SURAT

સુરતની ટિકટોક સ્ટાર કીર્તી પટેલ ફરી વિવાદમાં: ગોવાની ફ્લાઈટમાં ઝઘડો કરી એર હોસ્ટેસને માર માર્યો

સુરત: (Surat) વારંવાર વિવાદોમાં આવતી સુરતની ટિકટોક સ્ટાર (TikTok Star) કીર્તિ પટેલે (Kirti Patel) ગોવાની (Goa) ફ્લાઇટમાં (Flight) કોવિડના (Covid) નિયમો અનુસાર માસ્ક (Mask) નહીં પહેરતાં એર હોસ્ટેસે (Air hostess ) માસ્ક પહેરવાની સૂચના આપી હોય કીર્તિએ પીત્તો ગુમાવી તેની સાથે તું-તું-મૈં-મૈં કરતાં વિવાદ (Controversy) થયો હતો. જે મુદ્દે ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલે અમદાવાદમાં પણ એક પાર્લર ચલાવતી યુવતી પર પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સિટી લાઇટ પોલીસ સ્ટેશનમાં એકાદ દિવસ પહેલાં જ નોંધાઇ છે.

  • ગોવાથી પરત ફરતી વેળા માસ્ક ન પહેરવાના મામલે કીર્તિ પટેલે એરહોસ્ટેસ સાથે ઝઘડો કર્યો
  • એરહોસ્ટેસ દ્વારા સુરત ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ આપી
  • અપમાન સહન નહીં થતા એર હોસ્ટેસે નોકરી પરથી રાજીનામું આપ્યું

ટિકટોક પર પ્રખ્યાત થયેલી કીર્તિ પટેલ વિવાદી નિવેદનો અને મારામારીના ગુનામાં વારંવાર ચર્ચામાં આવે છે. ત્યારે શુક્રવારે ગોવાથી સુરત આવી રહેલી ફ્લાઈટમાં પણ કીર્તિ પટેલે માસ્ક નહીં પહેર્યુ હોવાથી એર હોસ્ટેસ પ્રિતી તેજેન્દ્ર ચૌધરીએ માસ્ક પહેરવાની સૂચના આપતાં કીર્તિએ ઝઘડો કર્યો હતો. તેથી વિવાદ થતાં આખરે એર હોસ્ટેસે કીર્તિ પટેલ સામે ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કીર્તી પટેલે પોલીસ સમક્ષ પોતાનો જવાબ લખાવ્યો છે. બીજી તરફ ગોવા-સુરત-જયપુર ફ્લાઈટમાં મુસાફરોની સામે થયેલા અપમાનને પગલે એરહોસ્ટેસ એ જયપુરથી સુરત આવી નોકરી પરથી રાજીનામું આપી દીધું હોવાની વાત જાણવા મળી છે. ડુમસ પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. ડુમસ પોલીસ મથકના પીઆઈ એપી સૌમેયા એ કહ્યું કે, એરહોસ્ટેસ દ્વારા ફરિયાદ આપવામાંઆવી છે. પીએસઆઈ પીકે રાઠોડ તાપસ કરી રહ્યાં છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Gujarat: Video of woman holding barn owl goes viral, probe ordered | Rajkot  News - Times of India

અગાઉ પણ કિર્તી પટેલ વિરુદ્ધ ફરિયાદો થઈ છે
કીર્તી પટેલ હંમેશા વિવાદમાં રહે છે. ટિકટોક સ્ટાર તરીકે જાણીતી બનેલી કીર્તી પટેલે અમદાવાદની એક યુવતીને લોખંડની પાઈપ માર્યાનો ગુનો બે દિવસ પહેલાં નોંધાયો છે. અમદાવાદ સેટેલાઈટ પોલીસ મથકમાં આ ફરિયાદ દાખલ કરાઈ છે. આ અગાઉ બે વર્ષ પહેલાં ઘુવડ સાથે કીર્તી પટેલનો વીડિયો વાયરલ થતા વનવિભાગ દ્વારા તેને 25 હજારનો દંડ કરાયો હતો.

Most Popular

To Top