Charchapatra

પક્ષાંતર વિરોધી કાયદો

પક્ષાંતર વિરોધી કાનૂન સુપ્રિમ કોર્ટે વટહુકમ દ્વારા લાદવો જોઇએ. સાંસદો ઉગતા સૂર્યને પુજે, એ વાસ્તવિકતાને નજરઅંદાજ ન કરી શકાય. આને લોકશાહી ન કહેવાય. પ્રજાનો અવાજ રૂંધાય છે. પક્ષાંતર પણ નાણાના જોરે વેચાય છે, ખરીદાય છે. બહુમતી અને એક હથ્થુ સત્તા અનર્થ સર્જે છે. વિરોધ પક્ષો નબળા પડે છે.  ફકત વિરોધનું બ્યુગલ કામ નથી લાગતું. સત્તા પક્ષના કાન આમળનાર વિરોધપક્ષમાં અૈકયતા તેમજ સંગઠનની તાતી જરૂર છે.
અડાજણ          – મીનાક્ષી શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top