Gujarat Main

ભાજપના નેતાએ લાંચ લેતો હોવાનો વીડિયો આવ્યો બહાર, રાજકારણમાં બન્યો ચર્ચાનો વિષય

વડોદરા(Vadodra): એક તરફ કે જયાં ચુંટણીનો સમય શરૂ થઈ ગયો છે ત્યારે ભાજપ પ્રદેશ એસટી મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઇ ભીલનો કંડક્ટરની ભરતી માટે યુવાન પાસેથી લાંચ લીધી હોવાની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ભાજપના જશુભાઇ ભીલ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના અગાઉ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. જે તે સમયે એસટીમાં નોકરી અર્થે એક યુવાન પાસે 16 મે,2018માં નાણાકીય વહીવટ થયો હોય તેવો 2 વર્ષ જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આદેશ આપ્યો છે કે જશુ ભીલને શિસ્તભંગ કરવા બદલ ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં એસટી નિગમમાં નોકરી અર્થે જિલ્લાના કદવાલ ગામના યુવાન સમદ મકરાણીએ 4 વર્ષ પહેલાં નાણાકીય લેવડ-દેવડ કરી છતાં નોકરી મળી નહીં તેવી ચર્ચાઓ થઈ છે. વીડિયોમાં થયેલી વાતચીત મુજબ યુવાને જશુભાઈને પ્રશ્ન પૂછ્યો હતો કે એસટી નિગમમાં નોકરી અર્થે 16 મે, 2018માં આપેલા પેમેન્ટને 2 વર્ષ થઈ ગયા છતાં કશું થયું નહીં. મેં તો વ્યાજે પૈસા લાવીને તમને આપ્યા હતા. જેના જવાબમાં જશુ ભીલ જણાવે છે કે કોરોના આવી જતાં લોકડાઉન થયું તેથી વાત આગળ વઘી નથી. આ સાથે વીડિયોમાં તેઓ કહે છે કે તમે બધું ભાષણ કરશો તો હું કશું કરી શકું નહીં. 2 વર્ષ જૂનો આ વીડિયો હાલ વાઇરલ થતાં સમગ્ર રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વીડિયોમાં જશુ ભીલ સાથે વાત કરતા યુવાન સમદ મકરાણીએ જણાવ્યું હતું કે 2018ની કંડક્ટરની ભરતીમાં મેં ફોર્મ ભર્યું હતું. જેમાં જશુભાઇ ભીલને કલેક્ટરના ઓર્ડર માટે મેં 40 હજાર રૂપિયા લાંચના આપ્યા હતા. પરંતુ મને ન્યાય મળ્યો નથી. મારા 40 હજાર રૂપિયા મને પાછા મને પાછા મળે તેવી મારી માંગ છે. હું તો છેતરપિંડીનો ભોગ બની ગયો છું. કોઇ ગરબી વ્યક્તિ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સરકાર અમને ન્યાય અપાવે તેવી અમને આશા છે.

આ મામલો બહાર આવતા ભાજપના એસટી મોરચાના ભાજપ ઉપાધ્યક્ષ જશુ ભીલએ કહ્યં કે મારી કારકિર્દીને ખરાબ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે હું કોઈને ઓળખતો નથી અને મેં કોઈ પૈસા લીધા નથી. કોઈ વિરોઘી દ્વારા એડિટ કરી મારો વીડિયો બનાવ્યો હોય તેવું પણ તેઓએ જણાવ્યું હતું.

Most Popular

To Top