Vadodara

સ્ત્રીના વેશમાં પતિ લોકો સાથે અશ્લીલ ચેટિંગ કરતો

વડોદરા : શહેરના સેવાસી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેનો વલસાડો પતિ ખુબ જ ત્રાસ આપતો તેમજ પિયરમાંથી દહેજ લઈ આવવા માંગણી કરતો હતો. દંપતિને બે સંતાનોનો જન્મ થઈ ગયો હોય ત્યારે પતિ સોશિયલ મીડિયા પર પોતે સ્ત્રી હોય તેવા ફોટો મુકતો અને લોકો સાથે અશ્લીલ ચેટીંગ કરતો. પતિના ત્રાસથી તેની પત્નીને છેવટે કંટાળી વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પતિ શિતલ બાબુભાઈ પટેલ(રહે,વલસાડ) વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસને જણાવ્યું છે કે, તેને લગ્ન શિતલ સાથે વર્ષ 2006માં સમાજના રીતીરીવાજ મુજબ થયા હતા. લગ્ન પહેલા મે વધુ ભણવા માટે પતિ સાથે સ્પષ્ટા કરી હતી. પરંતુ પતિએ મને વધુ ભણવા દિધી ન હતી. પતિ ખુબ જ વહેમીલા સ્વભાવના હતો. તે નાની નાની વાતોએ ઝગડો કરી ત્રાસ આપતા હતા. ત્યારે અમને એક પુત્રીને જન્મ થયો હતો.

પતિ પિયરમાંથી દહેજ લાવવા દબાણ કરતો, માતા પિતા હયાન ન હોય તો મારા ભાઈ પાસેથી દહેજ લાવવા દબાણ કરતો. પતિ મારા ચારીત્ર્ય પર ખોટી શંકા કરતો. દરમિયાન અમને પુત્રનો જન્મ થયો હતો. ત્યારે પતિ શંકા કરતો કે આ બાળક તેનુ નથી. પતિ વિના કારણે મારી સાથે ખુબ મારઝુડ કરવા લાગ્યો હતો. આ બાદ હુ બાળકોના અભ્યાસ માટે વડોદરા રહેવા આવી હતી. પતિ વડોદરા આવતો ત્યારે એક દિવસે દિકરીએ પતિનો ફોન જોતા તે ચોંકી ઉઠી હતી. પતિએ સોશિયલ મીડિયા પર સ્ત્રીના કપડા પહેરી, મેક અપ કરી પોતે સ્ત્રી હોય તેવા ફોટો મુક્યા હતા. અને લોકો સાથે અશ્લીલ ચેટીંગ કરતા હતા. પતિ વડોદરા બરાનપુરા વ્યંઢળ સમાજમાં પણ મળવા જતા તેવી માહિતી મળી હતી.

પતિની માનસિક વિકૃતિ છતી થઈ ગઈ હતી, તેને જાતિય પરિવર્તન કરાવ્યુ હોય તેવી વર્તણુંક છતી થઈ હતી. પિતની વિકૃતી ખુબ જ વધી ગઈ હતી. અને ન શોભે તેવુ કામ કરતા હતા. ઉપરાંત મારી પર ખુબ શંકા કરતા અને અમારા ઘરે કોણ આવે છે. તે જાણવા પાડોશીઓને મારા પર નજર રાખવા જણાવતો. મે પતિને ઘણુ સમજાવ્યું હતું. પણ તે કશુ સમજવા તૈયાર જ નહોતો ત્યારે તે મને જણાવતો કે, હું જ્યાં સુધી તારી સાથે છું ત્યાં સુધી તને આ જ રીતે ટોર્ચર કરીશ. આ બાદ પણ પતિ મને ખુબ જ તતો ગત તા.08 જાન્યુઆરીએ મારા ભાઈ પાસેથી નાણા લઈ આવવા માંગણી કરતા મે ઈન્કાર કર્યો હતો.

ત્યારે પતિએ ગાળો ભાંડી જણાવ્યું હતું કે, તારી પાસે મારા જે ફોટો છે તે કોઈને પણ મોકલીશ તો હું તને જાનથી મારી નાખીશ અને તને ઘરમાંથી કાઢી મુકીશ. તેવી ધમકી આપી હતી. પતિ તેની પત્ની પર અમાનષુ ત્રાસ ગજારતો હતો. અને પિયરમાંથી રોકડા લાવવા, કાર લાવવા વગેરે જેવાની માંગણી કરતો. પતિએ તેની પત્ની સહિત બે સંતાનોને નિરાધાર પરિસ્થિતિમાં મુકી દિધા હતા. આ બધાથી ત્રસ્ત થયેલી પરિણીતાએ વડોદરા મહિલા પોલીસ  સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સ્ત્રી અત્યાચાર,મારમારી, ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top