Business

ભાજપ ST સેલના પ્રદેશ ઉપાધ્યક્ષ જશુ ભીલને મોવડી મંડળે 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા

વડોદરા : ભાજપના અનુસુચિત જન જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પર એસટી નિગમમાં એક યુવક પાસેથી નાણાં પડાવવાનો આક્ષેપ થતો વીડિયો વાયરલ થતાં આખરે પ્રદેશ મોવડી મંડળે તેની ગંભીર નોંધ લીધી છે અને જશુ ભીલને પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કરતો આદેશ પણ જારી કરી દીધો છે. પ્રદેશ અનુસુચિત જન જાતિ મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઇ પટેલ એસટીમાં કંડકટરની ભરતી માટે યુવાન પાસેથી રૂપિયા લીધા હોવાની વાત ચીત નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જશુ ભીલ અગાઉ એસટી નિગમમાં ડાયરેક્ટર રહી ચૂક્યા છે અને તે કારણે એસ.ટી નિગમમાં નોકરી માટે એક યુવાન પાસે 16 મે2018 માં નાણાકીય વહીવટ થયો હોય તેવી નસવાડી સરકીટ હાઉસના એક રૂમમાં વાતચીત કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામ ના યુવક સમજ મકરાણીએ ચાર વર્ષ પહેલા નાણાંકીય લેવડ દેવડ કરી હોવા છતાં નોકરી ન મળતા વિડીયો વાયરલ થયો હોવાનું મનાઈ રહ્યું છે એસટી નિગમમાં નોકરી માટે 2018ના વર્ષમાં આપેલા પેમેન્ટ ને બે વર્ષ થયા બાદ પણ કશું થયું નથી અને મેતો વ્યાજે પૈસા લાવી ને આપ્યા છે તેવો સવાલ આ યુવકે ઉઠાવ્યો હતો અને તેના જવાબમાં જશો ભીલ એ એમ જણાવ્યું હતું કે કોરોના આવી જતા લોકડાઉ  થતાં કશું થયું નથી પણ મેં જેમને પૈસા આપ્યા હતા તેમની પાસેથી લઈ આવું અને એસટી નિગમની ઓફિસો ખુલે એટલે પૈસા લઈ આવીશ.

ભૂતકાળમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપ અધ્યક્ષ રહી ચુકેલા જશુભાઈ લે આ વીડિયો વાયરલ થતા એવો બચાવ કર્યો હતો કે મારી છાપ સારી છે પરંતુ મારી કારકિર્દીને દાગ લગાડવા માટે કોઈ વિરોધી એ આ કૃત્ય કર્યું છે. જોકે આ વીડિયો વાયરલ થતાં તેને ગંભીર નોંધ પ્રદેશ ભાજપપ્રમુખ સીઆર પાટીલે લીધી હતી અને વિધાનસભાની ચૂંટણી સામે આવી રહી છે ત્યારે તેના છાંટા છોટાઉદેપુર જિલ્લાની ચૂંટણી માં ભાજપ પર ન પડે તે માટે તાત્કાલિક અસરથી જશુ ભીલને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરતો હુકમ પણ જારી કર્યો છે. પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડો યજ્ઞેશ દવે ની સહીથી જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય જશુભાઈ ભીલ ને કે જેઓ હાલમાં ઉપપ્રમુખ અનુસુચિત જન જાતિ મોરચાની જવાબદારી નિભાવી રહ્યા છે તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા ભાજપ ની જવાબદારી સંભાળી ચૂક્યા છે તેઓને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ સી.આર.પાટીલ ના આદેશ અનુસાર શિસ્તભંગના પગલાં અન્વયે પક્ષમાંથી તાત્કાલિક અસરથી છ વર્ષ માટે બરતરફ કરવામાં આવે છે.

Most Popular

To Top