National

સંસદ ટીવીની યુ ટ્યુબ ચેનલ હેક, આ ક્રિપ્ટો કરન્સીના નામ પર રાખ્યું નવું નામ

નવી દિલ્હી: સંસદની કાર્યવાહી પ્રસારિત કરતી યુ ટ્યુબ (you tube ) ચેનલ  સંસદ ટીવી  (Sansad TV) હેક (Heck) કરવામાં આવી છે.  (Parliament)  પાર્લામેન્ટ  ટીવીએ આ મામલે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે 15 ફેબ્રુઆરીએ સંસદ ટીવીની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી હતી. યુ ટ્યુબ (YouTube) સુરક્ષાના જોખમને સંબોધિત કરી રહ્યું છે.

(sansad) સંસદમાં થઇ રહેલી  કાર્યવાહીઓનું (live) લાઈવ પ્રસાર કરતી સંસદની યુ  ટ્યુબ (youtube) ચેનલ (Channel) સંસદ ટીવી ( Sansad TV)ને હેકર્સ ઘ્વારા હેક કરી દેવામાં આવી છે.  યુટ્યુબ પર સંસદ ટીવીનું એકાઉન્ટ કથિત રીતે યુટ્યુબ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ યુટ્યુબ ચેનલ પર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે. સંસદ ટીવીએ માહિતી આપી હતી કે તેમની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી છે. ભારતની સાયબર સુરક્ષા ઘટનાઓ પણ નજર રાખતી એજન્સી ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In), નોડલ એજન્સીએ આ ઘટનાના મામલે સંસદ ટીવીને ચેતવણી આપી છે. હેકર્સે (Hackers)ચેનલ હેક કરીને નવું નામ ‘ઇથેરિયમ’ કરવામાં આવ્યું હતું જે એક ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) છે.

ગુગલને ફરિયાદ કરતા તપાસ શરૂ 
આ મામલે અધિકારીઓએ ગુગલ ને ફરિયાદ કરી છે, અને  તેઓ તેની તપાસ કરી રહ્યા છે. સંસદ ટીવીના જણાવ્યા અનુસાર, YouTube એ સુરક્ષાના જોખમોને કાયમી ધોરણે ઠીક કરવાનું શરૂ કરી દીધું છે અને શક્ય તેટલી વહેલી તકે તેને પુનઃસ્થાપિત કરવામાં આવશે.

ચેનલ હેક થતા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ 
સંસદ ટીવીની યુટ્યુબ ચેનલ હેક થતા તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં લખ્યું હતુ કે , ‘આ એકાઉન્ટને YouTubeના સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટે અક્ષમ કરવામાં આવ્યું છે.’ચેનલ ખોલવા પર લખ્યું હતું કે, ‘આ પેજ ઉપલબ્ધ નથી. આ માટે માફી. બીજું કંઈક શોધવાનો પ્રયત્ન કરો.’ આ ઉપરાંત, ‘404 એરર’ પણ દેખાડી રહી હતી.

Most Popular

To Top