Gujarat

સરકાર વિકાસને વધુને વધુ આગળ લઈ જવા કટિબદ્ધ : રાજ્યપાલ

ગાંધીનગર : રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે ગુજરાત (Gujarat) વિધાનભામાં તેમના પ્રવચનમાં ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) સરકારની 121 દિવસની સિદ્ધીઓને આગળ ધરીને સરકારની કામગીરીની પ્રસંશા કરી હતી. રાજયપાલે તેમના પ્રવચનમાં કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જે વિકાસના પથ અપનાવ્યો છે તે જ માર્ગે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકાર આગળ વધી રહી છે. રાજયમાં છેવાડાના માનવીને પ્રજાલક્ષી યોજનાઓના લાભ મળતા થાય તે માટે સરકારે નીતિ નિયમોને સરળ બનાવ્યા છે. કોરાનાની ત્રીજી લહેર વખતે સરકાર અસરકારક રસીકરણ અપનાવીને અત્યાર સુધીમાં 10.29 કરોડ લોકોને રસી આપી છે. જયારે 76 ટકાથી વધારે યુવાઓને પણ રસીના બંને ડોઝ આપી દેવાયા છે.

રાજયપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે ગણવત્તાસભર આરોગ્ય સેવાઓ, લોકાભિમુખ વહીવટ, સરળ ઝડપી મહેસુલી સેવાઓ, મહિલા સશકિત્તકરણ, સ્માર્ટ સીટી સહિતની સેવાઓ સમયમર્યાદામાં આપી છે. સ્ટુન્ડન્ટ સ્ટાર્ટ અપ નીતિ, બાયો ટેકનોલોજી નીતિ, ઈ સરકાર એપ્લિકેશન, મહેસુલી મેળાઓ, નવી આઈટી નીતિ જાહેરાત દ્વારા ગુજરાતના આગવા વિકાસ તથા સર્વવ્યાપક વિકાસને વેગ આપવા કટિબદ્ધ છે.

Most Popular

To Top