Vadodara

આને કહેવાય હળાહળ કળીયુગ,ઓરમાન પિતાએ દીકરી સાથે શારીરિક અડપલા કર્યાં

વડોદરા : કરજણ પાસેના ગામમાં ઓરમાન પિતા તેમની દિકરી સાથે અવારનવાર જાતી છેડછાડ કરતા હતા. દિકરીની મદદ તેની માતા પણ ન કરી શકતા ઓરમાન પિતાના કરતુતોથી ત્રસ્ત થયેલી સગીરાએ અભયમ 181 મહીલા હેલ્પલાઈનનો સંપર્ક કરી આપવીતી જણાવી મદદરૂપ બનવા વિનંતિ કરી હતી. અભયમ 181 મહીલા હેસ્પલાઈન પાદરાની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. અને સગીરાની હકિકત જાણી તેમજ આગળ જતા આ હેરાનગતિ બંધ થાય તે માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, પતિના અવસાન બાદ રૂકસાનાબાનુ (નામ બદલેલ છે) એ પુનઃ લગ્ન કર્યા હતા. તેમની સાથે બે દીકરીઓ પણ રહેતી હતી. જોકે બીજા લગ્ન કરતા રૂકસાનાબાનું સાસરીમાં રહેવા ગઈ હતી. અને તેમની બે દીકરીઓને પણ સાસરીમાં સાથે લઇ ગઈ હતી. જ્યાં દિકરીઓના ઓરમાન પિતા તેમની ઉપર ખરાબ નજરથી જોતા હતા. ઉપરાંત અવારનવાર શારીરિક અડપલા પણ કરતા હતા. જેની ફરિયાદ સગીરાએ તેની માતાને કરી હતી. પરંતુ પિતાએ બંને સાથે ઝઘડો કરી ધમકી આપતા તેઓને બીજો કોઈ આશ્રય ન હોવાથી તે ચુપ રહેતા હતા. આમ આવી હરકતોથી ત્રસ્ત સગીરાએ હિમ્મત કરી હતી અને 181, મહીલા હેલ્પ લાઇનો સંપર્ક કર્યો હતો. સગીરાએ અભયમને પોતાની આપવીતી જણાવી હતી.

જેથી અભયમની ટીમે સ્થળ પર પહોંચી હતી. અને સગીરાના ઓરમાન પિતાને પોતાની પુત્રી સાથે શરમજન્ક હરકતો બદલ જણાવ્યું હતું કે, ઘર મા જ પુત્રીઓ સલામત નથી તો તેમનું રક્ષણ તમે શું કરવાના છો. આ કૃત્ય સામાજીક અને કાયદાકિય રીતે અપરાધ છે. બીજી બાજુ સગીરા એ જણાવ્યું હતું કે, મારી સાથે જે હરકત કરવામાં આવી રહી છે. તે મારી નાની બેન સાથે પણ થઈ શકે છે. જેથી અમારે રક્ષણની જરૂર છે. જેથી આ મામલે સગીરાના જણવ્યા અનુસાર સેગવા પોલીસ સ્ટેનશનમાં ફરિયાદ અપાવવા આવી હતી.

Most Popular

To Top