સુરત: (Surat) મહારાષ્ટ્ર જીએસટી વિભાગે 450 કરોડથી વધુની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) છેતરપિંડી કૌભાંડમાં (Scam) સુરતના સિટીલાઈટ એરિયામાંથી મુંબઈના (Mumbai) એક દંપતીની (Couple) ધરપકડ કરી છે. દંપતિએ 482 કરોડના બોગસ ઈન્વોઈસ સ્વીકાર્યા હતા અને 111 કરોડની નકલી આઈટીસી મેળવી પાસઓન કરી હતી.
- સુરતમાં વસવાટ કરતા મુંબઈના યુગલની 450 કરોડથી વધુના ITC કૌભાંડમાં ધરપકડ
- મે. ડોલ્ફિન ઓવરસિઝ અને પ્રાઈમ ઓવરસિઝના નામે પ્રિમા મ્હાત્રે અને તેના પતિ સંજીવ સિંઘે
- દંપતિએ 482 કરોડના બોગસ ઈન્વોઈસ સ્વીકાર્યા હતા અને 111 કરોડની નકલી આઈટીસી મેળવી પાસઓન કરી હતી
સરકારી ન્યૂઝ એજન્સી પીટીઆઈના એહવાલ મુજબઆ દંપતીએ અસંખ્ય વ્યક્તિઓના નામે વિવિધ બોગસ ફર્મો બનાવી હતી અને અંદાજે રૂ. 482 કરોડના બોગસ ઇન્વોઇસ સ્વીકાર્યા હતા તથા 111 કરોડની નકલી આઇટીસી મેળવી પાસ ઓન કરી લીધી હતી એમ જીએસટી વિભાગની ડીજીજીઆઈ વિંગના અધિકારીએ જણાવ્યું હતું. મેસર્સ ડોલ્ફિન ઓવરસીઝ અને પ્રાઇમ ઓવરસીઝના માલિક પ્રિમા મ્હાત્રે અને સંજીવ સિંઘની GST વિભાગ દ્વારા ગુરુવારે મુંબઈ પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં સુરત સિટીલાઈટ રોડના ભાડાના ફ્લેટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. દંપતી છેલ્લા છ મહિનાથી રાજ્યના જીએસટી અધિકારીઓ અને તેમના સમન્સને ટાળી રહ્યું હતું,
મુંબઈ પોલીસ અને સુરતમાં તેમના સમકક્ષોની મદદથી, બે દિવસથી વધુ ચાલેલા સુનિયોજિત ઓપરેશનમાં દંપતીને તેમના વૈભવી ફ્લેટમાંથી પકડવામાં આવ્યા હતા.મહારાષ્ટ્ર રાજ્ય GST વિભાગની તપાસ શાખાએ ઓગસ્ટ 2021 માં બે કંપનીઓની તપાસ શરૂ કરી હતી. જો કે, દંપતીએ તબીબી આધાર પર કાર્યવાહી ટાળી હતી. GST વિભાગે વિવિધ સ્થળોએ તેની સર્ચ કામગીરી ચાલુ રાખી અને અંદાજે રૂ. 111 કરોડની સામૂહિક કરચોરીનો પર્દાફાશ કર્યો હતો.આરોપીઓને શુક્રવારે મુંબઈ લાવવામાં આવ્યા હતા અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા એમ અધિકારીએ ઉમેર્યું હતું.