Charchapatra

માતૃભાષાનું મહત્ત્વ

આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. અલગ – અલગ ધર્મ અને જાતિના લોકો અહીં વસે છે. દરેક ધર્મ અને જાતિના લોકોની બોલી (ભાષા) અલગ – અલગ હોય છે. આવી ઘણી બધી ભાષા આપણા દેશમાં બોલાય છે. અને જાતિના લોકો પોત – પોતાની ભાષામાં ગર્વથી વાત કરે છે. એમાં શરમ કે સંકોચ અનુભવતા નથી. પરંતુ આપણી રાષ્ટ્રભાષા હિન્દી અને માતૃભાષા ગુજરાતી હોવા છતાં આપણને વિદેશીભાષા અંગ્રેજી જ વધુ ગમે છે. બીજી બધી ભાષા શીખવાનો કે એને સમજવાનો આપણે પ્રયત્ન શુદ્ધા કરતા નથી! અને અંગ્રેજી ભાષાનું અનુકરણ કરવા આંધળી દોટ મુકીએ છીએ. શું અંગ્રેજી ભાષામાં વાત કરનારને આપણે વધુ ટેલેન્ટેડ સમજીએ છીએ. હા, હાલના ઇન્ટરનેટ યુગમાં ભાષા શિખવી જરૂરી પણ છે જ પરંતુ માતૃભાષા ગુજરાતીને ભુલીને કે નજરઅંદાજ કરીને નહી. બાળકો માટેના અંગ્રેજી માધ્યમની પસંદગીમાં પણ માણસોનું આંધળુ અનુકરણવાળો વિદેશી ભાષાપ્રેમ જ જવાબદાર છે. અંગ્રેજો તો વર્ષો પહેલા ચાલ્યા ગયા પરંતુ અંગ્રેજી ભાષાને છોડતા ગયા. વિદેશી ભાષા શિખવી એ ખોટું તો નથી જ પરંતુ સ્વદેશી ભાષાનું મહત્વ ઓછું આંકીને નહી. અને જો લોકોનો અંગ્રેજી ભાષાનો મોહ ઓછો ન થશે તો માતૃભાષા ગુજરાતી પણ આવનારા સમયમાં અંગ્રેજીમાં અનુવાદ કરીને સમજાવવી પડશે.
અમરોલી – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top