Entertainment

દીપિકા પદૂકોણ સુરત એરપોર્ટ પર આવી, જાણીતી બ્રાન્ડની સાડી માટે શૂટિંગ કર્યું

સુરત : બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પદુકોણ આજે દિવસભર સુરતની મહેમાન બની હતી. જાણીતી ટેક્સટાઇલ બ્રાન્ડની સાડી માટે દીપિકાએ આજે સુરત એરપોર્ટ પર લાવ લશ્કર અને ઠાઠ સાથે વિમાનમાંથી સાડી સાથે ઉતરતી હોય એ પ્રકારના દ્રષ્યનું શુટિંગ કર્યું હતું. સવારે 10:30 કલાકે મુંબઈથી બે 22 સિટર ચાર્ટર ફ્લાઈટ સાથે દીપિકાનો કાફલો સુરત એરપોર્ટ પર લેન્ડ થયો હતો. તે પૈકીનું એક વિમાન એરપોર્ટના એપ્રન એરિયામાં પાર્ક કરી અહીં શુટિંગ કરવામાં આવ્યું હતું.

  • સવારે 10:30 કલાકે મુંબઈથી બે 22 સિટર ચાર્ટર ફ્લાઈટ સાથે દીપિકાનો કાફલો સુરત એરપોર્ટ પર લેન્ડ થયો હતો.
  • સવારે 11થી સાંજના 5 વાગ્યા વચ્ચે એરપોર્ટના એપ્રન એરિયામાં ચાર્ટર ફ્લાઈટ પાર્ક કરી દીપિકાએ શૂટિંગ પૂર્ણ કર્યું
  • સાંજે 05:45 કલાકે શુટિંગ પૂર્ણ કરી દીપિકા પોતાના ચાર્ટર વિમાનમાં મુંબઇ જવા માટે રવાના થઈ હતી.

આ સમગ્ર શુટિંગ દરમ્યાન અન્ય ફ્લાઈટ ઓપરેશન નિયમિત રહ્યાં હતાં. જોકે એરપોર્ટ પર આવેલા પેસેન્જરોને દીપિકાને રન-વેની નજીકના નોન રનવે એપ્રન એરિયામાં અને એરપોર્ટની વીવીઆઇપી લાઉન્જમાં લંચ લેવા પહોંચી ત્યારે નજીકથી જોવાનો અવસર મળ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યાં મુજબ એક મહિનાથી સુરત એરપોર્ટ પર આ શુટિંગ માટે મંજૂરીની પ્રક્રિયા કરવામાં આવી હતી. ડીજીસીએ અને એરપોર્ટની સુરક્ષા બંદોબસ્ત જોનાર બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ મંજૂરી આપતાં આ શુટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દીપિકાએ જુદી જુદી ડિઝાઈનર સાડીમાં શુટિંગ કર્યું હતું.

આ શુટિંગ સવારે 11:00 થી સાંજે 05:00 સુધી ચાલ્યું હતું. અને સાંજે 05:45 કલાકે શુટિંગ પૂર્ણ કરી દીપિકા પોતાના ચાર્ટર વિમાનમાં મુંબઇ જવા માટે રવાના થઈ હતી. સાડીની એડનું શુટિંગ હોવાથી દીપિકાના પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ અને સીઆરપીએફ દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં પેસેન્જરોએ દીપિકા વિવીઆઈપી લાઉન્જમાં જતી હતી. ત્યારે તેણીનો વીડિયો બનાવ્યો હતો. કેટલાક શુટિંગના ફોટો પણ લીક થયા હતાં.

પ્રથમવાર સુરત એરપોર્ટની પ્રિમાઈસીસ શુટિંગ માટે ભાડે અપાઈ
સુરત: કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની આવક વધે એ માટે ઓછા વ્યસ્ત રહેતા એરપોર્ટ અને જે એરપોર્ટ પર વધારાની જગ્યા છે.જ્યાં શુટિંગ થઈ શકે છે. એવા એરપોર્ટ પર ભાડું વસુલ કરી શુટિંગ કરવા માટે મંજૂરી આપવાનું શરૂ કર્યું છે.પ્રથમવાર સાડીની જાહેરાતના શુટિંગ માટે ચાર્ટર વિમાનના ઉપયોગ સાથે દીપિકા પાદુકોણેએ શુટિંગ કર્યું હતું.

અભિનેત્રી દીપિકા પદુકોણેના આગમન પહેલા તેણીની વેનિટી વેન એરપોર્ટમાં આવી
બોલીવુડની વિખ્યાત અભિનેત્રી દીપિકા પદુકોણે ચાર્ટર ફલાઇટ લઈ શુટિંગ માટે આવે એ પહેલાં દીપિકાની લક્ઝુરિયસ વેનિટી વેન એરપોર્ટ પરિસરમાં આવી હતી. વિમાનમાંથી ઉતરતાં જ દીપિકા મેકઅપ અને ડ્રેસિંગ ચેન્જ માટે વેનિટી વેનમાં જતી રહી હતી.વેન ઉપરાંત બે લક્ઝુરિયસ કાર પણ તેની સુવિધા માટે ઐરપોર્ટમાં લાવવામાં આવી હતી.

દીપિકાએ એરપોર્ટની નજીક આવેલી હોટેલનું સલાડ સાથે સાદુ લંચ લીધું
દીપિકા શુટિંગ માટે સવારે સુરત એરપોર્ટ આવી હતી એરપોર્ટના એપ્રન નજીકના ખુલ્લા વિસ્તારમાં વિમાન પાર્ક કરી શુટિંગ કરાયું હતું. જોકે દિવસભર દીપિકા ટર્મિનલ બિલ્ડિંગમાં માત્ર એકવાર ફ્રેશ થવા અને બપોરનું લંચ લેવા વિવિઆઈપી લાઉન્જમાં આવી હતી.દીપિકા માટે સેલડ,દાળ,ભાત અને સિંગલ મિક્સ વેજીટેબલ શાક પ્લેન રોટલી સાથે આરોગ્યું હતું.એરપોર્ટ નજીકની હોટેલમાંથી આ થાળી આવી હતી.

Most Popular

To Top