સુરત: સુરત એરપોર્ટને (Surat Airport) આંતરરાષ્ટ્રીય (International) કક્ષાનો રન-વે (Run-Way) આપવા હયાત રન-વેનું વિસ્તરણ (Expansion ) કરવા માંગ કરવામાં આવી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકાર અને એવિએશન (Aviation) વિભાગ સમક્ષ મોટા એરક્રાફ્ટને (Aircraft) લેન્ડિંગ ટેક ઓફ માટે રન-વે લંબાવવા રજૂઆત કરી છે. ગ્રુપના અગ્રણી સંજય જૈને જણાવ્યું હતું કે, રન-વેની લંબાઈમાં વધારો કરવાથી મોટા એરક્રાફ્ટ અથવા ભારે એરક્રાફ્ટને મંજૂરી આપી શકાશે. એનો અર્થ એ છે કે, તે મહત્તમ ટેક-ઓફ વજનમાં વધારો કરવાની મંજૂરી આપશે. જેના પરિણામે તેથી એરપોર્ટથી વધુ સેવા આપી શકાશે.
- વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકારvsઅ એવિએશન વિભાગને રન-વેની લંબાઈ વધારવા રજૂઆત કરાઈ
- રન-વે લાંબો હોય તો મોટા એરક્રાફ્ટ અથવા ભારે એરક્રાફ્ટ સરળતાથી લેન્ડીંગ કરી શકશે
- રન-વે લાંબો હોય તો એરક્રાફ્ટ લેન્ડિંગની ક્ષમતામાં વધારો થશે
રન-વે લાંબો હોય તો વધારાના એક્ઝિટ અથવા એન્ટ્રી ટેક્સી-વે દરેક રન-વેને કાર્યક્ષમ પ્રવેશ અને રન-વેમાંથી બહાર નીકળવા માટે સરળતા થઈ જાય છે. વધુ એક્ઝિટ ટેક્સી-વે ઉમેરી શકાય છે. એર ક્રાફ્ટ લેન્ડિંગની ક્ષમતામાં દર કલાકમાં વધારો થઈ શકે છે. લાંબો રન-વે હોવાથી કોઈવાર માનવીય ભૂલથી જે એર ક્રાફ્ટ રન વેની બહાર નીકળી જવાની અને દુર્ઘટના બનવાની સંભાવના હોય છે તેને પાયલટ કંટ્રોલ કરી ટાળી શકે છે. વાઈડ બોડી એર ક્રાફ્ટ, વધુ પેસેન્જર ક્ષમતા ધરાવતા એર ક્રાફ્ટ, વધુ વજન ધરાવતા એરક્રાફ્ટ આ તમામ માટે લાંબો રન વે જરૂરી છે.
સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ મેળવવા રન-વે વિસ્તરણ શા માટે જરૂરી ?
સંજય જૈને વધુમાં જણાવ્યું હતું કે, લોંગહોલ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વાઈડ બોડી એરક્રાફ્ટનો જ ઉપયોગ થાય છે. નેરો બોડી એરક્રાફ્ટ વપરાતા જ નથી. કારણ કે તેની એટલી ઉડ્ડયન ક્ષમતા હોતી જ નથી. સુરતને યુરોપ USA એશિયા પેસિફિક સાથે કનેક્ટિવિટી જોઈતી હોય તો વાઈડ બોડી એરક્રાફ્ટ માટે ૪ કિલોમીટર લાંબો રન-વે જરૂરી છે. નહીંતર મુંબઈ-અમદાવાદથી જ ટ્રાવેલ કરવું પડશે.
સુરતથી ભરૂચ-વાપીમાંથી પૂરતો આંતરરાષ્ટ્રીય ટ્રાફિક મળી રહે તેવી અપેક્ષા
અમદાવાદથી આંતરરાષ્ટ્રીય વિમાન સેવા મર્યાદિત છે. સુરતનો ભરૂચથી વાપીને સુરતથી ઉત્તર મહારાષ્ટ્રનો પૂરતો ટ્રાફિક અને પોટન્શિયલ છે. લગભગ ૧.૫થી ૨ કરોડની વસતીનો કેચમેન્ટ વિસ્તાર સુરત પાસે છે. એટલે આંતરાષ્ટ્રીય કનેક્ટિવિટી માટે ૪ કિલોમીટર રન-વે જરૂરી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ આ બાબતે માંગ કરી ચૂક્યું છે કે રન-વેનું વિસ્તરણ થાય તો યુરોપ, USA, એશિયા પેસિફિકની કનેક્ટિવિટી માટે સરળતા થઈ શકે.