Dakshin Gujarat

માતા રસોડામાં રસોઈ બનાવતી હતી અને રૂમમાં દીકરાએ પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો, નવસારીની દર્દનાક ઘટના

નવસારી : નવસારીમાં (Navsari) યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારીના ધર્મિન નગર વિસ્તાર નજીક સરદાર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં શ્રેયાંસ પારેખ (ઉ. વ. ૨૪) તેમના પરિવાર સાથે રહેતો હતો. રવિવારે શ્રેયાંસ તેના ઘરે હતો. અને તેની માતા પણ ઘરમાં રસોઈમાં કામ કરતી હતી. ત્યારે શ્રેયાંસે તેના બેડરૂમમાં જઈ પંખા સાથે દુપટ્ટો બાંધી કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

  • માતા રસોડામાં કામ કરી હતી, પુત્રએ રૂમમાં ફાંસો ખાધો
  • 24 વર્ષીય શ્રેયાંસ કોઈ અગમ્ય કારણસર પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યું
  • માતાના આક્રંદથી પાડોશીઓ દોડી આવ્યા

શ્રેયાંસને ફાંસીએ લટકેલો જોઈ તેની માતાએ આક્રંદ ભરી બુમો પાડી હતી. જે સાંભળી પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ નવસારી ટાઉન પોલીસ મથકે કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી હતી. જયારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નવસારી ગ્રીડની આધેડ મહિલાનો ગળે ફાંસો ખાઈ આપઘાત
નવસારી : નવસારી ગ્રીડ પર રહેતી આધેડ મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી ગ્રીડ પર સર્વમંગલ સોસાયટીમાં આશાબેન મગનભાઈ બારોટ (ઉ. વ. ૫૦) તેમના પરિવાર સાથે રહેતા હતા. આશાબેન છેલ્લા ત્રણેક માસથી માનસિક રોગથી પીડાતા હતા. જેના કારણે ગત ૧૯મીએ આશાબેને તેમના ઘરમાં રસોડાના સીલીંગ પંખા સાથે નાયલોન દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે જીજ્ઞેશભાઈ બારોટે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી હતી. જયારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. અશોકભાઈને સોંપી છે.

અનિન્દ્રાની બીમારીથી કંટાળેલા વિજલપોરના વૃદ્ધનો કુવામાં કુદી આપઘાત
નવસારી : વિજલપોરના વૃદ્ધે અનિન્દ્રાની બીમારીથી કંટાળી જઈ કુવામાં કુદી આપઘાત કરી લીધાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મૂળ જલાલપોર તાલુકાના કડોલી ગામે સરદાર ફળીયામાં અને હાલ વિજલપોર મંકોડીયામાં નાનુવાડી સોસાયટીમાં રહેતા મનુભાઈ ડાહ્યાભાઈ પટેલ (ઉ. વ. આ. ૮૦) તેમના પરિવાર સાથે રહેતા હતા. મનુભાઈ છેલ્લા ઘણા વર્ષોથી અનિન્દ્રાની બીમારીથી પીડાતા હતા. જે બીમારીથી મનુભાઈ કંટાળી ગયા હતા. જેથી ગત ૧૯મીએ મનુભાઈ કડોલી ગામે ભદ્રેશભાઈ પટેલના ખેતરમાં ગયા હતા. જ્યાં ખેતરમાં સેંધા કુવામાં મનુભાઈએ કુદી ગયા હતા. જેના પગલે કુવાના પાણીમાં ડૂબી જતા મનુભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર દિલીપભાઈએ મરોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. નિવૃત્તીભાઈને સોંપી છે.

Most Popular

To Top