Vadodara

કોરોનાની પીછેહઠ : 234 કોરોના પોઝિટિવ કેસ : 327 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયાં

વડોદરા : વડોદરા માં કોરોનાની ગતિ ધીમી પડી છે.સોમવારે 234 પોઝિટિવ કેસ નોંધાયા હતા.પાલિકા દ્વારા જારી કરાયેલા કોવિડ બુલેટિન મુજબ વધુ 4 વ્યક્તિઓના કોરોનાથી મોત થયા હતા.અત્યાર સુધીમાં કોરોના કારણે મૃત્યુ આંક 706 પર પહોંચ્યો છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા વીતેલા 24 કલાકમાં 3573 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 234 પોઝિટિવ આવ્યા હતા.જ્યારે 3339 નેગેટિવ આવ્યા હતા.સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 327 દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.જે તમામને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 1,28,159 પર પહોંચ્યો છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 45 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 49 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 26 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 50 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 64 દર્દી મળી કુલ 234 દર્દીઓ કોરોનાં પોઝિટિવ નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 1,32,355 ઉપર પહોંચ્યો છે.

શહેરમાં 3259 લોકો હોમ આઈસોલેશન તેમજ કોરોનાના 3490 એક્ટિવ કેસ
શહેરમાં ઘટતાં જતા કોવિડ કેસો વચ્ચે એક્ટિવ કોરોનાના કેસોની સંખ્યા 3490 અને હોમઆઇસોલેશન હેઠળ 3259 વ્યક્તિઓ છે.જ્યારે 231 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ દાખલ છે.જેમાં વેન્ટિલેટર-બાયપેપ પર 12 દર્દીઓ,વેન્ટિલેટર વગર આઈસીયુમાં 40 દર્દીઓ,ઓક્સિજન ઉપર 73 દર્દીઓ અને ઓક્સિજનની જરૂર નથી તેવા હળવા લક્ષણો ધરાવતા 106 દર્દીઓનો સમાવેશ થાય છે.જ્યારે કુલ 936 વ્યક્તિઓ હાલ ક્વોરેન્ટાઈન હેઠળ છે.

રોના કેસો મળી આવેલા વિસ્તારો
રામદેવ નગર, એકતા નગર, દિવાળીપુરા, ગાજરાવાડી, સંવાદ, સમા, ગોત્રી, માણેજા, વારસીયા, ફતેપુરા, અટલાદરા, તરસાલી, હરણી, નવી ધરતી, સુભાનપુરા, રેસકોર્સ રોડ, માંજલપુર, સુદામાપુરી, યમુનામિલ
SSGના કોરોના વોર્ડમાં 31 દર્દી સારવાર હેઠળ : 1નું મોત
SSGમાં કોરોના વિભાગમાં હાલ 31 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 1 શંકાસ્પદ દર્દીને પ્રોટોકલ પ્રમાણે સારવાર અપાઇ રહી છે. સોમવારે કોવીડ ઓપીડીમાં કોરોના ચકાસણી માટે કરેલા 20 રેપિડ ટેસ્ટ પૈકી 4 પોઝિટિવ જણાયા હતા.સારવારમાંં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.

Most Popular

To Top