સુરતઃ સુરત (Surat) રેલવે સ્ટેશન (Railway Station) પર ગઈકાલે દાઝી ગયેલા એક વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં (Hospital) કેઝ્યુલિટી વોર્ડમાં (Ward) ખસેડાયો હતો. જ્યાં આ યુવકે ફરજ પર હાજર નર્સ (Nurse) ઉપર લોખંડના પાયા વાળા સ્ટીલના ટેબલથી હુમલો (Attack) કર્યો હતો. આ બનાવમાં વરાછા પોલીસે નર્સની ફરિયાદ લઇ આરોપી સામે ગુનો (Complaint) દાખલ કર્યો હતો.
વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ગામમાં ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા જીગરકુમાર જયંતભાઇ પટેલની પત્નિ ઝંખનાબેન સ્મીમેર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે સ્મીમેરમાં કેઝ્યુલિટી વિભાગમાં ફરજ પર હાજર હતી. ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પર દાજી ગયેલા એક યુવાનને સારવાર માટે પોલીસ લાવી હતી. યુવકની સારવાર કરતા હતા ત્યારે તેને કેઝ્યુલિટી વિભાગમાં લોખંડના પાયા વાળુ સ્ટીલનુ ટેબલ ઝંખનાબેનને માથામાં મારી દીધું હતું. માથું ફાટી જતા લોહીલુહાણ થઇ ગયા હતા. બનાવને પગલે સ્મીમેરમાં કેઝ્યુલિટી વિભાગમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્મીમેરના સ્ટાફમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ગઈકાલે વરાછા પોલીસે હુમલાખોર સામે ફરજમાં રૂકાવટનો અને હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.