Charchapatra

સામાન્ય પ્રજાની સમસ્યા

સુરત શહેર જે સ્વચ્છતામાં સમગ્ર દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત કરે છે તેમાં સામાન્ય જનતાનું એવું સ્પષ્ટ માનવું છે કે શહેરના અમુક વિસ્તારોને સદંતર અવગણવામાં આવતા હોય છે. આવો જ એક વિસ્તાર એટલે રામનગરના મસાલ સર્કલથી બોટનિકલ ગાર્ડન તરફ જતો વોક-વે રોડ.શહેરના અન્ય વિસ્તારમાં આવેલા વોક વે ની હાલત અને રામનગર ખાતે આવેલા આ વોક વે ની હાલત જોતાં તેમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળે છે. આ વોક વે માં નથી તો વૃક્ષોને નિયમિત પાણી અપાતું કે નથી સફાઈ થતી.તેમ જ અંદર મૂકવામાં આવેલા બાંકડા, કચરા પેટી,દરવાજા  અને લોખંડની ગ્રીલ પણ તૂટી ગઈ છે.તેમજ ઘણી વાર લાઈટો બંધ હોવાથી અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની જાય છે. સાથે જ આ રોડ ઉપર સાંજના સમયે શાકભાજીની લારીવાળાનો પણ જમાવડો થાય છે. જેનાથી ટ્રાફિકની પણ ખૂબ જ સમસ્યા રહે છે.રાત્રે સફાઈ પણ આ રોડ ઉપર કરવામાં આવતી નથી. પ્રજાના સેવકોને નમ્ર વિનંતી છે કે  અન્ય વિસ્તારોની જેમ આપણા વિસ્તારમાં પણ જાહેર સંપત્તિની સ્વચ્છતાની જાળવણી કરવામાં આવે. આશા રાખું છું કે આ સમસ્યાનું નિરાકરણ જલ્દી આવશે.
સુરત          – કિશોર પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top