Top News

યુદ્ધનો સામનો કરવા યુક્રેનમાં બીયર ફેક્ટરીમાં બની રહ્યાં બોમ્બ

નવી દિલ્હી: યુક્રેનની સરકારે તેના દેશવાસીઓને રશિયન (Russian) સેનાનો સામનો કરવા માટે મોલોટોવ કોકટેલ પેટ્રોલ બોમ્બ (Molotov cocktail petrol bomb) બનાવવા વિનંતી કરી છે. આ બોમ્બની મદદથી તેઓ પોતાની સુરક્ષા કરી શકશે. આ દરમિયાન પશ્ચિમ યુક્રેનના (Ukraine) મુખ્ય શહેર લ્વિવમાં (Lviv) પ્રવદા બ્રૂઅરીના ( Pravda brewery) કર્મચારીઓએ બીયરને બદલે મોલોટોવ કોકટેલ બનાવવાનું શરૂ કર્યું છે. આ એક યુક્રેનિયન ઐતિહાસિક શહેર છે, જે પોલિશ સરહદની નજીક આવેલું છે. આ શહેરના લોકોને ડર છે કે રશિયન ટૈંકો ઘૂસીને તેનો નાશ કરી શકે છે.

  • રશિયાની સેનાનો સામનો કરવા યુક્રેનની તરકીબ
  • બીયર ફેક્ટરીમાં બને છે મોલોટોવ કોકટેલ પેટ્રોલ બોમ્બ
  • લોકો આ રીતે ફટાફટ તૈયાર કરી રહ્યાં છે બોમ્બ

આ બોમ્બનો ઉપયોગ કેવી રીતે થાય છે?
મોલોટોવ કોકટેલ પર બોલતા પ્રવદા બ્રૂઅરીના કર્મચારીએ કહ્યું કે બોમ્બ બનાવવા માટે સૌ પ્રથમ કપડું બરાબર ભીંજાય તેની રાહ જોવી પડશે. જ્યારે તે ભીનું થઈ જાય, ત્યારે સમજી લો કે મોલોટોવ કોકટેલ તૈયાર છે. આ પછી આ કપડું પેટ્રોલના મિશ્રણથી ભરેલી બિયરની બોટલની અંદર નાખવું. આમ બોટલ બોમ્બ તૈયાર થઈ જશે.

પ્રવદા બ્રુઅરીના માલિક યુરી ઝાસ્તાવનીએ મોલોટોવ કોકટેલ પેટ્રોલ બોમ્બ વિશે વાત કરતા કહ્યું કે “અમે આ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે કોઈએ તો કરવું પડશેને? અમારી પાસે આવડત છે. અમે 2014 માં શેરી ક્રાંતિમાંથી પસાર થયા હતા. યુરી ઝસ્તાવનીએ આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે કિવમાં પશ્ચિમ તરફી બળવો જેણે ક્રેમલિન સમર્થિત શાસનને ઉથલાવી દીધું. પછી અમે મોલોટોવ કોકટેલ બનાવ્યું.” યુરી ઝસ્તાવનીએ (Yuriy Zastavny) વધુમાં કહ્યું કે આ બનાવવાનો વિચાર તેમને એક કર્મચારી તરફથી આવ્યો હતો. તેમના ઘણા કર્મચારીઓએ વર્ષ 2014ની ક્રાંતિમાં ભાગ લીધો હતો. યુરી ઝસ્તાવનીએ આ યુદ્ધ જીતવા માટે બધું જ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

Most Popular

To Top