પલસાણા: ગાંજાનો (Cannabis) જથ્થો સુરત (Surat) શહેરના માલિયા વાડ, રેલવે પટરી પાસે રહેતો ગોરી પીલા નામના શખ્સે મંગાવ્યો હતો. બાતમીના આધારે પોલીસે વોચ રાખતા ખબર પડી હતી કે 33 કિલો ગાંજો મહારાષ્ટ્રથી સુરત મંગાવવામાં આવ્યો છે. જે કામરેજના ખાલવડ ગામનાં સીમમાંથી એક રિક્ષા દ્વારા સ્પલાય કરવામાં આવશે. એસઓજીઓ (SOG) બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને રિક્ષામાંથી 33 કિલોનો ગાંજો ઝપ્ત કર્યો હતો સાથે જ બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
કામરેજના ખોલવડ ગામની સીમમાંથી એસઓજી પોલીસની ટીમે બાતમી આધારે એક રિક્ષામાંથી 33.530 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. આ ગાંજો મહારાષ્ટ્રથી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે કુલ 4.19 લાખનો મુદ્દામાલ કબજે કરી બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળતાં તેમણે કામરેજના ખોલવડ ગામની સીમમાં ખોલવડથી ભાદા તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમી મુજબની એક રિક્ષા નં.(જીજે-05-બીવી-3145) આવતાં તેને અટકાવી હતી અને રિક્ષામાં બેસેલા ચાલક રઈસ ઉર્ફે બુટવાલા અબ્દુલ રાજ (રહે., બાપુનગર, બોરડી ઝૂપડપટ્ટી વિસ્તાર, મક્કાઈપુલ, અડાજણ)ને ઝડપી પાડ્યો હતો અને રિક્ષામાં તપાસ કરતાં તેમાંથી 33.530 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
- કામરેજના ખોલવડ ગામની સીમમાંથી ગાંજો પકડાયો
- એસઓજીએ બાતમીના આધારે 33 કિલો ગાંજો ઝપ્ત કર્યો
- બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા
4.19 લાખનો મુદ્દામાલ કબજે, બે વોન્ટેડ
પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો સુરત શહેરના માલિયા વાડ, રેલવે પટરી પાસે રહેતો ગોરી પીલા નામના શખ્સે મંગાવ્યો હતો. જ્યારે આ ગાંજાનો જથ્થો આપનાર માલેગાંવ મહારાષ્ટ્રના ચાચા નામના વ્યક્તિએ આપ્યો હતો. પોલીસે આ બંને વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે ગાંજો અને રિક્ષા તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.4.19 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાણીની ભીત પાસેથી પોણા બે લાખની ઇ સિગરેટ ઝડપાઇ
સુરત : પાણીની ભીત પાસે કોંગ્રેસ હાઉસની સામે એમ.એસ. કલેકશન નામની દુકાનમાંથી પ્રતિબંધિત ઇ-સિગરેટનું વેચાણ કરવામાં આવતું હતું. તેમાં દુકાનદાર શાબીર અબ્દુલ ઉર્ફે રવાણી (ઉ. વર્ષ 30 રહેવાસી જામીયા બિલ્ડીંગ બીજો માળ)એ ઇલેક્ટ્રિક સામાનમાં સ્મોક પેન 22 નામની ઇ-સિગરેટ ચાર્જર કેબલ સાથે સંતાડી હતી. કુલ 109 જેટલા પીસ ઝડપી પાડવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત ઇસ્ટિક પીકો નામની કંપનીની 85 પીસ 2500 પફ યુટો એકસએકસએલ કપનીની કુલ 15 પીસ એમ કુલ પોણા બે લાખની મતાની ઇ-સિગરેટ અને તેની એસેસરીઝ ઝડપી પાડવામાં આવી હતી.