Business

દેશ-દુનિયાના જંગલો ખૂંદતા સુરતી ફોટો-શિકારીઓ

આમ તો આપણો ભારત દેશ જંગલોમાં ઘણો સમૃદ્ધ છે. પરંતુ આજે શહેરીકરણના મોહમાં ઘણા જંગલો કપાઈ રહ્યાા છે અને તે સાથે આપણી વન્ય સૃષ્ટિ જોખમમાં મુકાઈ રહી છે. આપણા ગુજરાતમાં આમ તો ઘણા જંગલો છે પરંતુ વન્ય પ્રાણીઓ ખૂબ ઓછા છે. ખાસ કરીને આપણા સુરતની નજીક ઘણા ઓછા જંગલો છે અને વાઈલ્ડ લાઈફ તો નહીંવત જ છે. પરંતુ આપણા સુરતમાં એવા ઘણા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ છે જેઓ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે. વ્યવસાયે ડોકટર કે ઈજનેર હોવા છતાં પોતાના ફોટોગ્રાફીના શોખ માટે સ્પેલાઇઝડ કેમેરા વસાવે છે અને સુરતથી દૂર પર્વતોમાં તથા જંગલોમાં જઇને વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફી કરે છે. તેના વિશેનું જ્ઞાન પણ તેઓ ઈન્ટરનેટ અને બુકસ થકી મેળવતા રહે છે. તો ચાલો 3rd માર્ચ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે આપણે આવા સુરતી ફોટા શિકારી એટલે કે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સને મળીએ અને જાણીએ એ લોકોના શોખ વિશે…

એનિમલ્સને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢો તો જ તે નુકસાન પહોંચાડે છે: સૌરભ દેસાઈ
સૌરભભાઈ
મિકેનિકલ ઈજનેર છે અને તેઓ L&T માં 7 વર્ષ સુધી જોબ કરતા હતા. 2011 થી એમણે જોબ છોડી અને આજે 10 વર્ષથી તેઓ ફૂલટાઈમ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કરે છે. તેઓ વાઈલ્ડ એનિમલ, બર્ડસ, મરીન લાઈફ સહિત તમામ પ્રકારની ફોટોગ્રાફી કરે છે તેઓ કહે છે કે, નાનપણમાં તેઓ નેચરકેમ્પમાંથી ઘણા જંગલોમાં ગયા છે અને 11-12 ધોરણથી જ તેઓએ ફોટોગ્રાફી શરૂ કરી દીધી છે. 97-98માં વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી અનેે DSLR કેમેરા ખૂબ ઓછા જાણીતા હતા.  વાઈલ્ડ લાઈફમાં જુદી જુદી મેમલ્સ, બર્ડસ, પતંગિયા, જંતુઓ બધાંની પોતાની લાક્ષણિકતા હોય છે, પોતાની દુનિયા હોય છે. મારે એને આર્ટફોર્મમાં કેપ્ચર કરવી હતી. સૌરભભાઈ વાઈલ્ડ લાઈફની ફોટોગ્રાફી જ માત્ર નથી કરતા પરંતુ તેના મુડસ, વર્તન, બ્રીડીંગ સીઝન, બ્લુમેજ બધું જ સ્ટડી કરીને ઉંડા ઉતરે છે. તેઓ સ્નો લેપર્ડ જે હિમાલયમાં રહે છે, તેની ફોટોગ્રાફીથી ફેમસ છે ત્યાં ઠંડીમાં પહોંચવું અને ત્યાંના -15 થી -350ના ટેમ્પરેચરમાં ટકવું પણ ખૂબ ચેલેન્જીંગ હોય છે. તેઓ કહે છે કે જંગલમાં વસતા લોકો સાથે પણ અમે ટચમાં રહેતા હોઇએ છીએ. સૌરભભાઈ કહે છે કે વન્યસૃષ્ટિ અને ત્યાંની જગ્યાઓ વિશે બરાબર જ્ઞાન મેળવ્યા વગર ફોટોગ્રાફી કરો તો જ ખરાબ અનુભવો થાય છે. વન્ય પશુઓ વિશે માહિતી બુકસ અને ઈન્ટરનેટના માધ્યમથી મેળવી શકાય. એના અમુક ડિસ્ટન્સથી જ ફોટા લઇ શકાય. એનિમલ્સને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢો તો જ તેઓ તમને નુકશાન પહોંચાડે છે. તેમની પાસે 600 MM લેન્સવાળો મિરર લેસ કેમેરા છે.

સફારીમાં પ્રાણીઓની રાહ જોવી પણ એક અનુભવ છે : કવિત ગજ્જર
કવિતભાઈ
ઇજનેર છે અને ઉધનામાં ઇન્ટર્ન તરીકે કામ કરે છે. ફોટોગ્રાફીના ઈન્ટરેસ્ટ વિશે વાત કરતા તેઓ કહે છે કે 2015માં મોબાઈલ કેમેરામાં ફોટોગ્રાફી ચાલુ કરી પછી કોલેજમાં આવી મેં પ્રથમ DSLR કેમેરા વસાવ્યો જે નિકોનનો D30બેઝીક મોડેલ હતો. મારા અમદાવાદના મિત્ર સાથે 2018માં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી ચાલુ કરી, હવે વર્ષમાં 1 કે 2 ટ્રીપ સફારીમાં મારીએ છે. ગીર, તાડોબા, કબીની વિ. જેવા રીઝર્વ્સની મુલાકાત લીધી છે. બાંધવગઢ અને રણથંભોર જવાની ઈચ્છા છે. સુરતની આજુબાજુના ડાંગમાં ફોટોગ્રાફી વર્કશોપ પણ અટેન્ડ કરી છે ને ત્યાં કરોળિયા,પતંગિયા, વિ. પ્રજાતિઓનાપણ ફોટા પાડયા છે. ખાસ બનાવ યાદ કરતા કહે છે કે, તાડોબામાં તળાવને કિનારે રસ્તા પર પર અમે એક વાઘણ જોઇ હતી જે અમારી જીપની હેડલાઈટ સુધી આવી ગઈ હતી. પણ રીવર્સ નહીં લઈ શકતા અમે એકદમ સર્તક થઈ ગયા અને કેમેરા પણ છોડી દીધો. પછી એજ વાઘણ સાથે એડઓન વૉક મળ્યો, અમે ખૂબ સરસ ફોટો અને વિડિયો પાડી શકયા. હું પહેલેથી જ નેચર અને એનિમલ લવર રહ્યો છું. સફારીમાં બેઠા બેઠા કંઇક અલગ જોવાની તાલાવેલી પણ સારો અનુભવ હોય છે.

હિમાલયન મોનલના ફોટા પાડવા એ મારું સપનું છે: નિશાંત વ્યાસ
નિશાંતભાઈ ગવર્મેંટ જોબ કરે છે. તેઓ આમ તો બર્ડસ અને અનિમલ્સ બન્નેના ફોટા પાડે છે પરંતુ મુખ્યત્વે બર્ડસના. તેઓનું ગૃપ બન્યું અને 8 વર્ષથી બર્ડ ફોટોગ્રાફી કરે છે. તેમની પાસે કેનન 7D માર્કર કેમેરા અને ટેમરન 150-600 MM લેન્સ છે. મોટે ભાગે તો તેઓ સુરતની આજુબાજુ જ બર્ડ ફોટોગ્રાફી કરે છે એનિમલ ફોટોગ્રાફી માટે તે ગીરના જંગલોમાં ગયા છે. તેઓ કહે છે કે મને વાઘ કરતા સિંહના ફોટો પાડવાનું વધુ ગમે છે. મારું સપનું છે કે હું હિમાલયન મોનલના ફોટા પાડું જે મુખ્યત્વે ઉત્તરાખંડમાં ચોપટામાં શિયાળામાં જોવા મળે છે. નિશાંતભાઈએ ફોટોગ્રાફી ચાલુ કરી ત્યારે કંઇ ખાસ જ્ઞાન નહોતું તેના વિશે. તેઓ કરતા ગયા અને શિખતા ગયા. તેઓ કહે છે કે પહેલા વોચિંગ ચાલુ કર્યું અને પછી ફોટોગ્રાફી ચાલુ કરી બધા બર્ડસમાં કંઇક અલગ-અલગ વિશિષ્ટ હોય છે. બધાની પોતાની આગવી લાક્ષણિકતા છે. ઈન્ટરનેટ અને બુકસના માધ્યમથી હું માહિતીઓ મેળવતો રહું છું.

મારી વાઈફ મારા આ શોખમાં મને કોમ્પ્લિમેન્ટ કરે છે : ડૉ. પ્રદિપ શરણ
પ્રદિપભાઈ વ્યવસાયે પીડિયાટ્રિશિયન છે. તેઓ કહે છે કે મારા ફોટોગ્રાફીના ક્ષેત્રે પ્રેરણાસ્ત્રોત સ્વ.ડો.અશોક કાપસે છે. 2011માં મે લેન્ડસ્કેપ અને પોટ્રેટ ફોટોગ્રાફી ચાલુ કરીને પછી બર્ડ ફોટોગ્રાફીમાં ઝંપલાવ્યું. તેઓ કહે છે કે 2013માં પ્રથમવાર હું બિનસર ગયો હતો ત્યાં મેં રંગ-બિરંગી પક્ષીઓ જોયા હતા, ને મને ઈન્ટરેસ્ટ જાગ્યો પછી મેં 2016માં કેનન 7D વિથ 900 લેન્સ કેમેરા ખરીદ્યો ખાસ બર્ડ ફોટોગ્રાફી માટે. પ્રદિપભાઈ કહે છે કે વાઈલ્ડ એનિમલ્સ ખૂબ લિમિટેડ હોય છે. પણ પક્ષીઓની 1300 પ્રજાતિઓ હોય, અને એમાં ઘણી વેરાયટી મળે છે. જેમાંથી મેં 500 પ્રજાતિઓની ફોટોગ્રાફી કરી છે. દરેક પક્ષીના લુકસ, બ્રીડીંગ, બ્લુમીંગ વિશે જાણવું ખૂબ ઈન્ટરેસ્ટીંગ હોય છે અને બર્ડસ ફોટોગ્રાફી કરવામાં ખૂબ ધીરજ જોઈએ છે. ખૂબ જ થ્રીલીંગ અનુભવ થાય છે. મને મારી વાઈફ નેહા શરણની ખૂબ કંપની મળે છે. તે બર્ડ ડોલ સારી રીતે સમજી શકે છે અને દૂરબીનથી સ્પોટ કરે છે હું તો ખાલી ફોટોગ્રાફી કરું છું પણ ગાઈડન્સ મારી વાઈફ મને આપે છે. હું ફોટોગ્રાફી માટે સુરતની બહાર મોટેભાગે ઉત્તરાખંડ જાઉં છું. તે સિવાય સિક્કિમ, ભોપાલ, ગોઆ વગેરે જગ્યાએ પણ ગયો છું. સુરતની આજુબાજુ હું બરોડા,વઢવાણ, નળસરોવર વગેરે જગ્યાઓ પર ગયો છું. પક્ષીઓને શાંતિથી બહાર આવવા દેવું પડે છે અને ધીરજથી ફોટા પાડવા પડે છે. ફોટોગ્રાફી ચાલુ કરી ત્યારે ફ્રેન્ડસ, ઈન્ટરનેટ, બુકસ, સોશ્યલ મિડિયા વગેરે પાસેથી માહિતીઓ મેળવી છે ભોપાલમાં ગીધના ફોટા પાડયા જે આમ તો હવે લુપ્ત થવાને આરે છે.

વન્ય પ્રાણીઓ હજી પણ કુદરતી રીતે જ રહે છે: મકસૂદ શેખ
મકસૂદ શેખ પ્રોફેશનલી ઈજનેર છે અને જોબ કરે છે. તેઓ કહે છે 2002માં પહેલીવાર જયારે હું કોરબેટના જંગલમાં ગયો હતો ત્યારે મેં પહેલીવાર વાઘ જોયો, ત્યારે મને કુદરતની સુંદરતાનો અહેસાસ થયો. મારી વાઈફે મને આમાં આગળ જતા ખૂબ સપોર્ટ આવ્યો અને મારા શોખને વિકસાવ્યો. અમે હંમેશા બહારગામમાં કેમ્પ્સમાં રહ્યાા છે. કોઇ વાર તો ગાડીમાં પણ સૂતા છે. હોટલોમાં અમને રહેવું પસંદ નથી. મકસૂદભાઈ કહે છે કે વાઈલ્ડ એનિમલ્સને જોવા એક અનેરો અનુભવ છે. તેઓ કુદરતે જે રીતે બનાવ્યા છે તે જ રીતે જીવે છે. એમને જોતા એવું લાગે છે મનુષ્યો કેટલા બદલાઈ ગયા છે. મેં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી ચાલુ કરતા પહેલા કશું ખાસ જ્ઞાન નહોતું મેળવ્યું. મારી પાસે કેનન to DSLR કેમેરા છે અને એમાં અલગ અલગ ઝુમ લેન્સ પણ છે. હું ગુજરાત,રાજસ્થાન અને કર્ણાટકના નેશનલ પાર્કસમાં ગયો છું. મકસૂદભાઈ મોટેભાગે વાઈલ્ડ કેટસ અને બર્ડસની ફોટોગ્રાફીમાં રસ લે છે. એક અનુભવ જણાવતા તેઓ કહે છે કે,ગીરમાં એશિયાટીક લાયન જીપની એકદમ નજીક આવી ગયો હતો અને જીપને અડીને નીકળી ગયો પરંતુ કઇ ડરવા જેવી વાત નહોતી. તેઓ કહે છે કે લેપર્ડ છુપાયેલો રહે છે એટલે એની ફોટોગ્રાફી માટે ખૂબ એલર્ટ રહેવું પડે છે.

Most Popular

To Top