SURAT

યુવતીનું જાહેરમાં ગળું કાપી હત્યા કરનાર ‘કપલ બોક્સ’ ચલાવતો હતો, હત્યારાના પિતાએ કહ્યું, ‘મારો સિક્કો ખોટો, તેને..’

સુરત: (Surat) સુરતના પાસોદરા ખાતે શનિવારના રોજ એક એવી ઘટના બની કે જેણે  આખાય શહેરને ચોંકાવી દીધું છે. કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક  એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતીના ગળા પર ચપ્પુ મૂકીને તેની ઘાતકી હત્યા કરી દીધી હતી. યુવતીની હત્યા બાદ આરોપી યુવકે પણ પોતાના જ હાથ પગ પર ચપ્પુના ઘા મારી ઝેરી દવા પી લેતા સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાયો હતો. આ હત્યા મામલે હવે ધીમે ધીમે ચોંકાવનારા ખુલાસા બહાર આવી રહ્યા છે. હત્યા કરનાર આરોપી  વેલંજામાં કપલ બોક્ષ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે શહેરના મોભીઓએ પોલીસ કમિશનર અજય તોમર સાથે મુલાકાત કરીને સુરત શહેર તેમજ જિલ્લામાં ચાલતા કપલબોક્ષ અને સ્મોકિંગ પાર્લર બંધ કરવા રજૂઆત કરી છે.  ઉલ્લેખનીય છે કે શહેરમાં આવા અનેક કપલ બોક્ષ ચાલી રહ્યાં છે જેને લઈને આજેનું યુવાધન બરબાદ થઇ રહ્યું છે. તો આ કપલ બોક્ષમાં યુવતીઓનો શારીરિક ભોગ પણ લેવાઈ રહ્યો છે.

  • પાસોદરા મર્ડર કેસ:  આરોપી વેલંજામાં ચલાવતો હતો કપલ બોક્ષ , ” મારો સિક્કો જ ખોટો છે, તેને ફાંસીએ ચડાવી દો “, આરોપીના પિતાનું નિવેદન,
  • કપલ બોક્ષના કાળા કારોબારમાં યુવાધન બરબાદ, કપલ બોક્ષ અને સ્મોકિંગ પાર્લર બંધ કરવા પોલીસ કમિશનરને રજુઆત
  • મૃતક યુવતીના પિતા દીકરી ઘાતકી હત્યાથી અજાણ, ભાઈનો અકસ્માત થયો છે કહી આફ્રિકાથી બોલાવવામાં આવ્યા

રાજ્યના  ગૃહ મંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં હત્યારાઓ બેફામ બની રહ્યાં છે અને સુરતની ‘સૂરત ‘ બગાડી રહ્યા છે. જેનો પુરાવો શનિવારના રોજ સુરત જિલ્લામાં બનેલી હત્યાની ઘટના પરથી મળી રહ્યો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે જાહેરમાં જ  ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને જાહેર માં માતા અને ભાઈની સામે જ જાહેરમાં ગળે ચપ્પુ મુકી તેણીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. એક તરફી પ્રેમમાં પાગલ આ યુવક ગ્રીષ્મા સાથે જ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હતો.  

ફેનિલ વારંવાર યુવતીને પ્રેમ સબંધ રાખવા બળજબરી કરી પીછો કરતો હતો. આ મામલે યુવતીએ પોતાના પરિવાજનોને જાણ પણ કરી હતી.  એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીથી દીકરીને બચાવવા માટે પરિવારે અગાઉ સાત-સાત વાર સમાધાનના પ્રયાસો કર્યા હતા. જોકે તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને સમાજના ડરે પોલીસ ફરિયાદ નોંધાવી નહિ, જેનું ગંભીર પરિણામ સામે આવ્યું હતું. જેથી ગ્રીષ્માનો ભાઈ અને તેના મોટા પપ્પા ફેનિલને સમજાવવા ગયા હતા. જેથી ફેનિલે ઉશ્કેરાઈ જઈને   મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું, જેથી ગ્રીષ્માનો  ભાઈ  છોડાવવા માટે જતા તેને પણ ચપ્પુ વાગી ગયો હતો. જેથી યુવતીને તેની માતાં તુરંત દોડી આવ્યા હતા. જેથી ફેનિલ  યુવતીના ગાળા પર ચપ્પુ મૂકી દીધું હતું. ભાઈ બચાવવા જતા જ યુવકે યુવતીના ગાળા પર ચપ્પુ મારી તેની હત્યા કરી દીધી. ઘટનાને જોઈ રહેલા આસપાસના લોકો પણ ગભરાઈ ઉઠ્યા હતા.  યુવતીની કરપીણ હત્યાને લઇ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ મામલે ગૃહ રાજ્ય  મંત્રી હર્ષ સંઘવી એ પરિવારની મુલાકાત લીધી હતી. અને હત્યારાને કડક  સજા કરવા પણ હૈયા ધરપત આપી હતી.

આ ઘાતકી હત્યા કરનાર આરોપી ફેનીલના પિતા પંકજ ગોયાણીએ જણાવ્યું હતું કે મારો દીકરો ગ્રીષ્માને હેરાન કરતા પરિવારજનોએ મને ફરિયાદ કરી હતી. જેથી ફેનિલને ઠપકો આપતા તેને હવેથી ગ્રીષ્માને હેરાન નહીં કરશે તેવું જણાવ્યું હતું. પરંતુ તેમ છતાં તે સુધર્યો નહીં. અને  ગ્રીષ્મની હત્યા કરી દીધી. મારો સિક્કો જ ખોટો છે. મારા દીકરાને ફાંસીએ લટકાવી દો.

કપલ બોક્સ બંધ કરાવવા સામાજિક આગેવાનોની પોલીસ કમિશનર સમક્ષ માંગણી
હત્યાનાઈ આ ચોંકાવનારી ઘટના ટોક ઓફ ધ ટાઈન બની છે, પોલીસ તાપસમાં  આ મામલે  મોટો ખુલાસો થયો છે,. હત્યારો પોતે સુરત ના વેલંજામાં ગેરકાયદેસર રીતે કપલ બોક્ષ ચલાવતો હોવાનું ખુલ્યું છે. જેથી વરાછાના સામાજિક આગેવાનો મથુર સવાણી, કાનજી ભાલાળા, દિનેશ નાવડીયા સહિતનાઓએ આજે સોમવારે બપોરે રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન અને પોલીસ કમિશનર અજયકુમાર તોમરને રૂબરૂ મળીને સુરત શહેર સહિત જિલ્લામાં ધમધમીરહેલા  કપલ બોક્ષ અને સ્મોકિંગ પાર્લર બંધ કરવા રજુઆત કરી છે. કપલબોક્ષ અને સ્મોકિંગ પાર્લરમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે.

સ્મોકિંગ ઝોનમાં નશાનો કારોબાર થાય છે. અને  કપલબોક્સમાં યુવતીઓના જીવન બરબાદ થાય છે. અગાઉ પણ કપલ બોક્ષની આડમાં યુવતીઓ સાથે બળાત્કારની ઘટના બની હતી.આગેવાનોએ વરાછા રોડ વિસ્તારમાં કાપોદ્રા, વેલંજા, કામરેજ, લસકાણા, યોગીચોક, મોટાવરાછા, પૂણા, માતાવાડી વિગેરે વિસ્તારમાં કપલ બોક્સ, પાનપાર્લર અને સ્મકિંગ રૂમ ચાલતા હોય તેને બંધ કરાવવા િવનંતી કરી છે. ડ્રગ્સ, બિડી, દારૂ જેવા પદાર્થનું સેવન કરનારા રાહદારી યુવતીઓ મહિલાને પરેશાન કરે છે, તેઓ સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

Most Popular

To Top