વડોદરા : નાલંદા ટાંકીના અંદર ગ્રાઉન્ડ સંપ, પમ્પ ટ્રાન્સમીટર રૂમ મશીનરી નો સુશાસન દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્થાનિક કોર્પોરેટર આશિષ જોષી પંપમાં પાણી પુરવઠા અધિકારીએ ગેરરીતિ કરી છે તેવો સામાન્ય સભામાં આક્ષેપ કરાયો હતો. ત્યારબાદ મેયરે તપાસની સૂચના આપ્યા બાદ મ્યુનિ.કમિશ્નરે પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા જતન બધેકાને પાણી પુરવઠા વિભાગમાંથી ફરજ મુક્ત કર્યા છે. જોકે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા લોકાર્પણ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરે છે. ૨૫મી ડિસેમ્બરના શુસાશન ના દિવસે શહેરના નાલંદા ટાંકી ના અંદર ગ્રામ સમ્પ ,પમ્પ મશીનરી આકાર કન્સ્ટ્રકશન દ્વારા રૂપિયા 6.19 કરોડના ખર્ચે કામ સોંપવામાં આવ્યું હતું જેમાં 70 લાખના 258 ના પંપ નાખવાના હતા જેમાં અધિકારી ની મિલીભગતથી પંપ નાખવામાં આવ્યા નથી.
તેઓ આક્ષેપ સામાન્ય સભામાં સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશીએ કર્યો હતો. ત્યારબાદ મેયર કેયુર રોકડિયાએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ને તપાસના આદેશ આપ્યા હતા. તપાસ પાણી પુરવઠાના અધિકારી અમૃત મકવાણાએ તપાસમાં માલૂમ પડ્યું હતું કે કિશોર પંપ કંપનીને ઓર્ડર કરવામાં આવેલો પંપ ટેન્ડરની શરતો સાથે સુસંગત ન હતા. અધિકારી દ્વારા ચૂક થયેલ હોવાનું જણાયું હતું. તેને લઈને મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ એ હ. કાર્યપાલક ઇજનેર, (ઈલેક્ટ્રીક, મિકેનિકલ) તરીકે પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા જતન બધેકાને પાણી પુરવઠા વિભાગની ફરજમાંથી મુક્ત કરાયા છે. તેઓને હજી સુધી બીજો કોઈ ચાર્જ અપાયો નથી. મેયર કેયુર રોકડીયા એ જણાવ્યું હતું કે નાલંદા પાણીના ટાંકીમાં પમ્પ લગાવામાં અધિકારીની ખામી સામે આવતા પાણી પુરવઠા કાર્યપાલકને ફરજ મુક્ત કરાયા છે. ઇજારદાર કિશોર કંપનીને રદ કરીને નવા ઇજારદાર એકવા કંપની દોઢ મહિનામાં નવા પંપ લગાવશે, ત્યાં સુધી આગામી ત્રણ-ચાર દિવસમાં સર્વિસ પંપ મૂકીને કામગીરી કરવામાં આવશે.