Business

એક વાૅરિયર પ્રિન્સેસ છું : અલંકૃતા સહાય

બોલિવૂડ અદાકાર અભિનેત્રી અને મિસ ઈન્ડિયા અલંકૃતા સહાય હાલમાં ખૂબ જ દુઃખમાંથી પસાર થઈ રહી છે કારણ કે તેમણે તેમના જીવનના સૌથી નજીકના સદસ્ય, તેના પિતાને ગુમાવ્યા છે.  તમને જણાવી દઈએ કે, અલંકૃતા સહાયએ પોતાના કરિયરની શરૂઆત બ્યુટી પેજન્ટથી કરી હતી, ત્યારબાદ તે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ જેવી ફિલ્મોમાં નજરે ચડી હતી, આ સિવાય તે ફિલિપાઈન્સમાં આયોજિત મિસ અર્થ પેજન્ટમાં 7 ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય છે.  તાજેતરમાં, અલંકૃતા સાથેની વાતચીતમાં, તેણે કેટલીક બાબતો દિલખોલી શેર કરી હતી જેનાં મુખ્ય અંશો પ્રસ્તુત છે

તમે ગયા મહિને જ તમારા પિતાને ગુમાવી દીધા તમે તમારી જાતને કેવી રીતે સંભાળી રહ્યા છો?
મારા પિતા માત્ર મારા પિતા જ ન હતા, તેઓ મારા શ્રેષ્ઠ મિત્ર હતા.  જ્યારથી હું મુંબઈમાં રહું છું ત્યારથી તે મારા માટે મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા અને મારી સાથે રહેતા હતા, તેણે મને ખૂબ સપોર્ટ કર્યો પણ મેં ક્યારેય મારા પિતાની મદદ લીધી નથી, ક્યારેય તેમની પાસેથી પૈસા લીધા નથી પરંતુ તેમનો માનસિક અને નૈતિક ટેકો વધુ રહ્યો છે.  મુંબઈ મારા માટે એવી જગ્યા છે કે જ્યારે પણ હું મુંબઈ આવું છું ત્યારે રડી પડું છું, કારણ કે મારી સફર મારા પિતાથી શરૂ થઈ હતી અને જ્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે મને લાગ્યું કે મારી મુંબઈની સફર તેમની સાથે પૂરી થઈ ગઈ છે.
તમે બાળપણથી તમારા પિતા પાસેથી શું શીખ્યા છો?
ડેડ પાસેથી મેં એક વાત શીખી છે કે ક્યારેય હાર ન માનવી. મને હજુ પણ યાદ છે કે બાળપણમાં મારો જન્મદિવસ શ્રેષ્ઠ હોટલમાં ઉજવવામાં આવતો હતો.  આ સિવાય જો હું તમને કહું તો ઘણા લોકો મારા પિતાની સફળતાની ઈર્ષ્યા કરતા હતા.  ઘણા લોકો તેમ ઈચ્છતા હતા કે તેઓ સફળતા પ્રાપ્ત ન કરી કરે.

ગયા વર્ષે જ્યારે તમે ઘરે એકલા હતા ત્યારે કેટલાક બદમાશો તમારા ઘરમાં ઘૂસ્યા હતા. અને તેમનો સામનો કર્યો હતો આ સિવાય તમે જીવનમાં ઘણી ઘટનાઓનો સામનો કર્યો છે, તે ઘટનાંઓથી પોતાને કેટલી મજબૂત બનાવી છે?
મને લાગે છે કે આઈ એમ અ વોરિયર પ્રિન્સેસ. કેટલીક બાબતોનો અનુભવ કર્યા પછી, મેં એક વાત શીખી છે, તે પોલીસોએ ફક્ત એક જ વાત કહી હતી એક મહિલા તરીકે તમારું જે પ્રેઝન્સ ઓફ માઈન્ડ છે જેના દ્વારા પોતાને બચાવી તે સૌથી મોટી વાત છે આ સિવાય મારી સાથે જે પણ થયું તે ખરાબ સમય હતો.
તમે બ્યુટી પેજેન્ટ્સથી શરૂઆત કરી, પછી થોડી ફિલ્મો કરી, ત્યારબાદ ઘણા મ્યુઝિક વીડિયો કર્યા, તે સફર તમારા માટે કેવો રહી?
મારા માટે એ સફર ખૂબ જ સારો રહી છે હું એક વાત જરૂર કહેવા માંગીશ કે હું ઘણું બધું કરી શકતી હોત, જો હું જેમ કે આપણે કહીએ છીએ કે પ્રોએક્ટિવ પર વધુ ધ્યાન દીધું હોત તો. હું થોડી લેડબઁક છું, મને થોડો સમય લાગી શકે છે જે હું ઇચ્છું છું.

Most Popular

To Top