Gujarat

ગુજરાતના મધદરિયેથી ઝડપાયું અધધ 2 હજાર કરોડ રુપિયાનું ડ્રગ્સ

ગુજરાતના (Gujarat) મધદરિયેથી લગભગ 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ (Drugs) પકડી પાડવામાં આવ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) અને ઇન્ડિયન નેવીના (Indian Navy) જોઇન્ટ ઓપરેશન દ્વારા આટલા મોટા જથ્થામાં ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં 529 કિલો હશિશ, 234 કિલો મેથંફેટામાઇન અને કેટલીક માત્રામાં હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે. એનસીબી (NCB)ના જણાવ્યા અનુસાર જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેની આંતરરાષ્ટ્રીય કિંમત લગભગ 2 હજાર કરોડ છે. પોરબંદરના દરિયામાંથી આટલો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે તે પાડોસી દેશોમાંથી દરિયાઇ માર્ગે (Sea Route) ભારત અને બીજા દેશોમાં ઘૂસાડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

NCBને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી. જેને નેવલ ઇન્ટેલિઝન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 2000 કરોડ થવા જાય છે. જાણવા મળ્યા મુજબ ગુજરાતનાં મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષમાં મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.

જણાવી દઈએ કે એપ્રિલ 2021માં 150 કરોડની કિંમતના 30 કિલો હેરોઈન સાથે આઠ પાકિસ્તાનીઓ બોટ સાથે ઝડપાયા હતા. જાન્યુઆરી 2020માં માછીમારી બોટમાંથી 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઈન સાથે 5 પાકિસ્તાની ઝડપાયા હતા. ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી. આ બંને સરહદો સીલ કરી દેવાતા ડ્રગ્સ માફિયાઓ હવે ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. ગુજરાતમાં પોરબંદરના મધદરિયે શનિવારે જે ડ્રગ્સ પકડવામાં આવ્યું છે તે અંગે એનસીબીને આ ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી. જે અંગે નેવલ ઇન્ટેલિઝન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. 

Most Popular

To Top