એક વર્ષથી પુટીન દાવ પર દાવ ગોઠવી રહ્યાં હતાં પણ દુનિયાનાં નેતાઓએ તેની ગંભીરતા સ્વીકારી નહીં.આ યુદ્ધ ભૂગોળની સીમા ઉલ્લંઘન સાથે થયું છે પણ તેનાં છાંટા આખી દુનિયાને દઝાડશે. પુટીનની વ્યથા અજાણી નથી.તે ડ્રેસ્ડનમાં કેજીબીના અધિકારી હતાં.તે દરમ્યાન બર્લિનની દીવાલ તૂટી અને પૂર્વ જર્મની પર સોવિયત વર્ચસ્વનો અંત થયો.
યુરોપિયન યુનિયન કદી તેની લશ્કરી સંડોવણી અથવા તેની વિદેશ નીતિ માટે પણ જાણીતું નથી,તે હવે યુક્રેનને ફાઇટર જેટ સપ્લાય કરી રહ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડ પણ રશિયન સંપત્તિઓ ફ્રીઝ કરી રહ્યું છે. અમેરિકાએ રશિયા પર એટલું ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું છો, પ્રેસિડેન્ટ ઓબામા અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ તેને દુશ્મન તરીકે જોવા માટે અનિચ્છા દર્શાવી હતી.હવે પરિસ્થિતિ નવી દૃષ્ટિએ જોવાની અમેરિકાને ફરજ પાડશે! અમેરિકન વિદેશ નીતિમાં ચોક્કસ બદલાવ આવશે. તેમણે રશિયા તરફથી લશ્કરી અને પરમાણુ ખતરાના સંકેત જોઈ લીધા છે. વાણિજ્ય આ યુગનું પ્રાથમિક લક્ષ્ય આખી દુનિયાનું છે.યુક્રેનની પણ અનાજ,ટેક ઉદ્યોગ અને મેડિકલ શિક્ષણ સંસ્થાઓ સારું સ્થાન ધરાવતી હતી. ચીનની કૂટનીતિ સ્પષ્ટ નથી પણ તે ભાઈ અને દોસ્ત જેટલો સમાંતર ફરક રાખી રશિયાની પડખે જ રહેશે. અહીં દોસ્તોના દોસ્ત તેનાથી અલગ પડી જશે,વિકલ્પોની શોધ શરૂ થઈ ચૂકી છે.વેનેઝુએલા,ઈરાન,મલેસિયા જેવા દેશો છેડા બદલશે પરિણામે એશિયામાં ભારત સહિત ઘણા દેશોમાં વ્યાપાર માર્ગ પરિવર્તિત થશે.
સૌથી મૂંઝવતી સમસ્યા ક્રૂડની છે.રશિયાની કે પુટીનની મહત્ત્વાકાંક્ષાને બ્રેક મારવા ક્રૂડ ઉત્પાદક દેશોને ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવો પડે તો તિરાડ મોટી થશે,કોલસો ,વીજળી અને ગેસ માટે વિકલ્પો માટે નવા રસ્તાઓ શોધવા પડશે,આ એક સાંકડી પણ ગૂંચવાયેલી સમસ્યા આખી દુનિયા માટે ફુગાવો વધારશે,કોઈ પણ યુદ્ધ પછી આર્થિક દશા-અવદશાના છાંટા ઊડયા વગર રહેતાં નથી.કેટલાક દેશોની આર્થિક ગતિ ધીમી પડશે તો પાટા પર ઊતરી ગયેલા દેશો અધોગતિ તરફ ધકેલાશે. વૈશ્વિક વ્યાપારમાં સાયલન્ટ યુદ્ધ પણ અસર દેખાડ્યા વગર રહેતું નથી.આ ધડાકા તો જગજાહેર થયા,એક યા બીજી રીતે બધા દેશો તેમાં સંકળાયાં,કોઈ બાદ નથી.અફર રહીને પણ કૂટનીતિનો ભોગ બન્યા વગર છૂટકો જ નથી.
રશિયા કે પુટીન જંપી જશે એવી ધારણા ખોટી પડશે,તેને ઘરઆંગણે વિરોધ સહન કરવો પડે તો પણ તેની સત્તા સલામત છે,દેશમાં તેનાં ઘોર વિરોધીઓ ટીકા કરશે પણ યુદ્ધમાં તેનું સમર્થન જ કરશે,આ એક મુદ્દો પુટીનને બળવાન બનાવે છે. રશિયા અને ઈરાન નજીક આવે એવી પણ શક્યતા છે.આમ થાય તો તેલ ઉત્પાદક સહિત તમામ દેશોને યુદ્ધને યોગ્ય સમયે પારખી ન લેવાની કિંમત ચુકવવી પડશે.મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ જ યુદ્ધ પછી દેખાય છે. ગ્લોબલ માર્કેટિંગમાં રેન્કિંગ બદલાઈ રહ્યાં છે તે સંકેત છે,યુદ્ધની આડઅસર દેખાવાનાં લક્ષણ છે. યુક્રેન અને રશિયા તો રણક્ષેત્રમાં હતાં અને તે ખુવારી દુનિયાએ જોઈ પણ અસલ વિશ્વયુધ્ધ તો જરૂરતોનું હવે થશે.જે દેશો એવું ધારતાં હતાં કે યુક્રેન પર આક્રમણ કરશે તો રશિયાને આંતરરાષ્ટ્રિય સ્તર પર પહોંચી વળીશું તેમની ઈચ્છા પૂરી નહીં થાય.પુટીનને પાઠ ભણાવવા પહેલાં યુદ્ધને કારણે જે કફોડી સ્થિતિ ઊભી થઈ છે પહેલાં તેની સાથે ઝૂઝવું પડશે.
વિશ્વનાં અર્થશાસ્ત્રીઓ હજી મહામારીના આંકડા સરખા કરે તે પહેલાં ખરેખરની મારામારીએ તેમની સામે મોટા આંકડા મૂકી દીધા છે.કોઈને નાની તો કોઈને મોટી થપાટ જરૂર લાગશે! ઘા રૂઝાય તે પહેલાં હવે દોસ્ત અને દુશ્મનના સાચા ચહેરા સામે આવશે,યુક્રેનને હંફાવવાની કિંમત પણ ચૂકવવી પડશે તો યુક્રેનને માંચડે ચડાવનાર દેશોને પણ રાજદ્વારી સંબંધો ફરીથી સાંધવા પડશે! તેલ,સપ્લાય,મેટલ તો અટવાઈ જ ગયા છે.નવા પડકારો પણ છે.વિશ્વભરમાં ઉત્પાદનોમાં માળખાકીય સગવડો માટે જ તકલીફો દેખાય છે. વૈશ્વિક સપ્લાય ચેઇનની કંપનીઓ માટે વધુ વિક્ષેપો, વિલંબ અને ઊંચા ભાવોનું નડતર! ઘણા ઉદ્યોગો પરિસ્થિતિ વધુ ખરાબ થવાની તૈયારી કરી રહ્યા છે.જે દેશોમાં લોકતાંત્રિક વ્યવસ્થા છે,જેમને આવતાં બે વર્ષોમાં ફરી લોકો સામે જવું પડશે અને યુદ્ધમાં તેમની ભૂમિકા વિશે કહેવું પડશે તેમની પરીક્ષા આવતા અઠવાડિયે જ શરૂ થઈ જશે,કોણે શું મેળવ્યું તેનો તાગ મેળવવા કરતાં શું ગુમાવ્યું તે તાગનો કાગ હવે થશે!
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.