ઘણા સમય થયા એસએમસીએ રખડતા કુતરાઓનું ખસીકરણ અભિયાન ચલાવે છે જે આવકારદાયક પગલું છે. પરંતુ તેમાં ઝૂંપડપટ્ટી, રેલવેની આજુબાજુના વિસ્તારનું અભિયાન બાકી જણાય છે. બને ત્યાં સુધી દરેક વિસ્તારનો આ અભિયાનમાં સમાવેશ થાય એ હિતાવહ જણાય છે. રખડતા કુતરાઓ એસએમસી દ્વારા બનાવવામાં આવેલ સુંદર પીસીસી રોડ બગાડવામાં આવે છે તેના પરથી વાહન પસાર થતા આખો રોડ ગંદો થઇ જાય છે. રાત્રી દરમિયાન મોટા અવાજે ભસતાકુતરા નદીપારના તેમના સાથીને સહકાર આપતા હોય તો રહેઠાણ વિસ્તારમાં લોકોની શી દશા?! હાલમાં જ સમાચારપત્રમાં વાંચવા મળ્યા મુજબ એક વૃધ્ધ દંપતિ મોપેડ પર જઇ રહયું હતું ત્યારે કુતરાઓ ભસતા ભસતાએમની પાછળ પડતા વૃધ્ધે મોપેડનું સમતોલન ગુમાવતા મોપેડ ડીવાઇડર સાથે અથડાતા અકસ્માત થતા વૃધ્ધનું અવસાન થયું. કુતરા કરડવાના તથા આવા અકસ્માતના બનાવ બનતા જ રહે છે. જીવદયા દાખવનાર પશુ પક્ષીઓ માટે દયા રાખી ઘણી કાર્યવાહી કરે છે. ગાય માટે ગૌશાળાની વ્યવસ્થા થઇ છે તો રખડતા કુતરાઓને પકડી એક જગ્યાએ રાખી યોગ્ય જતન કરવાનું વિચારે તો કલીન સીટીમાં રાહત ઉપરાંત માનવ કલ્યાણ પણ થાય.
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રખડતા કુતરાઓનો ત્રાસ
By
Posted on