અનાવલ: (Mahuwa) મહુવાના વેલણપુર ગામની (Village) સીમમાં દારૂ (liquor ) ભરેલી કાર (Car) નહેરની બાજુમાં લગાવેલી એંગલ સાથે અથડાતાં લોકટોળું ભેગા થયા બાદ વાતાવરણ તંગ થતાં મહુવા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
- મહુવાના વેલણપુર ગામની સીમમાં રાત્રે નહેરની બાજુમાં એંગલ સાથે કાર ભટકાતા લોકો દોડી ગયા
- કારની અંદર દારૂ જોઈ લોકો ઉશ્કેરાયા હતા અને દારૂની હેરફેર કરનારા ખેપિયા પર રોષ વ્યક્ત કર્યો હતો
- પોલીસે દોડી જઈ ગ્રામજનોને વિખેરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો અને તપાસ શરૂ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના વાંસફુઈ-નવસારી રોડ પર વેલણપુર ગામની સીમમાં રાત્રિના સમયે પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કાર નં.(GJ 05 JE 2208)ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર નહેરની બાજુમાં લગાવેલી એંગલ સાથે અથડાતાં અકસ્માત (Accident) સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આ વિસ્તારની જનતા ઘટના સ્થળે આવી પહોંચતાં મોટું ટોળું જમા થઈ ગયું હતું. તપાસ કરતાં કારમાં કારમાં દારૂ ભરેલો હોવાનું માલૂમ પડતાં સ્થાનિક જનતામાં આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો. આ વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતાં વાહનો નિર્દોષ જનતાને અડફેટે લેતાં હોવાનું જણાવતાં લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા. રાત્રિના સમયે લોકટોળું વધતાં વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, મહુવા પોલીસના કાફલાએ ઘટના સ્થળે આવી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ દારૂ ભરેલી કારનો પીછો અન્ય જિલ્લાની પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો હોવા કે આ કારે કોઈકને અડફેટે લીધા હોવાની ચર્ચા ઘટના સ્થળે સાંભળવા મળી હતી. ત્યારે સમગ્ર ઘટના ક્રમ મહુવા પોલીસની કાર્યવાહી બાદ જ ખબર પડશે.
કઠોદરામાં 15,300ના દારૂ સાથે બે મહિલા પકડાઈ
કામરેજ: સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, સુરતના કામરેજના કઠોદરા ગામે માહ્યાવંશી ફળિયામાં રહેતો અતુલ પરમાર માણસો પાસે દારૂનું વેચાણ કરાવે છે. જે બાતમીના આધારે સ્ટાફ સાથે રેડ કરવા જતાં બે મહિલા હેતલ અતુલ પરમાર અને જયા દિલીપ પરમાર પકડી પૂછપરછ કરતાં હિરેન મનહર પરમારના મકાનમાં વિદેશીનો જથ્થો સંતાડ્યો હોવાનું જણાવતાં બંને મહિલાને સાથી રાખી તપાસ કરતાં દારૂની બોટલ નંગ-54 કિંમત 15,300 મળી આવી હતી. મોબાઈલ મળી કુલ 25,300નો મુદામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.