રેડ હાર્ટ બલુન્સ અને કેન્ડલલાઈટ ડિનર વેલેન્ટાઈન ડેએ દરેક યુવા હૈયાંઓની ચાહત હોય છે. રેસ્ટોરન્ટ, હોટલ ગમે ત્યાં તમે જાવ વેલેન્ટાઈન્સ સ્પેશ્યલ ડેકોર તમને ત્યાં જવા માટે આમંત્રણ આપે છે. આ દિવસ તમારા પાર્ટનરને તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો દિવસ છે. કેટલાક આ દિવસને પ્રપોઝ કરવા માટે પસંદ કરે છે, કેટલાંકનું આ દિવસે મિલન થાય છે તો કેટલાંક મોજમજા માટે જવાનું પસંદ કરે છે. દરેક યુવતી આ દિવસે સેક્સી અને હોટ લુક ઈચ્છે છે. તમે પણ કોઈ પ્લાન બનાવ્યો જ હશે પરંતુ હજુ સુધી મુંઝવણમાં છો કે શું પહેરવું? ચિંતા છોડો અહીં તમારા માટે કેટલાક આઈડિયાઝ.
પાવર સૂટ
ફેબ્રુઆરી એટલે ઠંડીની મોસમ… આ વેલેન્ટાઈન્સ ડે એ પાવર સૂટ એક સારો વિકલ્પ બની શકે. ડિનર ડેટ્સ માટે બ્લેક, બ્લૂ કે રેડ કલર પરફેક્ટ છે. પાવરસૂટમાં તમે ટી/શર્ટને બ્લેઝર અને ટ્રાઉઝર સાથે પેર કરી શકો. એ માટે તમારે બહુ વિચાર કરવાની પણ જરૂર પડતી નથી. તમે એની સાથે સ્ટીલેટોઝ, વેજીસ કે ફ્લેટ પહેરી શકો. આ લુકને વધુ નિખારવા પોનીટેલ વાળો. જો તમે ઈચ્છો તો સ્ટેટમેન્ટ તરીકે સ્ટ્રકચર્ડ બેગ એડ કરી શકો.
સિક્વન ટોપ
વેલેન્ટાઈન્સ ડે માટે આઉટફિટની વાત કરીએ તો સિક્વન ટોપ માટે ભાગ્યે જ કોઈ ના કહેશે. તમે ઘરે કે બહાર વેલેન્ટાઈન્સ ડે ઉજવતાં હો તો સિક્વન ટોપ પરફેક્ટ છે. બ્લેક કલર હશે તો ધ્યાન તરત જ આકર્ષશે. લિપસ્ટિક લગાડી તૈયાર થઈ જાવ.
ઓફ ધ શોલ્ડર ટોપ
પાર્ટનર સાથે ડિનર પર જતી વખતે તમે ઓફ શોલ્ડર ટોપ પહેરી આકર્ષક દેખાઈ શકો. એની સાથે વાઈડ લેગ્ડ ટ્રાઉઝર અને મોટાં ઈયરિંગ્સ પહેરો.સાટિન સ્લીપ ડ્રેસ
તમે તમારા પાર્ટનર સાથે ડેટ નાઈટ પર જવાના હો તો આ ડ્રેસ પરફેક્ટ છે. તમે આ ડ્રેસ વ્હાઈટ કે બ્લેક ટી શર્ટ સાથે પેર કરી શકો. એની સાથે બુટ શોભશે. આ આઉટફિટ વેલેન્ટાઈન્સ ડે માટે યોગ્ય છે અને તમે અવસર પ્રમાણે એની લંબાઈ વધતી-ઓછી રાખી શકો. સાથે બોલ્ડ રેડ કલરની લિપસ્ટિક લગાડવાથી લુક કમ્પલીટ થશે.
કો-ઓર્ડસ
આપણે હમણાં કોવિડને કારણે મહિનાઓ ઘરમાં જ વિતાવ્યા છે. એને કારણે તમે પાયજામામાં વધુ કમ્ફર્ટેબલ હોવાનું મહેસૂસ કરતાં હો તો તેમાં તમે એકલા જ છો એવું માનશો નહીં. વેલેન્ટાઈન્સ ડે ડ્રેસ તરીકે તમે એ પણ પસંદ કરી શકો છો. તમને પસંદગી માટે માર્કેટમાં આવકાશ પણ ઘણો છે. કેટલીક એસેસરીઝ સાથે સ્ટાઈલ કરી તૈયાર થઈ જાવ. સ્લીક બ્લેક હીલ્સ અને મેકઅપ સાથે લુક કમ્પલીટ કરો.
રફલ મેક્સી ડ્રેસ
આજકાલ રફલની પણ ફેશન છે. તમે રોમેન્ટિક પળો માટે રફલ મેક્સી ડ્રેસમાં પણ આકર્ષક લાગી શકો છો. એને વધુ આકર્ષક બનાવવા એની સાથે ગોલ્ડ-ટોન જ્વેલરી પહેરો.