વડોદરા : શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા અલીફનગર પાસે સર્મસાર ઘટના બની હતી. પડોશમાં રહેતી ફુલ જેવી માત્ર ૧૧ વર્ષની સગીરાને 37 વર્ષના શેબાસ કાદરીએ પટાવી ફોસલાવીને દુષ્કર્મ આચરવાના ઇરાદે બોલાવી હતી નરાધમને બળજબરીપૂર્વક સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા ભોગ બનનાર પીડિતાએ પ્રતિકાર કરીને ત્યાંથી નાસી છુટી હતી અને ફફડતી હાલતમાં પોતાના ઘરે જઈને રડમસ ચહેરે તેના પરિવારજનોને વાત કરી હતી માતા-પિતા દાદા સહિતના પરિવારે નરાધમના ઘરે જઈને ઠપકો આપતા જ મામલો બિચક્યો હતો માથાભારે મનાતા સેબાઝ કાદરી અને તેના નાના ભાઈ સફર કાદરીએ બેફામ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો પીડિતાના પરિવાર પર હુમલો કરતો જફર ઘરમાંથી તલવાર લઈને ધસી આવ્યો હતો અને પીડિતાના દાદા ઈસ્માઈલભાઈ પટેલને ઢોરમાર મારતાં મારતાં જીવલેણ હુમલો કરવાના ઇરાદે ઝનૂનભેર માથામાં ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ વૃદ્ધને હુમલાખોરોની ચૂંગાલમાંથી છોડાવીને ગંભીર ઈજાગ્રસ્તને પરિવારજનોએ સારવાર અર્થે દવાખાનામાં ખસેડ્યા હતા. બનાવ અંગે સગીરા એ જે.પી.રોડ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી પોલીસે છેડતી, હુમલો અને પોક્સો હેઠળ ની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને તુરંત પગલા લેતા હુમલાખોર જફરની અટકાયત કરીને ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરી હતી જ્યારે તેનો પરિણીત ભાઈ ફરાર થઈ ગયો હતો.
પૌત્રીની છેડતી કરનારને ઠપકો આપનાર દાદાને તલવાર મારી
By
Posted on