National

એકસાથે 35 મહિલા અને બાળકીઓ કૂવામાં પડી, 13ના મોત: ઉત્તરપ્રદેશમાં ચોંકાવનારી ઘટના બની

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) કુશીનગરમાં બુધવારની રાતે અરેરાટીપૂર્ણ ઘટના બની હતી. કુશીનગરમાં નૌરંગિયા સ્કૂલ ખાસ ટોલામાં બુધવારે મોડી રાત્રે લગ્ન (Marriage) પ્રસંગ દરમિયાન એક મોટી દુર્ઘટના (accident) થઈ હતી, જેમાં પીઠી ચોળવાની રસમ દરમિયાન 35થી વધુ મહિલાઓ એક સાથે કૂવામાં (well) પડી જતા 13 ના મોત (death) નિપજ્યા હતા. મૃતક 13 મહિલાઓમાં 9 બાળકીઓ પણ સામેલ છે.

આ ઘટના નેબુઆ નૌરંગિયા વિસ્તારની છે. જ્યાં રાત્રે લગભગ 8.30 વાગ્યે ગામની મહિલાઓ અને કિશોરીઓ પીઠી વિધિ માટે મટકોડ જવા નીકળી હતી. આ દરમિયાન કુવા પાથરેલી જાળી પર મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ચડી ગઈ હતી. પીઠી ચોળવાની વિધિ દરમિયાન તમામ કૂવાની જાળી પર બેસીને પૂજા કરી રહી હતી, ત્યારે જાળી તૂટી ગઈ અને એક પછી એક બધી મહિલાઓ એમાં પડી ગઈ હતી. મહિલાઓ કૂવામાં પડી જતાં જ ચારેબાજુ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ ગામના યુવાનોએ સીડી અને દોરડાની મદદથી કૂવામાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે કેટલાક લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

કૂવા પર લોખંડની જાળી ઢાંકી હતી
રાત્રે 50-60 મહિલાઓ અને બાળકીઓ ગામની વચ્ચે આવેલા જૂના કૂવા પાસે પીઠીની રસમ કરવા માટે ઊભી હતી. કૂવાને લોખંડની જાળીથી ઢાંકવામાં આવ્યો હતો. મહિલાઓ કૂવાની જાળી પર ચઢી ગઈ હતી, ત્યારે જ લોખંડની જાળી તૂટી ગઈ હતી. કૂવાની આસપાસ ઊભેલી લગભગ 35 મહિલાઓ અને બાળકીઓ એકસાથે કૂવામાં પડી ગઈ અને પાણીમાં ડૂબવા લાગી. 35થી વધુ મહિલાઓ એક સાથે કૂવામાં પડી જતા 13ના મોત નિપજ્યા હતા. જેમાં મૃતક બાળકીઓની વય 5થી 15 વર્ષ છે. કૂવામાં હજુ અન્ય લોકો ફસાયા હોવાની જાણકારી મળી છે.

ઇજાગ્રસ્તોને ખાનગી જીપ અને પોલીસના વાહનોમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
ઘટનાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ ગામના એક યુવકના જણાવ્યા અનુસાર એમ્બ્યુલન્સ સમય પર પહોંચી ન હતી. તેથી ઇજાગ્રસ્તોને ખાનગી જીપ અને પોલીસના વાહનો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ડોક્ટરોએ 13 લોકોને મૃત ઘોષિત કર્યા છે. ડૂબવાથી તમામનાં મોતની આશંકા વ્યક્ત કરાઈ છે.

PM મોદીએ વળતરની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુશીનગરમાં આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. PM મોદીએ ટ્વિટ કર્યું, ઉત્તર પ્રદેશના કુશીનગરમાં થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. આમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર શક્ય તમામ મદદ કરી રહી છે. પીએમ મોદીએ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકના પરિજનોને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50ની આપવામાં આવશે.

Most Popular

To Top