Vadodara

ઉમા ચાર રસ્તા પાસે ભાજપના કોર્પોરેટર વરસાદી કાંસમાં ઉતર્યાં

વડોદરા : વડોદરા શહેરમાં પાલિકાનું તંત્ર પીવાનું ચોખ્ખું પાણી બે વખત આપી શકતું નથી અને પાલિકા તંત્રને પાતે પીવાનું ચોખ્ખું પાણી રોજનું લાખો ગેલન પાણીનો વ્યય થાય છે. પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર આવેલ ઉમા ચાર રસ્તા પર વરસાદી કાસમાં દસ દિવસ અગાઉ વરસાદી કાંસની કામગીરી ચાલી રહી હતી. તેમાં  માલૂમ પડ્યું કે પાણી મેં લાઇનમાં લીકેજ છે. ચેરમેન હિતેન્દ્ર પટેલનો વોર્ડ હોવાથી સ્થાનિક કાઉન્સિલર આશિષ જોશીએ તેમને રજુઆત કરીને ફોટા મોકલી આપ્યા હતા અને કામગીરી જલ્દી કરવા માટેની રજૂઆત પણ કરી હતી. જોકે કોઈ પણ નિરાકરણ આવ્યું ન હતું. કોઈપણ પાલિકાના અધિકારીઓ કામગીરી કરવા ન આવ્યા હતા. રોજનું લાખો ગેલન પાણીનો વ્યય થઇ રહ્યો હતો. દસ દિવસ બાદ વોર્ડ 15ના કોર્પોરેટર આશિષ જોશી પોતે લીકેજ શોધવા 30 ફૂટ ખાડામાં ઉતર્યા હતા.

જો કે ખાડામાં તેમની સાથે સાગર મિસ્ત્રી પણ જેવો પૂર્વ વિસ્તારમાં પાણી વિતરણના ઝોનમાં છે લીકેજ શોધવા માટે ઉતાર્યા હતા જોકે ખાડામાં વીજ વાયર અને ગેસની લાઈન પણ જતી હતી કોઈ પણ ડર રાખ્યા વગર ૩૫થી ૪૦ જેટલા ડગલા તેઓ ચાલ્યા હતા.ત્યારબાદ લીકેજ પાણીનું દેખાયું હતું જોકે શાસક પક્ષના જ કોર્પોરેટર હોવાથી તેમને જ અધિકારીઓ ગાંઠતા નથી તો સામાન્ય માણસની રજૂઆત કેવી રીતે અરજીઓનો નિકાલ આ અધિકારીઓ કરતા હશે તે સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશી ના ઉદાહરણથી માલુમ પડે છે. જોકે અગાઉ પણ તંત્રના પાપે પૂર્વ સાંસદ બાળુ શુક્લ ગટરમાં ઉતર્યા હતા અને થોડા મહિના અગાઉ નિઝામપુરા ખાતે મેયર કેયુર રોકડિયા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને સાંસદ રંજનબેન ભટ્ટ કાસ ઉતર્યા હતા.

Most Popular

To Top