Top News

યુક્રેન રશિયા વચ્ચે મળેલી બેઠકમાં કોઈ નીવેડો નહિ આવ્યો, યુઘ્ઘના વાદળો હજુ પણ મંડરાઈ રહ્યાં છે

રશિયા યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે આજે રશિયા તેમજ યુક્રેન બંને દેશની બેલારુસમાં બેઠક મળી રહી છે. આ બેઠક અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ વાતચીતથી સફળતાની કોઈ આશા નથી, પરંતુ શાંતિ માટે એક પ્રયાસ કરવામાં આવે. આ સાથે તેઓએ રશિયાને યુક્રેનની સરહદ પરથી પોતાની સેના હટાવવા જણાવ્યું હતું. આ બેઠક માટે રશિયા અને યુક્રેનનું ડેલિગેશન બેલારુસ બોર્ડર પર પહોંચી ગયું હતું. યુદ્ધ સમાપ્ત કરવા માટે બંને દેશોએ બેલારુસ-યુક્રેન બોર્ડર પર 3 કલાક સુઘી ચર્ચા કરી હતી પરંતુ આ બેઠકમાં યુઘ્ઘને કાઈલઈ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મળતી માહિતી અનુસાર બંને દેશ ટૂંક સમયમાં ફરી એકવાર ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ રશિયા-બેલારુસના એથેલીટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

સૂત્રોએ આપેલી જાણકારી મુજબ રશિયા યુક્રેન પર 16 કલાકમાં કબજો કરવા માંગે છે. આ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એટમી હથિયારનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવ્યો છે. એટમી કમાન્ડવાળા યુનિટની રજાઓ રદ કરી દેવામાં આવી છે. તેઓને હુમલાની તૈયારી કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. ડિફેન્સ મિનિસ્ટર સર્ગેઈ શોઈગ્યુએ સોમવારે બપોરે પુતિનને હુમલો કેવી રીતે કરવાનો છે તે પ્લાનની સંપૂર્ણ જાણકારી આપી હતી. આ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિએ જાહેર કર્યુ છે કે રશિયા સામેની લડાઈમાં જે કેદીઓ સામેલ થવાની ઈચ્છા ધરાવતા હોય તેમને સૈન્ય તાલીમ સાથે મુક્ત કરવામાં આવશે.

રશિયન મીડિયાએ આપેલી માહિતી અનુસાર રશિયાએ યુક્રેન પર હુમલો કરવા માટે પરમાણુ યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીઘો છે. દુનિયામાં સૌથી વધુ 5 હજાર 977 પરમાણુ રશિયા પાસે છે. યુક્રેન ઉપર રશિયાનું આક્રમણનો આજે પાંચમો દિવસે છે. અગાઉ બંને દેશો બેલારુસમાં મંત્રણા કરવા સંમત થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ યુક્રેન મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની સ્પેશિયલ ઈમર્જન્સી સેશનમાં મોકલવા માટે મતદાન કર્યું હતું. આ પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિપક્ષમાં 1 વોટ પડ્યો. ભારત, ચીન અને યુએઈએ ફરી એકવાર વોટિંગથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.

બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાને કહ્યું કે, તુરંત જ યુદ્ધ રોકી દો. અને તમારી સેનાને યુક્રેનમાંથી હટાવી દો. યુક્રેનનાં વિદેશ મંત્રીઅર જણાવ્યું કે, પુતિન 21મી સદીના સોથી મોટા હિટલર છે, રશિયા સાથે વેપાર કરવો એટલે યુદ્ધનાં ગુનામાં મદદ, તેઓએ યુક્રેને રશિયા સાથેનાં તમામ વ્યાપારિક સંબંધો તોડી નાખવા અપીલ કરી છે. રશિયાના રક્ષામંત્રીએ દાવો કર્યો છે કે યુક્રેનના એરસ્પેસ પર અમારો સંપૂર્ણ કબજો છે. યુનાઇટેડ નેશનએ જણાવ્યું કે, રશિયાના હુમલા બાદ પાંચ લાખથી વધુ લોકો યુક્રેન છોડી ગયા છે.

Most Popular

To Top