ડિસેમ્બર માસમાં રિલીઝ થયેલી એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ અત્યંત ટૂંકા સમયગાળામાં થિયેટરમાંથી અદ્રશ્ય થઇ ગઇ. સ્ત્રીની સમસ્યા, વેદના, પરિવારમાં થતી ઉપેક્ષા જેવી વાતોને સાંકળતી અને તેમના મનોભાવોને વાચા આપતી સુંદર ફિલ્મ જાણીતા થિયેટરમાં તો ચાલી જ નથી. અને ગુજરાતી ફિલ્મો તો પહેલેથી જ ૧૦૦ ટકા કરમુકત હોય તે સંજોગોમાં જે થિયેટરમાં ચાલતી હતી ત્યાં ૨૦૦ રૂપિયાની ઉપર ટિકિટના દર હતા જે હેરત પમાડે એવું હતું. હવે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૮મી માર્ચ નજીક જ છે ત્યારે આવી મહિલા પ્રધાન ફિલ્મ વધુને વધુ લોકો જોઇ એની વેદનાને ઉજાગર કરે, અને સ્ત્રી ને સ્ત્રી તરીકે જુવે, એને સમજે. આ ફિલ્મ વધુને વધુ વ્યકિત પરવડે તેવા વ્યાજબી દરે જોઇ શકે તેવા પ્રયાસો થાય.
સુરત – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.