Charchapatra

સંહિતા અને શપથ

ગત તા૧૧ ફેબ્રુઆરીના રોજના એક રાષ્ટ્રીય સમાચાર મુજબ, નૅશનલ મેડિકલ કાઉન્સિલની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને હિપ્પોક્રેટ્સ ઑથ (શપથને બદલે, ચરક શપથ લેવડાવવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મેડિકલ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનો છે અને તેનો અમલ ૧૪ ફેબ્રુઆરીથી થશે. આ સંદર્ભે જણાવવાનું કે ગ્રીક તબીબ હિપ્પોક્રેટ્સ ઇસ. ૪૧0-૩૭0) પાશ્ચાત્ય ચિકિત્સાશાસ્ત્રના જનક હતા અને ચરક (ઇ. સ. પૂર્વે 300-ર00) ભારતીય ઔષધ આયુર્વેદ વિજ્ઞાનના પ્રવર્તક હતા. સામાન્યતઃ આવા શપથ દેશની મૅડિકલ કોલેજોનું નવા શૈક્ષણિક વર્ષનું સત્ર શરૂ થાય ત્યારે વ્હાઈટ કોટ સેરેમની સિફેદ કોટ સમારોહ) સમયે લેવડાવવામાં આવે છે.

ઉપરોક્ત નિર્ણયનું ઔચિત્ય તપાસીએ તો હકીકતે ભારતીય આયુર્વેદશાસ્ત્રના ખરા જનક અગ્નિવેશ છે. નહીં કે ચરક. ચરક તો માત્ર પ્રવર્તક જ છે. જે ગ્રંથના કારણે ચરક ‘આયુર્વેદ વિશારદ’ તરીકે આર્યાવર્તમાં ખ્યાતનામ થયા તે ચરકસંહિતાના સર્જનનો ઇતિહાસ તપાસીએ તો મહર્ષિ આત્રેય પુનર્વસુએ પોતાના 0૬ શિષ્યો-અગ્નિવેશ, ભલ, જતુકર્ણ, હારીત, ક્ષીરપાણિ અને પરાશરને લોકોના સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે એક ગ્રંથનું લેખન કરવા કહેલું. જે પૈકી અગ્નિવેશલિખિત ગ્રંથ ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ હતો. અગ્નિવેશનો ૧૨,000 શ્લોકો સાથેનો આ ગ્રંથ ‘અગ્નિવેશતંત્ર’ અથવા ‘અગ્નિવેશસંહિતા” (આશરે ઈ. સ.પૂર્વે ૮00-900)ના નામે ઓળખાયો. આ ગ્રંથ ૧૧ મી સદી સુધી ઉપલબ્ધ અને પ્રકાશિત થતો રહ્યો. આ ગ્રંથમાં ચિકિત્સા, કલ્પ અને સિદ્ધિસ્થાનના અનુક્રમે ૧૭, ૧૨ અને ૧૨ મળીને કુલ ૪૧ પ્રકરણો હતાં.

પછીનાં પ00 વર્ષ વીતી ગયા બાદ, ચરકે “અગ્નિવેશસંહિતા’ના ઉપલબ્ધ ૯.૨૫ શ્લોકોનું સંભવત: ઇ.સ. પૂર્વ 300-200 માં કુશળતાથી નવસંસ્કરણ કર્યું રામકરણ શર્મા, વૈદ્ય ભગવાનદાસ, અગ્નિવેશ”સ ચરકસંહિતા, વોલ્યુમ 01, 2009). પરિણામે તત્કાલીન દેશસમાજની સ્મૃતિમાંથી મૂળ રચયિતા કષિ ‘અગ્નિવેશ” અને તેના ગ્રંથ ‘અગ્નિવેશસંહિતા”નું નામ ભૂંસાઈ ગયું અને તેના સ્થાને મહર્ષિ ચરક અને તેના ગ્રંથ ‘ચરકસંહિતા’નું નામ યાવચ્ચંદ્રદિવાકરૌ છપાઈ ગયું! ટૂંકમાં  અગ્નિવેશની કૃતિ ‘અગ્નિવેશસંહિતા’ માંથી ઉધ્ધૃત કરેલ ‘ચરકસંહિતા’ એ મહર્ષિ ચરકની મૌલિક કૃતિ તો નથી જ. તેથી ‘હાઇટ કોટ સેરિમની’ સમયે આયુર્વેદવિદ્યાના ખરા જનક અગ્નિવેશ’ના નામે જો શપથ લેવડાવવામાં આવે, તો તે વાસ્તવિક, વાજબી અને ન્યાયી ગણાશે.
 સૂરત-પ્રા. જે. આર. વઘાશિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top