નવી દિલ્હી: કોરોના (corona) સંક્રમણની ગતિ ધીમી થયા પછી, લોકો ચર્ચા કરવા લાગ્યા છે કે હવે મહામારીનો અંત આવ્યો છે. આ વિચારને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને (Soumya Swaminathan) ચેતવણી આપતા એક મોટી વાત કહી છે. ‘કેટલાક લોકો વારંવાર જાહેર કરી રહ્યા છે કે કોરોના મહામારી (Epidemic) સમાપ્ત થઈ ગઈ છે. જે યોગ્ય નથી. તેમણે કહ્યું કે આ સમયે કોઈપણ વૈજ્ઞાનિક કહી શકે નહીં કે મહામારીનો અંત ક્યારે આવશે. તેથી જો લોકો કોરોના મહામારીના અંતની વાત કરીને તમામ સાવચેતી છોડી દેશે તો તે મૂર્ખતા હશે. કારણ કે કોરોના વાયરસના નવા વેરિયન્ટ ગમે ત્યાં, ગમે ત્યારે ઊભા થઈ શકે છે. અને જો સાવચેતી નહી રાખીશું તો આપણે ફરી એ જ પરિસ્થિતિમાં પહોંચી જશું, જ્યાંથી આપણે મહામારી સામે લડવાની તૈયારી શરૂ કરી હતી. તેથી હજુ પણ ખૂબ કાળજી રાખવાની જરૂર છે.
તેમણે બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘જ્યારે વિશ્વમાં કોરોનાના માંડ 100 કેસ હતા ત્યારે WHOએ ચેતવણી આપી હતી. પરંતુ પછી કોઈએ આ ચેતવણીને ગંભીરતાથી લીધી નહીં. અને કિંમતી સમય વેડફાયો અને ત્યાર બાદ અમેરિકા અને યુરોપમાં કોરોના મહામારીએ કેવો વિનાશ કર્યો. તેમણે ચેતવણી આપતા કહ્યું કે આપણી એક નાનકડી બેદરકારી એ ભયાનક સમયને ફરી પાછો લાવી શકે છે. આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આફ્રિકન દેશોની 85% વસ્તીને હજુ પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ પણ મળ્યો નથી. આ સ્થિતિ કોરોનાના નવા વેરિયન્ટ ફરી એકવાર લોકોને મહામારી સામે તરફ લઈ જઈ રહ્યા છે.
સાવચેતીઓનું પાલન કરવું પડશે
WHO વૈજ્ઞાનિકે કહ્યું કે આપણે લાંબા સમય સુધી કોરોના સંબંધિત સાવચેતીઓનું પાલન કરવું પડશે. કોરોના સાથે જીવતા શીખવું પડશે અને તેને લગતી સાવચેતીઓ રાખવી પડશે. સ્વામીનાથને કહ્યું, ‘હાલ આ સમય નહી, પરંતુ કદાચ 2022 સુધીમાં આપણે વધુ સારી સ્થિતિમાં હોઈશું. તે સમયે આપણે વધુ સારી રીતે કહી શકીશું કે વાયરસ હવે કઈ સ્થિતિમાં છે અને કેટલા સમય સુધીમાં તેનો અંત આવી શકેશે.
ચીનની વુહાન લેબમાંથી વાઈરસની ઉત્પત્તિ થઈ છે
સ્વામીનાથનના કહેવા પ્રમાણે, ‘વાઈરસની ઉત્પત્તિ અને તેના ફેલાવાના કારણો વિશે અભ્યાસ ચાલી રહ્યો છે. આ અંગે તમામ પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે. ચીનની વુહાન લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હોવાની આ થિયરીને પણ સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી નથી. અને વાયરસની ઉત્પત્તિ એટલી સરળતાથી અને ખૂબ જ જલ્દી શોધી શકાતી નથી. તેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
ચામાચીડિયામાંથી કોરોના વાયરસનો ચેપ ફેલાયો
સાર્સ વાસ્તવમાં સિવેટ બિલાડીમાંથી આવ્યો છે તે શોધવામાં વૈજ્ઞાનિકોને વર્ષો અને વર્ષો લાગ્યા. એ જ રીતે, એ જાણવામાં વર્ષો લાગ્યા કે MERS ઊંટમાંથી આવે છે અને HIV ચિમ્પાન્ઝીમાંથી આવે છે. જ્યાં સુધી કોરોનાની વાત છે, અત્યાર સુધી એવું લાગે છે કે તે ચામાચીડિયાથી આવ્યો છે. પરંતુ તે માણસોમાં કેવી રીતે પહોંચ્યું, તે હજુ સુધી જાણી શકાયું નથી.