SURAT

ગ્રીષ્માના આ કામથી ખુશ થઈ 7 વર્ષ પહેલાં રાકેશ અસ્થાનાએ તેનું સન્માન કર્યું હતું

સુરત : ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડે (Grishma vekariya murder) દેશભરમાં ચકચાર જગાવી છે.ફેનિલ ગોયાણી નામના યુવકે ગઈ તા. 12મી ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માની તેના પરિવારજનોની નજર સામે તેના ઘરની નજીક ગળું કાપી હત્યા કરી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદથી ગ્રીષ્મા અને ફેનિલ વિશે અનેક વાતો ચર્ચાઈ રહી છે ત્યારે ગ્રીષ્મા નાની વયથી જ પોતાના લક્ષ્યને વળગી મહેનત કરનારી યુવતી હોવાનો એક પુરાવો સામે આવ્યો છે.

  • ગ્રીષ્મા બાળપણથી જ પોલીસ અધિકારી બનવા માંગતી હતી
  • ગ્રીષ્માએ સ્કૂલમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટમં ભાગ લીધો હતો
  • ગ્રીષ્માનો ઉત્સાહ, જૂનૂન જોઈ તેને સન્માનપત્ર અપાયું હતું

ગ્રીષ્મા પહેલાથી જ પોલીસ અધિકારી (Police Officer) બનવા માંગતી હતી, સ્કૂલમાં જ પોલીસ ક્રેડેટના પ્રોગ્રામમાં ભાગ લેનારી ગ્રીષ્માને સુરતના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાના (Rakesh Ashthana) તેમજ જોઇન્ટ પોલીસ કમિશનર આશિષ ભાટીયા (Aashish Bhatiya) અને નિપૂર્ણા તોરવણેએ (Nipurna Torvane) પ્રમાણપત્રો આપ્યા હતા.

ગ્રીષ્માની હત્યાને લઇને શહેર તેમજ સમગ્ર દેશમાં ભારે ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે. સ્કૂલ સમયથી જ વિદ્યાર્થીનીઓને ડિફેન્સની તાલીમ આપવામાં આવે તેમજ વિદ્યાર્થીનીઓ નાનપણથી જ આત્મનિર્ભર બનીને પોતાની રક્ષા કરી શકે તે માટે સ્કૂલમાં સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ અને એનસીસી જેવા પ્રોગ્રામો કરવામાં આવે છે. ગ્રીષ્માએ પણ સ્કૂલમાં સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્રીષ્માની પોલીસ પ્રત્યેનું જુનુન અને તેના ઉત્સાહને જોઇને સુરત શહેરના બાહોશ અધિકારીઓએ ગ્રીષ્માને પ્રશંસાપત્ર અને સન્માનપત્ર આપ્યું હતું.

ગ્રીષ્મા વેકરીયાએ સને-2015માં છ દિવસના સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ (એસપીસી) પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. જેમાં સુરતના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાના તેમજ તત્કાલીન જોઇન્ટ પોલીસ કમિશનર નિપૂર્ણા તોરવણેએ ગ્રીષ્માને પ્રમાણપત્ર આપ્યું હતું, જ્યારે રાકેશ અસ્થાના બાદ સુરત શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પણ ગ્રીષ્માને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરી હતી. ગ્રીષ્માના પોલીસ અધિકારી બનવાના સપનાને ફેનિલે એકતરફી પ્રેમ કરીને ચકનાચૂર કરી દીધા હતા. ગ્રીષ્માના ઘરે પોલીસે તપાસ કરી અને પરિવારજનોના નિવેદનો લીધા ત્યારે ગ્રીષ્માને મળેલા સર્ટિફિકેટો જોઇ પોલીસમાં પણ ગમગીની જોવા મળી હતી.

Most Popular

To Top