સુરત : (Surat) સુરતમાં હત્યાનો (Murder) સિલસિલો અટકી રહ્યો નથી. નાની નાની વાતોમાં ગુનેગારો ચપ્પુ ઉછાળી રહ્યાં છે. આવી જ એક ઘટના શહેરના પરવટ પાટિયા વિસ્તારમાં બની છે. અહીં આઈફોન 11ની ચોરી કરી હોવાની શંકા રાખી એક યુવકના પેટમાં રેમ્બો છરો ઘૂસાડી હત્યા કરી દેવાઈ હોવાનો બનાવ બન્યો છે.
પૂણા પોલીસના જણાવ્યા અનુસાર મૂળ દહોદના ભાઠીવાડાના વતની રમેશ મેડા સુરતના પરવટ ગામમાં સુમન આવાસમાં પરિવાર સાથે રહેતા હતા. પત્ની દલકીબેન શાકભાજી વેચતા હતા અને તે પોતે મજૂરી કરતા હતા. તેમનો દીકરો નિરજ ગુરુવારે સવારે સરદાર માર્કેટ જવાનું કહી નીકળ્યો હતો. ત્યાર બાદ રમેશભાઈ તેમના સંબંધીનો ફોન આવ્યો હતો, જેઓએ કહ્યું હતું કે, નિરજને 3 છોકરા સાથે ઝઘડો થયો હતો. નિરજ ઘર પાસે પડ્યો છે. તેને ચપ્પુ વાગ્યું છે. ઘરે ગયા ત્યારે નિરજ ગેટ પાસે લોહીલુહાણ પડ્યો હતો, તેને સ્મીમેર લઈ ગયા હતા. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. નિરજના આખા શરીરે ઢીકમુક્કી મારના નિશાન હતા. ગળા તથા છાતીના ભાગે રેમ્પો છરાના ચાર ઘા, પીઠના ભાગે એક ઘા મારવામાં આવ્યો હતો. દલકીબેને પોલીસ ફરિયાદ આપતા પૂણા પોલીસ મથકના પીઆઈ વી.યુ. ગડરિયાએ તપાસ કરતા ખબર પડી કે સરકાર માર્કેટમાં ગાળા નંબર બી-0607માં એક કેટલાંક અજાણ્યાએ નિરજને માર્યો હતો.
સરદાર માર્કેટના સીસીટીવી ફૂટેજથી હત્યાનો ખુલાસો થયો
સરદાર માર્કેટમાં તપાસ કરતા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જેમાં માર્કેટ વિસ્તારમાં રહેતા સંતોષ ઉર્ફે કાળુ પટેલ અને અર્જુન રાઠોડે નિરજને માર્યો હોવાનું દેખાયું હતું. પોલીસે બંનેની સાથે એક કિશોરની અટકાયત કરી હતી. તપાસમાં એવું બહાર આવ્યું કે સંતોષના આઈફોન-11 ચોરી થયાની શંકામાં નિરજને માર્યો હતો. પોલીસે કહ્યું કે, ઘટનાની શરૂઆત સરદાર માર્કેટમાં થઈ હતી. ચાની લારી પરથી મોબાઈલ ચોરીના વહેમમાં આરોપીઓએ મૃતકને માર્યો હતો ત્યાર બાદ માર્કેટના વેપારીઓએ ભગાવી મૂકતા મરના ડરી ગયો હતો. મોબાઈલ ઘરે છે કહી હુમલાખોરો તેને લિંબાયત તરફ રિક્ષામાં લઈ ગયા હતા અને પછી પતાવી દીધો હતો.
પોલીસે આ ગુનામાં સીસીટીવી ફૂટેજના આધારે પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા સંતોષ ઉર્ફે કાળુ પટેલ, અર્જુન રાઠોડ તેમજ એક સગીરની અટકાયત કરી હતી. પોલીસ પુછપરછમાં સંતોષ અને નિરજ બંને બોમ્બે માર્કેટમાં મજૂરી કામ કરતા હતા. સંતોષનો આઇફોન-11 મોબાઇલ ચોરાઇ ગયો હતો. આ માટે સંતોષે નિરજની ઉપર શંકા રાખીને તેની સાથે ઝઘડો તેના પેટના ભાગે તેમજ છાતીના ભાગે રેમ્બો છરીના ઘા ઝીંકીની હત્યા કરી નાંખવામાં આવી હતી. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.