Charchapatra

એર ટ્રાફીક જોખમી બને તો?

ગુજરાતમિત્રના સમાચારથી જાણવા મળ્યું કે, સુરતના આકાશમાં બે વિમાનો અથડાતા રહી ગયા. અને આ ઘટનાની જાણકારી દોઢ માસ પછી પહેલીવાર ગુજરાતમિત્ર દ્વારા મળી! અને તે પણ એક આરટીઆઇ (રાઇટ ટૂ ઇર્ન્ફોમેશન)ની અરજીના જવાબમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખુલાસો કર્યો. તા. ૭મી ડિસે.ના રોજ ગો-ફસ્ટની દિલ્હી – સુરત અને ઇન્ડિગોની ઇન્ડોર – સુરતની ફલાઇટ વચ્ચે અકસ્માત થતા રહી ગયો. હજુ સુરતમાં જોઇએ એટલો એર ટ્રાફિક નથી, તેમ છતાં આવી ઘટના બને છે તે આશ્ચર્યજનક બીન જવાબદારી ભર્યું છે. મારા કેલીફોર્નિયા (અમેિરકા)ના વસવાટ દરમિયાન હું મારા ઘરના બેકયાર્ડ (વાડો)માંથી ઊંચે આસમાનમાં રોજ રાત્રે જોતો તો આસમાનમાં અનેકો આડા – તેડા ઝડપથી ઉડતા રંગ બે રંગી લાઇટોવાળા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટોનો ખાસ્સો ટ્રાફીક જોવા મળતો અને તે જોતા જ ‘એર ટ્રાફિક’ શબ્દ આપોઆપ જ મનમાં ઉઠી નીકળ્યો હતો. મારા ત્યાંના વસવાટ દરમિયન જેટ એર વે ના પાયલોટ અને કો પાયલોટને તેમની ભૂલ બદલ તાત્કાલિક ડીસમીસ કરવાના સમાચાર પણ વાંચવા મળ્યા હતા. સુરતવાસીઓ ઇન્ટરનેશનલ એરપોર્ટની માંગ કરે છે, જે સુરત અને ગુજરાત માટે જરૂરી છે પણ આ ઉડતા બોમ્બનું જોખમ પણ ઓછું નથી તે સુરતવાસીઓ ધ્યાન રાખે.
સુરત     – પરેશ ભાટિયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top