Sports

IPLની હરાજીમાં બેભાન થનાર હ્યૂજ એડમિડ્સ કોણ છે? દુનિયામાં ક્યાંય ઓક્શન થાય તો આ ભાઈને કેમ બોલાવાય છે? જાણો

બ્રિટનના રાજકુમારી અને અભિનેત્રી એલિઝાબેથ ટેલરની ચીજોની પણ હરાજી કરાવનાર હ્યૂજ વિશે જાણવા લોકોમાં ઉત્કંઠા, આ મહાશયે 35 વર્ષમાં દુનિયાભરમાં 2500 જેટલી હરાજી કરાવી છે, તેઓ કેવી રીતે IPLની હરાજીમાં જોડાયા, જાણો…

બેંગ્લોર : IPLના ઇતિહાસમાં આજે પ્રથમ વાર એક એવી ઘટના બની જેણે તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શન – 2022ની સેરેમનીમાં હરાજી દરમ્યાન  હરાજીનું સંચાલન કરનાર  હ્યુજ એડમિડ્સ અચાનક જ સ્ટેજ પર બેભાન થઇ ઢળી પડયા હતા. જોત જોતામાં સેરેમનીમાં આવેલા દિગ્ગ્જ્જો ચોંકી ઉઠ્યાં હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને હરાજી અટકાવી દેવાઈ હતી. જોકે ત્યારબાદ તેઓની તબિયત સ્થિર થતા ફરી ઓક્શન શરૂ કરાયું હતું. પરંતુ ઓક્શનનું સંચાલન હ્યૂજના સ્થાને કોમેન્ટેટર ચારુ શર્મા (Charu Sharma) સંભાળી લીધું હતું.

આ ઘટના બની ત્યાર બાદથી હ્યૂજ વિશે જાણવાની લોકોમાં ઉત્કંઠા જાગી છે. તો તમને જણાવી દઈએ કે IPLના ઓક્શનર  હ્યુજ મુલ બ્રિટિશના રહેવાસી છે. અને દુનિયામાં ત્યારસુધીમાં  તેઓ 2500 હરાજી કરાવી ચુક્યા છે. આ ઉપરાંત તેઓએ  પેઈન્ટિંગથી લઈને આર્ટ અને ફિલ્મો સુધીની હરાજી કરાવી છે.તેઓ 62 વર્ષના છે. હ્યુજ એડમીડ્સ એક પ્રોફેશનલ બ્રિટિશ ઈન્ટરનેશનલ ફાઈન આર્ટ, ચેરિટી, ક્લાસિક કાર ઓક્શનિયર છે.

હ્યૂજ વર્ષ 2019થી ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલના ઓક્શનિયર તરીકે જાણીતા છે. હ્યુજના 35 વર્ષ ના કેરિયરમાં 2.7 અબજ પાઉન્ડની કિંમતવાળા 3 લાખથી વધુ સામાનની હરાજી કરાવી ચૂક્યા છે. એડમિડ્સે અત્યાર સુધીમાં  દુનિયાભરમાં 2500થી વધુ હરાજી કરાવી છે. IPLની શરૂઆત 2008થી થઇ ત્યારથી વર્ષ 2018 સુધી હરાજીની જવાબદારી રિચર્ડ મેડલીએ નિભાવી હતી. ત્યારબાદ વર્ષ 2019થી આ જવાબદારી  એડમિડ્સને સોંપવામાં આવી હતી.

તેઓ બ્રિટનના રાજકુમારી માર્ગારેટ અને એક્ટ્રેસ એલિઝાબેથ ટેલરની ચીજોની પણ હરાજી કરાવી ચૂક્યા છે.  હરાજી માટે દુબઈ, હોંગકોંગ, કાસાબ્લાન્કા, ન્યૂયોર્ક, મુંબઈ, મોન્ટે કાર્લો, લોસ એન્જલસ અને ટોક્યો સહિત 30થી વધુ શહેરોની મુલાકાત લઈ ચૂક્યા છે. આઈપીએલ અગાઉ હ્યુજ પેઈન્ટિંગથી લઈને આર્ટ અને ફિલ્મો સુધીની હરાજી કરાવી ચૂક્યા છે.તેમણે વિશ્વના 30 શહેરોમાં 850 થી વધુ ચેરિટી ફંડરાઇઝર્સ માટે હરાજી પણ કરી છે.

બેંગ્લોરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું  મેગા ઓકશન ( IPL 2022 Mega Auction )ચાલી રહ્યું છે. જો કે આ ઓક્શન દરમિયાન ઓક્શનર હ્યુજ એડમિડ્સ ( Hugh Admids ) સ્ટેજ પર ઢળી પડયા હતા. જેને લઈને હરાજી અટકાવવી પડી હતી. જો કે ત્યાર બાદ ફરી ઓક્શન શરૂ કર્યું છે. આ હરાજી હવે ચારુ શર્મા (Charu Sharma) કરશે.

Most Popular

To Top