National

મશહૂર શાયર મુન્નવર રાણાનું નામ વોટર લિસ્ટમાંથી ગાયબ, દર્દ ઉભરાતા કહ્યું.., ‘’હુકૂમત મૌકા નહીં દે રહી તો..’’

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) આજે ચોથા તબક્કાનું મતદાન (Voting) ચાલી રહી છે. સાથે જ ઘણા લોકોના મતદાર (Voters) યાદીમાંથી (List) નામ ગાયબ હોવાની ફરિયાદો સામે આવી રહી છે. લખનઉમાં (Lucknow) પ્રખ્યાત શાયર, કવિ મુનવ્વર રાણાનું (Munawwar Rana) નામ પણ મતદાર યાદીમાંથી ગાયબ છે. મતદાન લિસ્ટમાં નામ ન આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. મુનવ્વર રાણાએ કહ્યું કે, ‘જ્યારે સરકાર જ વોટ કરવાનો મોકો નથી આપી રહી તો પછી દુઃખ કઈ વાતનું…’

વોટિંગ લીસ્ટમાં નામ ન હોવાથી તેમણે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે “હું ભાગ્યશાળી હતો કે હું જ્યાં રહું છું તેની બાજુમાં એક મતદાન મથક છે, મારી બાજુમાં મતદાન કરવું મારા માટે સરળ હતું, પરંતુ જ્યારે ગઈકાલે મેં અહીંના સભ્ય પાસેથી સ્લિપ માંગી. ખબર પડી કે આ મારો મત નથી, મારી પત્નીનો મત છે, તેને સ્લિપ મળી છે.

આ સુશાસન નથી, પણ કુશાસન છે
પ્રસિદ્ધ કવિ મુનવ્વર રાણાએ કહ્યું હતું કે, ‘છેલ્લી વખતે જ્યારે મતદાન કરવાનું હતું ત્યારે મારો વોટ હતો, પણ હું એમ નથી કહી રહ્યો કે મારો મત આ વખતે જાણી જોઈને કાપવામાં આવ્યો છે. પરંતુ મતદાર યાદીમાં નામ ન આવવાથી આપણે અંદાજ લગાવી શકીએ છે કે આ સુશાસન નથી, પણ કુશાસન છે.’ ગેરવહીવટના કારણે અમારી પાસે વોટિંગ સ્લીપ ન આવી અને અમે વોટ કરી શક્યા નહીં. હાલમાં ચાલી રહેલી ચૂંટણી અંગે તેમણે કહ્યું કે ‘જે મુદ્દા પર ચૂંટણી થવી જોઈતી હતી તેના પર ચૂંટણી થઈ રહી નથી. ખાસ કરીને ભાજપ એવા મુદ્દાઓ પર ચૂંટણી નથી લડી રહી જેનો જવાબ તેની પાસે નથી પરંતુ એવા મુદ્દા પર ચૂંટણી લડી રહી છે જેનો જવાબ તેની પાસે છે, ભાજપ પ્રલોભનથી ચૂંટણી લડી રહી છે.

ભાજપ ચૂંટણી નથી લડી રહી પણ ગુંડાગીરી કરે છે: મુન્વવર રાણાનો આક્ષેપ
પ્રસિદ્ધ કવિ મુનવ્વર રાણાએ કહ્યું હતું કે, ‘ધર્મના નામ પર લડો, મજહબના નામ પર લડો, ભાજપ ચૂંટણી નથી લડી રહી પણ ગુંડાગીરી કરી રહી છે. છેલ્લા 70 વર્ષમાં પાર્ટીના ધોરણે ચૂંટણી નથી થતી, પહેલા ચૂંટણી માણસના આધારે થતી હતી, પરંતુ હવે પાર્ટીના આધારે ચૂંટણી થાય છે, લોકો વિચારે છે કે આપણે કઈ પાર્ટીને મત આપવો જોઈએ. તેમણે કહ્યું કે, ‘મને કોઈ દુ:ખ નથી, જ્યારે સરકાર જ મતદાન કરવાનો મોકો નથી આપી રહી તો પછી શું દુ:ખ હશે.’ તમને જણાવી દઈએ કે મુનવ્વર રાણા લખનઉમાં રહે છે. તાજેતરમાં, તેમણે આવા ઘણા નિવેદનો આપ્યા હતા. નિવેદનોને લઈને ચર્ચામાં રહેલા મુનવ્વર રાણા આ વખતે મતદાન કરી શકશે નહીં.

Most Popular

To Top