દેશના ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ઉધોગે નોંધપાત્ર પ્રગતિ કરી છે.આ ઉદ્યોગમાં આવક અને રોજગાર બંનેમાં મહત્વપૂર્ણ વળાંક જોવાં મળ્યો છે. આફતના સમયને અવસરમાં ફેરવવાની અનોખી સફળતા મેળવી છે! પહેલી વાર ભારતીય ટેક્નોલોજી ઉદ્યોગે વખત એકંદર આવકમાં ૨૦૦ બિલિયન ડોલરને વટાવી દીધું છે, અને વર્ષ ૨૦૨૨માં એકંદર આવકમાં ૨૨૭ બિલિયન ડોલરને આંબી જવાની દોડમાં છે,આઈટી ઉદ્યોગમાં ૧૫.૫ ટકાના વૃદ્ધિ દર સાથે ફૂચ કરી છે જે ૨૦૧૧ પછી અત્યાર સુધીનો સૌથી વધુ નોંધાયેલો આંક છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨ ભારતીય ટેક્નોલોજી ઉદ્યોગ માટે એક પ્રગતિશીલ વર્ષ રહ્યું છે.ભારતીય ટેક ઉદ્યોગે પેટા-ક્ષેત્રોમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાવી,નાણાંકીય વર્ષ ૨૦૨૨માં ૩૦ બિલિયન ડોલરની આવક અને લગભગ સાડા ચાર લાખ નોકરીઓ ઉમેરી.
પરિવર્તનના યુગમાં ટેક્નોલોજી પ્રગતિ માટે અનિવાર્ય બની જતાં તકો વિશે ઉત્સાહ જોવાં મળી રહ્યો છે. આઈટી સર્વિસિસ વર્ટિકલ વર્તમાન વર્ષમાં ૧૧૬ બિલિયન ડોલરની આવક માટે પ્રતિબદ્ધ છે, બિઝનેસ મેનેજમેન્ટ પ્રોસેસ ક્ષેત્રમાં ૪૪ બિલિયન ડોલર માટે લક્ષ્ય સેટ છે.ઇનજીનીયરિંગ આર એન્ડ ડી આર વર્ટિકલમાં ૩૬ બિલિયન ડોલર હાર્ડવેર સેગમેન્ટમાં ૧૭ બિલિયન ડોલર અને સોફ્ટવેર પ્રોડક્ટ્સમાં ૧૩ બિલિયન ડોલરનું અનુમાન છે. નિકાસ (હાર્ડવેર સહિત)માં ૧૭.૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે અને ૧૭૮ બિલિયન ડોલરની આવક થઈ છે જે ભારતની કુલ નિકાસમાં ૫૧ ટકાથી વધુ ભાગ છે. ઈકોમર્સે વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૯ ટકાની વૃદ્ધિ નોંધાવી ૭૯ બિલિયન ડોલરની આવક કરાવી છે. ડિજિટલ આવકનો ભાગ ૩૦-૩૨ ટકા રહ્યો હતો, જેનાં થકી ૧૩ બિલિયન ડોલરની વધારાની આવક થઈ છે. નાગરિક સેવાઓ પહોંચાડવામાં મોટો ભાગ ભજવતા આધાર, યુપીઆઈ અને કોવીન જેવા સાર્વજનિક ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે ભારતના ટેકને અપનાવવાના કારણે કુલ ૫૦ બિલિયન ડોલરની નજીક છે.
ભારત પચાસ લાખથી વધુ ટેક વર્કફોર્સ સાથે ડિજિટલ પ્રતિભા માટે વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે. ત્રણમાંથી એક કર્મચારી પહેલેથી જ ડિજિટલી કુશળ છે, ડિજિટલ ટેક ટેલેન્ટ પૂલ ૧.૬ મિલિયન છે, જે ૨૫ ટકાના કમ્પાઉન્ડ એન્યુલ ગ્રોથ રેટથી વધી રહ્યો છે. આઈટી ઉદ્યોગે રિસ્કિલિંગ અને અપસ્કિલિંગ પર મોટા પાયે ધ્યાન કેન્દ્રિત કરીને, ભારતીય ટેક ઉદ્યોગે વર્તમાન વર્ષમાં આશરે બે લાખ એંસી હજાર કર્મચારીઓને કાબેલ બનાવ્યાં છે. દેશનાં ભારતીય ટેક ઉદ્યોગમાં મહિલા કર્મચારીઓ આશરે ૩૬ % અને અઢાર લાખથી વધુ ખાનગી ક્ષેત્રમાં કાર્યરત છે.
પચીસ હજારથી વધુ ટેક સ્ટાર્ટ-અપ્સ સાથે અને વર્ષ ૨૦૨૧માં ૪૨ નવાં યુનિકોર્ન અને ૧૧ આઈપીઓ સાથે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની રહ્યું છે! ૨૦૨૧માં ૨૨૫૦થી વધુ ટેક સ્ટાર્ટ-અપ્સની સ્થાપના કરવામાં આવી હતી અને અત્યાર સુધીનું સર્વોચ્ચ ચોવીસ બિલિયન ડોલરનું ભંડોળ ભેગું થયું છે. આ ઉદ્યોગે ભારતમાં બે હજારથી વધુ સોફ્ટવેર પ્રોડક્ટ કંપનીઓ અને એક હજાર સોફટરવેર એસ એ સર્વિસ કંપનીઓની હાજરી સાથે સોફ્ટવેર પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં પરિપક્વતા પણ જોવાં મળી છે.નિકાસને કારણે આ વૃદ્ધિમાં મોટો ભાગ ભજવાયો હતો, ત્યારે સ્થાનિક બજાર એક મહાન પ્રોપેલર તરીકે ઉભરી આવ્યું હતું. ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નોકરીદાતા તરીકે તેની સ્થિતિને પણ મજબૂત બનાવી છે, જેમાં ૫ મિલિયન સીધી નોકરીઓ છે, છેલ્લાં બે વર્ષમાં બે મિલિયનથી વધુનો ઉમેરો થયો છે. તેમાંથી ૪૫૦૦૦૦ એકલા વર્ષ ૨૦૨૨માં ઉમેરવામાં આવ્યા છે!
વર્ષ દરમિયાન ઉદ્યોગે કુલ સાડા ચાર લાખ નવી નોકરીઓ ઉમેરી, જે એક વર્ષમાં સૌથી વધુ છે, જેમાંથી ૪૪ % મહિલાઓ હતી. આઈટી ઉદ્યોગ હવે ખાનગી ક્ષેત્રમાં મહિલાઓ માટે સૌથી મોટી નોકરી આપતું ક્ષેત્ર છે જેમાં અઢાર લાખથી વધુ મહિલાઓ આ ક્ષેત્રનો ભાગ છે. ભારતમાં હવે ૧૪૩૦ વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો છે, જે ૨૦૧૫ની સરખામણીમાં સવાગણા વધારે છે. આ બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે ભારતમાં તેર લાખ લોકોને નોકરી પર રાખે છે, અને દેશમાં ૨૩૬૦થી વધુ કેન્દ્રો સ્થાપ્યા છે. ટેલેન્ટ મોરચે ભારતમાં માંગ પુરવઠાનો તફાવત ૨૧.૧ %નો હતો, જે વૈશ્વિક બજારોમાં સૌથી નીચો છે.
ભારતીય આઈટી ઉદ્યોગે ચાલુ નાણાંકીય વર્ષમાં ટેક્નોલોજી સર્વિસ સેક્ટર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે વળાંક લીધો છે. નાસ્કોમના વ્યૂહાત્મક સમીક્ષા અહેવાલ મુજબ દેશમાં આઈટી ઉધોગે સારો દેખાવ અને સશક્ત માનવ શક્તિનું પ્રદર્શન કર્યું છે. ભવિષ્ય માટે જે ભારતીય ટેક્નોલોજી સેવાઓની આવક નવાં રેકોર્ડ સ્થાપિત કરશે. ઉદ્યોગની સ્થિતિ સ્થાપકતાએ ભારતીય આઇટી ઉદ્યોગ વિશે વૈશ્વિક અર્થતંત્રને વધુ વિશ્વાસ અપાવ્યો છે,આ ગતિ ચાલુ રહેવાની શક્યતા છે.અગત્યનાં ફેરફારો ત્યારે વધુ વેગવંત બનશે જ્યારે નાના નગરોમાં આઇટી ઉદ્યોગને ફોક્સ મળશે,નવી પ્રતિભાઓ ઉભરીને આવશે. વીસ ટકા વર્ક ફોર્સ હવે નાના નગરોમાંથી આવવાની શક્યતા અને અપેક્ષા છે.