Vadodara

માંજલપુર પટેલવાડીમાં નિર્માણધીન મકાન ધરાશાયી, 3નું રેસ્ક્યુ

          વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પટેલવાડીમાં રવિવારની સવારે  નિર્માણાધીન મકાન એકાએક ધસી પડતાં મકાન નીચે ત્રણ લોકો દટાયા હોવાની હકીકતને પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ મકાન માલિકનું રેસ્કીયુ કર્યું હતું એ પહેલાં સ્થાનિકોએ મકાનમાં દબાયેલા અન્ય બે લોકોને હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા. રવિવારની સવારે માંજલપુર વિસ્તારમાં મકાન પડવાની દુર્ઘટના સર્જાઇ છે માંજલપુરના પટેલ વાડીમાં નિર્માણાધીન મકાન એકાએક  ધરાશાયી થયું હતું જેના કારણે ધડાકો થયો હોય તેવો અવાજ આવ્યો હતો. અચાનક ધડાકા સાથે મકાન પડતા  આસપાસના લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા હતા. મકાન ધરાશાયી થવાને કારણે ત્રણ જેટલા લોકો અંદર દબાયા હોવાનું સામે આવ્યું હતું જેને પગલે સ્થાનિકોએ ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ  તુરંત  બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બે લોકોને હેમખેમ રીતે બહાર કાઢી લીધા હતા.

મકાન પાડવાની જાણ થતા ફાયરના લાશ્કરો પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ માંજલપુરમાં નિર્માણાધીન મકાન ધરાશાયી થતા ત્રણ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જે પૈકી બે લોકોને સરળતાથી રેસ્ક્યૂ કરી શકાય તેવી સ્થિતી હોવાને કારણે સ્થાનિકોએ જ બહાર કાઢી લીધા હતા. જ્યારે મકાન માલિક અંદર સુધી દબાયા હોવાને કારણે ફાયરના લાશ્કરોએ તેમનું ભારે જહેમત કરી રેસ્ક્યૂ કર્યું હતું મકાન ધરાશાય થવાની ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા એક તબક્કે વિસ્તાર એમ્બ્યુલન્સના સાયરનોથી ગુંજી ઉઠ્યો હતો. જો કે, મકાન ધરાશાયી થયાની ઘટનામાં ફસાયેલા તમામનો બચાવ થતા સ્થાનિકો અને ફાયરના જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને મોટી દુર્ઘટના ટળી હોવાની હાશ અનુભવી હતી.

દીવાલ તૂટતાં હિંચકામાં સૂતેલા 6 માસના બાળકનું કરુણ મોત
કોયલી તળાવ નજીક આવેલ રામદેવ પાર્કમાં મધ્યપ્રદેશનું શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરતું હતું  દરમિયાન પોતાના છ મહિનાના બાળકને દિવાલના ટેકે દોરી બાંધીને હિચકો બાંધ્યો હતો આ સમયે અચાનક દિવાલ તૂટીને બાળક પર પડી હતી ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી જઈ રેસ્કિયુની કામગીરી કરી હતી દીવાલ નીચે દટાઈ ગયેલ 6 માસનો બાળક મૃત અવસ્થામાં મળ્યો હતી જે દિવાલના ટેકે  બાળક મીઠી નિંદર માણી રહ્યું હતું એ દીવાલ જર્જરિત હાલતમાં હતી અને છ મહિનાના બાળક પરિણામે બાળક સદાય માટે નિંદ્રાધીન બની રહ્યો હતો બાળકના મોતથી શ્રમજીવી પરિવાર માથે આભ તૂટી પડયું હતું.

Most Popular

To Top