National

યુપીમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ: કાનપુરના મેયરે વોટ નાખતી વખતે ફોટો શેર કર્યો, મેયર વિરૂદ્ધ FIR ફાટી

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશમાં (Uttar pradesh ) વિધાનસભાની ચૂંટણીનો (Assembly elections) રંગ ચારે તરફ જોવા મળી રહ્યો છે. યુપીમાં ત્રીજા તબક્કાનું મતદાન (voting) શરૂ થઈ ગયું છે. યુપીમાં 16 જિલ્લાની 59 સીટો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. જેમાંથી 59 સીટો પર 627 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જ્યારે આવી સ્થિતિમાં કાનપુરના (Kanpur) મેયર પ્રમિલા પાંડેએ (Pramila Pandey) ચૂંટણી પંચની માર્ગદર્શિકાનો ભંગ કર્યો છે. મેયરે કાસ્ટિંગ વોટનો ફોટો શેર કર્યો હતો, ત્યારે ભાજપના નેતાએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. 2.15 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 11 વાગ્યા સુધી 21.18% મતદાન નોંધાયું છે.

આ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા છે કારણે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ મેદાનમાં ઉતર્યા છે. અખિલેશ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત અખિલેશના કાકા શિવપાલ, પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદના પત્ની લુઈસ ખુરશીદ, પૂર્વ આઈપીએસ અસીમ અરૂણ વિધાનસભાની ચૂંટણીમાં ચર્ચામાં રહ્યા હતા.

ઉલ્લેખીનય છે કે મેયર પ્રમિલા પાંડે આજે કાનપુર શહેરના હડસન પોલિંગ સ્ટેશન પર વોટ આપવા ગઈ હતી. આ દરમિયાન તેણે ઈવીએમમાં ​​વોટિંગ કરતી વખતે પોતાનો ફોટો શેર કર્યો હતો. ચૂંટણી પંચના નિયમોની અવગણના કરીને, તેણીએ એ પણ શેર કર્યું કે તે કઈ પાર્ટીને મત આપી રહી છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે મતદાન દરમિયાન ઈવીએમની તસવીરો લેવાની સખત મનાઈ છે. પરંતુ મેયર પ્રમિલા પાંડેએ તેને સંપૂર્ણપણે અવગણીને માત્ર ફોટો જ ક્લિક કર્યો જ નહીં, પણ તેને શેર પણ કર્યો. બીજી તરફ કાનપુર ડીએમ નેહા શર્માએ કહ્યું છે ચૂંટણી પંચના નિયમ ભંગ કરનાર વિરૂદ્ધ FIR નોંધવામાં આવશે.તો બીજી તરફ, બીજેવાયએમના પૂર્વ શહેર પ્રમુખ નવાબ સિંહ બૂથની અંદર મોબાઈલ લઈ ગયા, તેમણે ઈવીએમમાં ​​પોતાનો મત નાખતી વખતે એક વીડિયો બનાવ્યો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પંજાબમાં 117 વિધાનસભા બેઠકો પર મતદાન
પંજાબમાં પણ વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યની 117 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. રાજ્યના 2.14 કરોડ મતદારો 1304 ઉમેદવારોના ભાવિ EVMમાં તાળા મારશે. પંજાબ ચૂંટણીમાં નવજોત સિદ્ધુ પણ મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસના બળવાખોર સાંસદ પરનીત કૌરે તેમના પતિ કેપ્ટન અમરિંદર સિંહની જીતનો દાવો કર્યો છે. આ વખતે કેપ્ટને કોંગ્રેસમાં બળવો કરીને અલગ પાર્ટી બનાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

Most Popular

To Top