સુરત: સુરત (Surat) શહેરમાં હત્યાની (Murder) ઘટના દિવસેને દિવસે વધી રહી છે. સુરતના ગોડદરાના કૈલાશનગરમાં ઇલેક્ટ્રિકના દુકાનદારને જાહેરમાં ચપ્પુના ઘા મારી પતાવી દેવામા આવતા પોલીસ (Police) દોડતી થઈ ગઈ હતી. ગોડદરામાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા વેપારી પાસે કેટલાક ઈસમોએ ખાવુંનું તેલ માગતા દુકાનદાર અને ગ્રાહક વચ્ચે માથાકૂટ થઈ હતી, અને ત્યાર બાદ ગ્રાહક બનીને આવેલા ઈસમોએ દુકાનદારને ચપ્પુના ઘા મારી જાહેરમાં પતાવી દીધો હતો. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
- ઈલેક્ટ્રિકની દુકાનમાં ખાવાનું તેલ માગતા ઝઘડો
- વાત એટલી હદે વધી ગઈ હતી કે ગ્રાહકોએ દુકાનદારને બહાર કાઢી ફટકાર્યો
- ચપ્પુના ઘા ઝીંકી દુકાનદારી હત્યા કરી ઈસમો સ્થળ પરથી ભાગી ગયા
- CCTVની મદદથી પોલીસ હત્યાની તપાસ કરી રહી છે
સુરતના ગોડાદરામાં થયેલી હત્યા અંગે પીઆઇ ઝાલાએ કહ્યું હતું કે, ઇલેક્ટ્રિકની દુકાનમાં ખાવાનું તેલ લેવા આવેલા ઈસમ સાથે માથાકૂટ થયા બાદ વેપારીની હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા લૂંટને લઈ તપાસ ચાલી રહી છે. પોલીસ ના આધારે હત્યાના આરોપી CCTV કેમેરામાં કેદ થયા છે.
ખાવનું તેલ માગતા કરાઈ હત્યા
સુરતમાં બનેલી હત્યા અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના સોમવારની રાતની છે. દેવરામ ભરતભાઇ ચૌધરી પાર્ટનરશિપમાં કૈલાશ નગર દેવ નારાયણ કોમ્પ્લેશમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા હતા. સોમવારે દુકાન પર અજાણ્યા ઈસમોએ દેવરામ પાસે ગ્રાહક બની ખાવાનું તેલ માગ્યું હતું. ખાવાનું તેલ માગતા દુકાનદાર અને ગ્રાહક વચ્ચે માથાકૂટ થઈ હતી. દુકાનદાર દેવરામભાઈએ ગ્રાહકને ખાવું તેલ માંગતા ઠપકો આપતા કહ્યું હતું કે ખબર નથી પડતી ઇલેક્ટ્રિકની દુકાન પર તેલ માગે છે. દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વિવાદ ઝઘડા સુધી પહોંચી ગયો હતો.
વિવાદ બાદ અજાણ્યા ઇસમે ફોન કરી તેના મિત્રોને બોલાવી લીધા હતા, ત્યાર બાદ દેવરામને દુકાનની બહાર કાઢી જાહેરમાં ફટકાર્યો હતો. ત્યારબાદ ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવામાં આવ્યો હતો. દેવરામભાઈની મોત થઈ હોવાનું જાણતાની સાથે જ હુમલાખોરો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી. પોલીસ દ્વારા હાલ તપાસ ચાલી રહી છે.